
એક એવો વ્યક્તિ, જેની ઉંમર હજુ પચાસ વર્ષ પણ નથી થઈ. કારણ કે હાફિઝ સઈદ, મસુદ અઝહર, લખવી, આ બધા તેના 70ના દાયકામાં પહોંચી રહ્યા છે. હવે એક એવા વ્યક્તિની શોધ થઈ રહી છે જે આના જેવા સંગઠનો જેવા કે લશ્કર, હિઝબુલ મુઝાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદને કોણ આગળ વધારશે. તો એક એવો વ્યક્તિ જે આજની તારીખમાં સૌથી વધુ મોસ્ટ વોન્ટેડ છે. ભારતની ગુપ્તચર એજન્સીના રિપોર્ટ અનુસાર સૂત્રો એવુ જણાવી રહ્યા છે કે ભારત તેને સૌથી વધુ ખતરનાક આતંકી આજની તારીખમાં માને છે. એ એટલો ખતરનાક છે કે હાફિસ, મસુદ, લખવી તો તેની સામે કંઈ નથી. તેનુ નામ છે સાજિદ મીર. અહીં જે ફોટો આપેલો છે તે સ્પષ્ટ નથી. કારણ કે આ ખૂંખાર આતંકી ચહેરા બદલવામાં પણ માહેર છે અને તેને સૌથી મોટો બહુરુપિયો પણ કહી શકાય. એજન્સી પાસે આ આતંકી સાજીદ મીરના જે ફોટો છે, તેના આધાર તેને પકડવો આસાન નથી. મસૂદ અઝહર હાફિઝ સઈદ તો એવા જાણીતા ચહેરા છે જેને...
Published On - 9:28 pm, Sat, 10 May 25