કોરોનાના કપરા કાળમાં વાયુદળે સંભાળ્યો મોરચો, એર લિફ્ટથી પહોચાડાઈ રહ્યો છે ઓક્સિજન, દવાનો જથ્થો

|

Apr 22, 2021 | 12:10 PM

ભારતીય વાયુદળ ( Indian Air Force ) દ્વારા કોચી, મુંબઇ, વિશાખાપટ્ટનમ અને બેગાલુરુથી નર્સિંગ સ્ટાફને દિલ્હીની ડીઆરડીઓની કોવિડ -19 હોસ્પિટલમાં એરલિફ્ટ કરાઈ છે.

કોરોનાના કપરા કાળમાં વાયુદળે સંભાળ્યો મોરચો, એર લિફ્ટથી પહોચાડાઈ રહ્યો છે ઓક્સિજન, દવાનો જથ્થો
વાયુદળના કાર્ગો વિમાન ગ્લોબ માસ્ટર સી 17ની ફાઈલ તસવીર

Follow us on

ભારતમાં ફેલાઈ રહેલી કોરોનાની બીજી ભયાનક લહેરમાં ઓક્સિજન, દવા, ઈન્જેકશન, તબીબી સાધનો વગેરેની અછત વર્તાઈ રહી છે. આવા કપરા સમયે ભારતીય વાયુદળે ( Indian Air Force ) પણ લોકોને મદદ કરવા રણમોરચાની માફક મોરચો સંભાળી લીધો છે. ઓક્સિજન કન્ટેનર, ઓકિસજન સિલિન્ડર, જરૂરી દવાઓ અને ઈન્જેકશન, તબીબી ઉપકરણો અને આરોગ્યક્ષેત્રના કર્મચારીઓને એર લિફ્ટથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોચાડી રહ્યા છે.

વાયુદળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આઇએએફએ (IAF) કોચી, મુંબઇ, વિશાખાપટ્ટનમ અને બેગાલુરુથી નર્સિંગ સ્ટાફને દિલ્હીની ડીઆરડીઓની કોવિડ -19 હોસ્પિટલમાં એરલિફ્ટ કરાવી છે. મિડીયા રિપોર્ટ અનુસાર, એરફોર્સે ડીઆરડીઓની ઓક્સિજન કન્ટેનર બેંગ્લોરથી દિલ્હીના કોવિડ કેન્દ્રોમાં પણ પરિવહન કર્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારતીય વાયુસેનાએ ટ્વિટર પર લખ્યું, ‘આઈએએફનો પરિવહન કાફલો કોરોના સામેની લડતમાં છે. તબીબી કર્મચારીઓ, આવશ્યક ઉપકરણો અને દવાઓ દેશભરની કોવિડ હોસ્પિટલોમાં એરલિફ્ટ ચાલુ રાખે છે.

DRDO પણ મદદમાં
ડીફેન્સ  રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈજેશન  ( DRDO) અધ્યક્ષ જી સતીષ રેડ્ડીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને માહિતી આપી છે કે અત્યાર સુધીમાં દિલ્હીમાં 250 બેડ ક્ષમતાવાળા કોવિડ કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. તેની ક્ષમતા 500 પથારી સુધી વધારવાના પ્રયાસો ચાલુ છે. આ ઉપરાંત પટણાની ઇએસઆઈસી હોસ્પિટલમાં 500 પથારીવાળી કામગીરી શરૂ થઈ છે. લખનૌમાં 450 બેડની હોસ્પિટલ અને વારાણસીમાં 750 બેડની હોસ્પિટલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સાથે ડીઆરડીઓ પણ અમદાવાદમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ બનાવી રહી છે.

Next Article