80 વર્ષથી નિષ્ક્રિય હતો બોમ્બ, ભારતીય નોકાદળે કર્યુ કઈંક એવું કે પાણીમાં આવી ગયો પ્રલય

|

Sep 27, 2022 | 9:12 PM

મળતી માહિતી મુજબ, ડાઇવર્સને ગયા બુધવારે બોમ્બ(Bomb) મળી આવ્યો હતો. આ પછી, અધિકારીઓએ સાવચેતીના ભાગરૂપે ડમી બોમ્બની આસપાસ 250 મીટરના વિસ્તારને બાકાત રાખવાની જાહેરાત કરી હતી.

80 વર્ષથી નિષ્ક્રિય હતો બોમ્બ, ભારતીય નોકાદળે કર્યુ કઈંક એવું કે પાણીમાં આવી ગયો પ્રલય
The bomb was on the beach of Darwin Harbor for 80 years

Follow us on

નૌકાદળ(Indian Navy)ના ડાઇવર્સની ટીમે બીજા વિશ્વ યુદ્ધના શંકાસ્પદ ડમી બોમ્બ(Dummy Bomb)ને વિસ્ફોટ કર્યો. એવું માનવામાં આવે છે કે આ બોમ્બ 80 વર્ષથી ડાર્વિન હાર્બરના બીચ પર હતો. ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સ (Australian Defense Force)દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયોમાં નિયંત્રિત વિસ્ફોટ દર્શાવવામાં આવ્યો હતો, જે સોમવારે બપોરે થયો હતો. આ પછી પાણીમાં પણ ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ડાઇવર્સને ગયા બુધવારે બોમ્બ મળી આવ્યો હતો. આ પછી, અધિકારીઓએ સાવચેતીના ભાગરૂપે ડમી બોમ્બની આસપાસ 250 મીટરના વિસ્તારને બાકાત રાખવાની જાહેરાત કરી હતી.

બોમ્બ શોધવા અને સુરક્ષિત રીતે નિકાલ કરવા નેવી ડાઇવર્સની એક ટીમને ડાર્વિન મોકલવામાં આવી હતી. ડાઇવર્સની આ ટીમ ક્લિયરન્સ ડાઇવ ટીમ વન તરીકે ઓળખાય છે. ક્લિયરન્સ ડાઈવ ટીમ વનના એક્ઝિક્યુટિવ ઓફિસર લેફ્ટનન્ટ મેથ્યુ સ્મિથે જણાવ્યું હતું કે બ્લાસ્ટ સમયે નબળી દૃશ્યતા જેવા પડકારો હતા.

આ રીતે વિસ્ફોટને આપ્યો અંજામ

તેણે કહ્યું, “એકવાર ડાઇવર્સને તે મળી ગયા પછી, અમે સંભવિત ડમી બોમ્બ યુનિટ હોવાનું માનીને વસ્તુની ટોચ પર પ્લાસ્ટિક વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો. પછી અમે દૂરથી નિયંત્રિત વિસ્ફોટ કર્યો.” તેમણે કહ્યું કે ઓપરેશનથી અમને વિશ્વાસ મળ્યો છે કે આ બોમ્બનો સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બોમ્બની માહિતી કેવી રીતે મળી?

તે જ સમયે, સંરક્ષણ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આઇટમને સંભવિત ડમી બોમ્બ તરીકે ઓળખવામાં આવી હતી જેનો ઉપયોગ એરક્રાફ્ટ દ્વારા પ્રેક્ટિસને લક્ષ્ય બનાવવા માટે કરવામાં આવ્યો હતો. આ બોમ્બ બીજા વિશ્વયુદ્ધનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ 80 વર્ષ જૂના બોમ્બની જાણ ત્યારે થઈ જ્યારે સર્વેકર્તાઓએ પ્રસ્તાવિત ડાર્વિન શિપ લિફ્ટની આસપાસ સમુદ્રની સપાટીને વિસ્તૃત કરી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લાનિંગ અને લોજિસ્ટિક્સના ઉત્તરીય પ્રદેશ વિભાગ અનુસાર આ બોમ્બ ડાર્વિનના ઈસ્ટ આર્મ બાર્જ રેમ્પથી લગભગ 330 મીટર દક્ષિણમાં મળી આવ્યો હતો.

Published On - 9:12 pm, Tue, 27 September 22

Next Article