ભારત-ચીનની વચ્ચે આ અઠવાડિયે થઈ શકે છે કોર કમાન્ડર લેવલની 11મી બેઠક

|

Mar 21, 2021 | 10:55 PM

પૂર્વ લદ્દાખમાં ચીન અને ભારતની વચ્ચે વિવાદનો હલ કરવા માટે બંન જ દેશોની વચ્ચે કોર કમાન્ડર લેવલની 11માં રાઉન્ડની બેઠક આ અઠવાડિયે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત-ચીનની વચ્ચે આ અઠવાડિયે થઈ શકે છે કોર કમાન્ડર લેવલની 11મી બેઠક

Follow us on

પૂર્વ લદ્દાખમાં ચીન અને ભારતની વચ્ચે વિવાદનો હલ કરવા માટે બંન જ દેશોની વચ્ચે કોર કમાન્ડર લેવલની 11માં રાઉન્ડની બેઠક આ અઠવાડિયે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત અને ચીનની વચ્ચે ગયા વર્ષે એપ્રિલ-મે મહિનાથી ચાલી રહેલા સીમા વિવાદોને હલ કરવા માટે બંને દેશોની વચ્ચે કોર કમાન્ડર લેવલની 10 બેઠકો પહેલા જ થઈ ચૂકી છે.

 

ગયા અઠવાડિયે બંને દેશોની વચ્ચે કૂટનીતિક લેવલ પર બેઠક થઈ છે. હવે આ બેઠક બાદ જણાવવામાં આવી રહ્યું છે કે બંને જ દેશોની વચ્ચે કોર કમાન્ડર લેવલની વાતચીત ઝડપી જ એટલે કે આ અઠવાડિયે જ થઈ શકે છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આ વાતચીતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોની વચ્ચે ગોગરા હાઈટ્સ, CNC જંક્શન અને ડેપ્સાંગ પ્લેસ ક્ષેત્રોને લઈ ચાલી રહેલા વિવાદને સોલ્વ કરવા પર રહેશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

બંને જ દેશ ઈચ્છે છે કે જે રીતે ગયા મહિને પેંગોગ લેક એરિયામાં બંને દેશઓએ આ વિસ્તારને અસૈન્યીકરણ કર્યુ. પોત-પોતાના સૈનિકોને પરત વિવાદથી પહેલાવાળી જગ્યાએ બોલાવી લીધા. આ પ્રકારે બાકી વિસ્તારમાં ચાલી રહેલા સીમા વિવાદોની વાતચીતથી જ હલ કરવામાં આવશે. ભારત તેની પર ડેપ્સાંગ પ્લેસ એરિયા પર વિસ્તારથી વાતચીત કરવા ઈચ્છે છે. જ્યાં ચીને 3 હજારથી વધારે સૈનિક અને ભારે સૈન્ય વાહન જમા રાખ્યા છે.

 

ગયા મહિને બંને જ દેશોએ પેંગોગ લેકની આસપાસથી પોતાના સૈનિકને પરત બોલાવી લીધા હતા. સાથે જ ત્યાં એવી જ સ્થિતિ સુનિશ્ચિત કરવામાં આવી જે એપ્રિલ 2020 પહેલા હતી. આર્મી ચીફે આ વાત માટે ભારત સરકારની મંજૂરીની પ્રશંસા કરી હતી. સાથે જ NSA અજીત ડોવાલના સ્પેશિયલ ઈનપુટ માટે પણ આભાર માન્યો હતો.

 

આ પણ વાંચો: કોરોના બેકાબૂ: ગુજરાત સરકારે સીનિયર IAS અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા

Next Article