Mahakaleshwar Temple પરિસરને આપવામાં આવી રહ્યું છે ભવ્ય સ્વરૂપ

|

Feb 19, 2021 | 6:40 PM

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વર મંદિરને(Mahakaleshwar temple) વિસ્તૃત કરવા અને ભવ્ય દેખાવ આપવાની યોજના જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરી છે.

Mahakaleshwar Temple પરિસરને આપવામાં આવી રહ્યું છે ભવ્ય સ્વરૂપ

Follow us on

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વર મંદિરને(Mahakaleshwar temple) વિસ્તૃત કરવા અને ભવ્ય દેખાવ આપવાની યોજના જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, મંદિરની આજુબાજુ ચાલી રહેલા બાંધકામ માટે જિલ્લા અને મંદિર વહીવટીતંત્ર પ્રાચીન સ્વરૂપને અખંડ રાખીને મંદિર સંકુલની રચના કરી રહ્યું છે. જેનો અભ્યાસ કરવા માટે રિપોર્ટ સોંપવા માટે કેન્દ્રિય ભવન અનુસંધાન સંસ્થાન રૂડકી ટીમ અહીં પહોંચી છે.

 

ટીમમાં એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જૂથના વડા ડૉ.અચલ મિત્તલ અને રાજીવ ગુપ્તાનો સમાવેશ થાય છે. તેમણે મંદિરની પણ મુલાકાત લીધી છે. આ ટીમના સભ્યોએ વિસ્તૃત વિસ્તાર, મુખ્ય મંદિર માળખાં, તમામ માળખામાં ચાલી રહેલા ખોદકામનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. કલેક્ટર આશિષસિંહે નિષ્ણાંત સભ્યો, અન્ય વિભાગના વડાઓ, સ્માર્ટસિટી, ઉજ્જૈન વિકાસ ઓથોરિટી, મંદિર સંચાલક, વરિષ્ઠ ઈજનેર સાથે બેઠક યોજી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

કલેકટરસિંહે કહ્યું કે, મંદિરની રચનાના સ્ટ્રકચર માળખાના અભ્યાસના ડેટા, સમય-સમય પર કરવામાં આવતા કામના ડિજિટલ રેકોર્ડ્સના તમામ ડેટાને સંગ્રહિત કરવા પણ જરૂરી છે, જેથી તમામ રેકોર્ડ લાંબા સમય સુધી સુરક્ષિત રહે અને પછીથી તેનો ઉપયોગ કરી શકાય. સમિતિના સભ્યોએ સંરક્ષણ, વિસ્તરણ ટીપ્સ અને મહત્વપૂર્ણ સાવચેતી અંગે માહિતી આપી હતી.

 

આ પણ વાંચો: Bhakti : શુ તમે જાણો છો, શનિદેવ લંગડા છે તે ? શનિદેવનો પગ રાવણે કેમ ભાંગ્યો હતો ? જાણવા માટે વાંચો આ પોસ્ટ

Next Article