Monsoon Session: 19 જુલાઈથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત, જાણો કયા કયા બીલ પર થઈ શકે છે ધમાલ

|

Jul 17, 2021 | 6:48 AM

લદાખમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય સ્થાપવાની જોગવાઈ કરતું બીલ પણ પસાર કરવામાં આવશે. આ સાથે જ માનવ તસ્કરી, ખાસ કરીને બાળકો અને મહિલાઓની હેરાફેરી રોકવા માટે અને આ જઘન્ય કૃત્યમાં સામેલ લોકોને સખત સજા આપવાનું બીલ પણ આ જ સત્રમાં રજુ કરવામાં આવશે.

Monsoon Session: 19 જુલાઈથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત, જાણો કયા કયા બીલ પર થઈ શકે છે ધમાલ
Parliament (File Image)

Follow us on

Monsoon Session: આ ચોમાસું સત્રમાં સંસદમાં(Parliament) મોંઘવારી, કોરોનાની બીજી લહેર અને ભારત – ચીન સીમા તણાવ જેવા મુદ્દાઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે ધમાસાણ થશે, આ સાથે જ સરકાર બીજા બીલ પણ રજૂ કરશે જેનો વિપક્ષ ઉગ્ર વિરોધ કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ 19 જુલાઈએ શરૂ થનારા ચોમાસુ સંસદીય (Parliamentary) સત્રમાં સરકાર 17 નવા બીલ રજુ કરશે. જેમાંથી 3 બીલ વટહુકમ દ્વારા પસાર કરવામાં આવશે.

વટહુકમ દ્વારા Insolvency & Bankruptcy Code (amendment)  બીલ , The Essential Defence Services બીલ , અને  Commission for Air Quality Management in NCR & adjoining areas બીલ રજૂ કરવામાં આવશે. આ ત્રણ બીલમાંથી આવશ્યક સંરક્ષણ બીલ ઉપર ધમાલ મચવાની પૂરી શક્યતા છે. કારણકે આ બીલમાં દેશભરમાં સેના માટે હથિયાર, દારૂગોળા  અને ગણવેશ બનાવવાના કારખાનામાં હડતાળને ગેરકાનૂની ગણવામાં આવશે.  તેમજ હડતાળમાં સામેલ લોકોને 2 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે આવી જોગવાઈને કારણે આ બીલનો વિરોધ થઈ શકે છે. RSS સાથે જોડાયેલા મજૂર સંઘે પણ આ બીલનો સખત વિરોધ કર્યો છે.

આ ઉપરાંત દિલ્હી એનસીઆર અને આજુ બાજુના વિસ્તારોમાં પરાળી સળગાવાના કારણે જે વાયુ પ્રદૂષણ ફેલાય રહ્યું છે. તેને રોકવા માટે પણ બીલ આવી રહ્યું છે,  તેના પર પણ વિપક્ષ ભારે હંગામો મચાવી શકે છે. દિલ્હી સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતો પણ આ બીલનો વિરોધ કરી રહ્યાં છે. વીજ સુધારણા બીલ, ડિપોઝિટ વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન બીલ, કોલસો બેરિંગ એરિયાઝ (એક્વિઝિશન) બીલ અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી જેવા કુલ મહત્વના 14 બીલ રજુ કરવામાં આવશે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

આ ઉપરાંત લદાખમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય સ્થાપવાની જોગવાઈ કરતું બીલ પણ પસાર કરવામાં આવશે. આ સાથે જ માનવ તસ્કરી, ખાસ કરીને બાળકો અને મહિલાઓની હેરાફેરી રોકવા માટે અને આ જઘન્ય કૃત્યમાં સામેલ લોકોને સખત સજા આપવાનું બીલ પણ આ જ સત્રમાં રજુ કરવામાં આવશે. જુના બીલોમાં ડીએનએ ટેકનોલોજી બીલ, ડેટા પ્રોટેક્શન બીલ અને સિનિયર સિટીઝન બીલ પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

બીજી તરફ સૂત્રો કહે છે કે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી સત્રની શરૂઆતમાં મહિલા અનામત બિલ પસાર કરવાની માંગ કરશે. આ બિલ લોકસભા દ્વારા પસાર થયા પછી રાજ્યસભામાં પેન્ડિંગ છે.

આ પણ વાંચો: 1200 કિમી દૂરથી સાયકલ ચલાવીને Sonu Soodને મળવા પહોંચ્યો આ વ્યક્તિ, અભિનેતાએ કર્યું આ શૈલીમાં સ્વાગત

Next Article