મજૂરો માટે આગળ આવી કેજરીવાલ સરકાર, આટલા હજારની આર્થિક સહાય આપવાનો મૂક્યો પ્રસ્તાવ

|

Apr 21, 2021 | 11:51 AM

દિલ્હી સરકાર સ્થળાંતર કરનારા, દૈનિક અને બાંધકામ કામદારોની સુખાકારી માટે પ્રતિબદ્ધ થઇ રહી છે. સરકારે તેમના જીવન નિર્વાહ, ખાવા, પીવા, કપડાં અને દવા વગેરેની વ્યવસ્થા માટે લોકડાઉનમાં મોટા પગલાં ભર્યા છે.

મજૂરો માટે આગળ આવી કેજરીવાલ સરકાર, આટલા હજારની આર્થિક સહાય આપવાનો મૂક્યો પ્રસ્તાવ
FILE PHOTO

Follow us on

લોકડાઉન દરમિયાન દિલ્હી સરકાર સ્થળાંતર કરનારા, દૈનિક અને બાંધકામ કામદારોની સુખાકારી માટે પ્રતિબદ્ધ થઇ રહી છે. સરકારે તેમના જીવન નિર્વાહ, ખાવા, પીવા, કપડાં અને દવા વગેરેની વ્યવસ્થા માટે લોકડાઉનમાં મોટા પગલાં ભર્યા છે. હાઈકોર્ટને આ માહિતી આપતાં દિલ્હી સરકારે કહ્યું કે મુખ્ય સચિવ-ગૃહના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે, જે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પર નજર રાખશે.

હાઇકોર્ટે લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય, દૈનિક અને બાંધકામ કામદારો માટે લેવામાં આવતા યોગ્ય પગલાં અંગે દિલ્હી સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો. સરકારે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે સરકારે કામદારોના કલ્યાણ માટે અનેક પગલા લીધા છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓને ધ્યાનમાં લેવા સમિતિની રચના કરવામાં આવી છે અને તેના અધ્યક્ષ તરીકે મુખ્ય સચિવ-ગૃહ ભૂપીન્દ્રસિંહ ભલ્લાની નિમણૂક કરવામાં આવી છે જે રાજ્યના નોડલ અધિકારી રહેશે.

બીજી તરફ, દિલ્હી પોલીસના વિશેષ કમિશનર રાજેશ ખુરાના દિલ્હી પોલીસના નોડલ અધિકારી રહેશે. કમિટીમાં આયુક્ત શ્રમ સભ્ય સચિવ, મુખ્ય સચિવ શ્રમ સભ્ય, શિક્ષણ નિયામક-સદસ્ય, વિશેષ સચિવ નાણા સભ્ય, મહેસૂલ નાયબ સચિવ-સભ્ય , કમિશનર વગેરે શામેલ હશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહેવાલમાં જણાવાયું છે કે ખાદ્ય, પાણી, દવા, આશ્રય, કપડાં વગેરે મજૂરોની પાયાની સુવિધાઓ સિવાય, બાંધકામના કામમાં રોકાયેલા કામદારોને કાર્યસ્થળ પર જ ખોરાક અને પાણી અને અન્ય સુવિધા મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. નાણાં વિભાગ ભંડોળની વ્યવસ્થા કરશે.

રિપોર્ટ અનુસાર વર્ષ 2020 માં રજિસ્ટર્ડ કામદારોની સંખ્યા 55 હજારની આસપાસ હતી અને એક વર્ષમાં ખાસ કેમ્પ લગાવીને નોંધાયા હતા અને હાલમાં અહીં એક લાખ 71 હજાર 861 રજિસ્ટર્ડ કામદારો છે.

વર્ષ 2020 માં બે વારમાં પાંચ-પાંચ હજાર રૂપિયા કામદારોને સહાય પૂરી પાડવામાં આવી હતી અને 20 એપ્રિલ -2021 થી ફરી પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત શાળાઓમાં પૂરા પાડવામાં આવેલ મધ્યાહ્ન ભોજનનો ઉપયોગ કામદારો માટેના ભોજન તરીકે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

 

આ પણ વાંચો: જાણો ઓપન બજારમાં ક્યારે મળશે કોરોનાની વેક્સિન, સરકારી ભાવથી કેટલો અલગ હશે ભાવ?

આ પણ વાંચો: રેમડેસિવિરને લઈને મોદી સરકારે લીધો મોટો નિર્ણય, ઉત્પાદન વધશે અને ભાવ ઘટશે જાણો કઈ રીતે

Next Article