માતા હિંદુ, પિતા ઈસાઈ…. ક્યાં ધર્મમાં માને છે થલપતિ વિજય? બની શકે છે તામિલનાડુ આગામી CM

તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં, થલાપતિ વિજયે પોતાની હાજરીથી મુખ્ય વર્ષોથી તમિલનાડુની રાજનીતિમાં સિક્કો જમાવી ચુકેલા રાજકીય પક્ષોને ચોંકાવી દીધા છે.થલાપતિ વિજયની પાર્ટી, TVK ને 108 સીટો મળી છે.

માતા હિંદુ, પિતા ઈસાઈ.... ક્યાં ધર્મમાં માને છે થલપતિ વિજય? બની શકે છે તામિલનાડુ આગામી CM
| Updated on: May 05, 2026 | 5:55 PM

વિજયને તામિલનાડુ આગામી મુખ્યમંત્રી માટે સંભવિત ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં TVK ના પ્રભાવશાળી પ્રદર્શનથી માત્ર પાર્ટીના કાર્યકરો જ નહીં પરંતુ વિજયના પરિવારને પણ આનંદ થયો છે. વિજય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે; ઈન્ટરનેટ પર તેનુ નામ ખૂબ સર્ચ થઈ રહ્યુ છે તો કેટલાક લોકો તેના ધર્મ વિશે પણ જાણવા ઉત્સુક છે.

દક્ષિણ ભારતીય સિનેમા (કોલીવુડ) ના સુપરસ્ટાર થલાપતિ વિજયનું પૂરું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેમનું પૂરું નામ ઘણીવાર તેમની ધાર્મિક ઓળખ અંગે લોકોમાં મૂંઝવણ પેદા કરે છે. પરિણામે, તેમના અનેક ફેન્સને તેના ધર્મ વિશે કોઈ જાણકારી નથી.

થલાપતિ વિજયનો જન્મ તમિલનાડુના એક કેથોલિક ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેમના પિતા, એસ.એ. ચંદ્રશેખર, તમિલ સિનેમાના એક પ્રખ્યાત દિગ્દર્શક છે જેમણે વિજયને સુપરસ્ટાર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિજયની માતા, શોભા ચંદ્રશેખર, એક પાર્શ્વ ગાયિકા છે જે હિન્દુ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. એક મુલાકાતમાં, તેમણે ખુલાસો કર્યો કે તેમના માતાપિતાએ લવમેરેજ કર્યા હતા.

થલાપતિ વિજય કયા ધર્મનું પાલન કરે છે?

વિજયના પિતા ખ્રિસ્તી છે અને માતા હિન્દુ છે, તેમ છતાં વિજય પોતે ચોક્કસ ધાર્મિક ઓળખ કરતાં જાહેરમાં માનવતા અને સામાજિક મૂલ્યો સાથે ઓળખાવાનું વધુ પસંદ કરે છે. તેના પારિવારિક સંસ્કાર અને વ્યક્તિગત મૂલ્યોમાં તેની ઝલક જોવા મળે છે. તેમના પિતા ખ્રિસ્તી હોવા છતાં, વિજય વારંવાર તેમની માતા સાથે વિવિધ દેવતાઓને સમર્પિત હિન્દુ મંદિરોની મુલાકાત લે છે. તેઓ ઘણીવાર તેમના કપાળ પર ચંદનનું તિલક અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલા જોવા મળે છે.

વિજયના માતા સાંઈ બાબાના મોટા ભક્ત છે. થોડા સમય પહેલા, તેમણે ચેન્નાઈના કોરાટ્ટુરમાં સાંઈ બાબાના એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યુ હતું. તેમની માતાની સાંઈ બાબાનું એક મંદિર બનાવવા લાંબા સમયથી ઇચ્છા હતી. વિજયે કોઈ પણ ધામધૂમ કે પ્રચાર વિના તેની માતાની આ ઇચ્છા પૂર્ણ કરી. વિજયની માતા કહે છે કે તેના માટે આ પવિત્ર સ્થાન એક મંદિર કરતા પણ ઘણુ વિશેષ છે. આ પવિત્ર સ્થળને તેમના માટે ફક્ત એક મંદિર કરતાં વધુ મહત્વપૂર્ણ ગણાવે છે.

બંગાળમાં ‘મા માટી માનુષ’નો ખેલ ખતમ, હવે ખેલા હોબે નહીં પરંતુ ‘જય શ્રી રામ’ બોલશે બંગાળ

Published On - 5:54 pm, Tue, 5 May 26

Follow Us