બેનામી સંપતિ મામલે રોબર્ટ વાડ્રાના ઘરે IT અને ED વિભાગના ધામા, વાડ્રાનું નિવેદન લેવાશે

|

Jan 04, 2021 | 2:56 PM

IT વિભાગ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED) રોબર્ટ વાડ્રાની મની લોન્ડરિંગ (PMLA)ની જોગવાઈઓ હેઠળ તપાસ કરી રહ્યું છે. જેમાં લંડન સ્થિત સંપત્તિની ખરીદી માટે મની લોન્ડરિંગના આરોપોનો સમાવેશ થાય છે. IT વિભાગના અધિકારીઓએ બેનામી સંપત્તિ મામલે રોબર્ટ વાડ્રાના નિવેદનની નોંધણી શરૂ કરી છે. તપાસ સાથે સંકળાયેલા IT વિભાગના સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે બેનામી સંપત્તિના […]

બેનામી સંપતિ મામલે રોબર્ટ વાડ્રાના ઘરે IT અને ED વિભાગના ધામા, વાડ્રાનું નિવેદન લેવાશે

Follow us on

IT વિભાગ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED) રોબર્ટ વાડ્રાની મની લોન્ડરિંગ (PMLA)ની જોગવાઈઓ હેઠળ તપાસ કરી રહ્યું છે. જેમાં લંડન સ્થિત સંપત્તિની ખરીદી માટે મની લોન્ડરિંગના આરોપોનો સમાવેશ થાય છે.

IT વિભાગના અધિકારીઓએ બેનામી સંપત્તિ મામલે રોબર્ટ વાડ્રાના નિવેદનની નોંધણી શરૂ કરી છે. તપાસ સાથે સંકળાયેલા IT વિભાગના સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે બેનામી સંપત્તિના મામલામાં નિવેદનો નોંધવા માટે IT ટીમ રોબર્ટ વાડ્રાના નિવાસસ્થાને છે. રોબર્ટ વાડ્રા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ છે.અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે તેના લગ્ન થયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આઇટી વિભાગ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી) રોબર્ટ વાડ્રાની મની લોન્ડરિંગ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ તપાસ કરી રહ્યું છે, જેમાં લંડન સ્થિત સંપત્તિની ખરીદી માટે મની લોન્ડરિંગના આરોપોનો સમાવેશ થયો છે. વાડ્રા પર બ્રાયનસ્ટન સ્ક્વેરમાં 9 1.9 મિલિયન ઘર ખરીદવાનો આરોપ છે. રોબર્ટ વાડ્રા હાલમાં આગોતરા જામીન પર મુક્ત છે.

આવકવેરાના સૂત્રોના જણાવ્યા અનુસાર, રોબર્ટ વાડ્રા તરફથી દક્ષિણ પૂર્વ દિલ્હી સ્થિત તેમના સુખદેવ વિહાર નિવાસસ્થાને નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.

Published On - 2:52 pm, Mon, 4 January 21

Next Article