કોરોના બેકાબૂ: ગુજરાત સરકારે સીનિયર IAS અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા

ગુજરાતમાં Coronaનું સંકમણ વધતાં રાજ્ય સરકાર હરકતમાં આવી છે. તેમજ સીનિયર આઈએએસ અધિકારીઓને જિલ્લાવાર જવાબદારી સોંપવામાં આવી છે.

કોરોના બેકાબૂ: ગુજરાત સરકારે સીનિયર IAS અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા
Corona uncontrollable Gujarat
Follow Us:
| Updated on: Mar 24, 2021 | 3:36 PM

ગુજરાતમાં Coronaનું સંકમણ વધતાં રાજ્ય સરકાર હરકતમાં આવી છે. તેમજ સીનિયર આઈએએસ અધિકારીઓને જિલ્લાવાર જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આ અધિકારીઓ જે તે જિલ્લાની કોરોના કંટ્રોલ સહિતની અન્ય કામગીરીની સમીક્ષા કરશે અને સૂચનો પણ આપશે. આ અંગે બહાર પાડેલા પરિપત્ર મુજબ

ડો. રાજીવકુમાર ગુપ્તાને- અમદાવાદ,

ડો. વિનોદ રાવ – વડોદરા, છોટા ઉદેપુર

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

ડો. રાહુલ ગુપ્તા – રાજકોટ,

એ.કે. રાકેશ- અમદાવાદ ગ્રામ્ય,

સુનયના તોમર – ગાંધીનગર

એ. કે. સોલંકી – અમરેલી

શાહમીના હુસેન – ભરૂચ,

મનીષ ભારદ્વાજ – જૂનાગઠ

સોનલ મિશ્રા – ભાવનગર

મમતા વર્મા – પાટણ

રાજેશ માંજુ – પંચમહાલ

રૂપવંત સિંહ – મોડાસા- અરવલ્લી

સંજીવ કુમાર – બોટાદ

ડી. જી. પટેલ- પોરબંદર અને ગીર સોમનાથ

એન.બી. ઉપાધ્યાય- જામનગર

આ ઉપરાંત નોવેલ Corona વાઈરસના કંટ્રોલ અને વેક્સિનની કામગીરીની સમીક્ષા કરવા માટે પણ અન્ય  સાત આઈએએસ અધિકારીઓની નિમણૂક કરી છે. આ અધિકારીઓને નોવલ Corona વાઈરસ સંદર્ભે જિલ્લાની મુલાકાત લેવા, કામગીરીની સમીક્ષા કરવા તેમને તાત્કાલિક અસરથી અગ્રતાના ધોરણે સૂચના આપવામાં આવે છે. જેમાં

એસ. જે. હૈદર – નર્મદા ધનંજય ત્રિવેદી – મહેસાણા એમ. થેનનારસન – સુરત મોહમદ શાહિદ – ખેડા વિજય નહેરા – બનાસકાંઠા અવંતિકા સિંહા ઔલખ – આણંદ રાજકુમાર બેનિવાલ -દાહોદ

ગુજરાતમાં કોરોના બેકાબૂ રવિવારે 1,580 કેસ નોંધાયા 

ગુજરાતમાં Coronaના કેસમાં સતત વધારો નોંધાયો છે. જેમાં ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1,580 કેસ નોંધાયા છે. જ્યારે સાત લોકોના મોત થયા છે. જ્યારે કુલ 989 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,75,238 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 95.80 ટકાએ છે. ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 7,321 એક્ટિવ કેસ છે. જેમાં 71 લોકો વેન્ટિલેટર પર છે અને 7,250 લોકો સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધી કોરોનાના લીધે 4,450 લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Coronaના લીધે 7 લોકોએ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Coronaના લીધે 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરા 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાના વધતાં કેસ પર નજર કરીએ તો આજે સુરતમાં કુલ 510, અમદાવાદ શહેરમાં 443, વડોદરામાં 132, રાજકોટમાં 130, ખેડામાં 31, ગાંધીનગરમાં 31, પાટણમાં 13, આણંદમાં 12, નર્મદામાં 12 અને મહીસાગરમાં 10 કેસ નોંધાયા છે. જ્યારે બાકીના જિલ્લામાં કોરોનાના કેસ 10થી ઓછા નોંધાયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 443 કેસ અને ત્રણ લોકોના મોત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">