તેજસે નથી લીધી MIG-21 ફાઈટર વિમાનની જગ્યા, વાયુસેનાને આધુનિક બનાવવા માટે કરવામાં આવ્યું સામેલ: રક્ષા મંત્રાલય

|

Dec 20, 2021 | 10:53 PM

24 તેજસ ફાઈટર વિમાનોને બનાવવામાં કુલ 6,653 કરોડનો ખર્ચ આવ્યો છે. ત્યારે એક તેજસ વિમાનની કિંમત લગભગ 277 કરોડ આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતે ફ્રાંસથી 36 રાફેલ ફાઈટર વિમાન કુલ 59 હજાર કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

તેજસે નથી લીધી MIG-21 ફાઈટર વિમાનની જગ્યા, વાયુસેનાને આધુનિક બનાવવા માટે કરવામાં આવ્યું સામેલ: રક્ષા મંત્રાલય
File Image

Follow us on

તેજસ વિમાન (Tejas Plane)ને MIG-21 ફાઈટર વિમાનના (MIG-21 fighter aircraft) સ્થાન પર નહીં પણ તેને ભારતીય વાયુસેનાના આધુનિકીકરણના એક ભાગ તરીકે સામેલ કરવામાં આવ્યુ છે. રક્ષા મંત્રાલયે (Indian Air Force) સોમવારે તેની જાણકારી આપી. રક્ષા રાજ્ય મંત્રી અજટ ભટ્ટે આજે રાજ્યસભામાં બૃજલાલને એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું ‘તેજસને MIG-21 ફાઈટર વિમાનના રિપ્લેસમેન્ટના રૂપમાં નહીં પણ IAFના આધુનિકીકરણના એક ભાગ તરીકે સામેલ કરવામાં આવી રહ્યું છે’.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે કહ્યું 30 સપ્ટેમ્બર 2021 સુધી ડિલિવર કરેલા ફાઈટર વિમાન તેજસ પર અત્યાર સુધી 6,653 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. IAF દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે કોન્ટ્રાક્ટને ધ્યાનમાં રાખતા કુલ 123 તેજસ ફાઈટર વિમાનનું નિર્માણ કરવામાં આવશે. તેજસ વિમાનોનું આગળનું ઉત્પાદન ભારતીય રક્ષા સેવાઓ અને ગ્રાહકોને નિકાસની આવશ્યકતા પર નિર્ભર કરે છે. સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બર 2021એ શરૂ થયું હતું અને 23 ડિસેમ્બર 2021 સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

 

ત્યારે 24 તેજસ ફાઈટર વિમાનોને બનાવવામાં કુલ 6,653 કરોડનો ખર્ચ આવ્યો છે. ત્યારે એક તેજસ વિમાનની કિંમત લગભગ 277 કરોડ આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતે ફ્રાંસથી 36 રાફેલ ફાઈટર વિમાન કુલ 59 હજાર કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ત્યારે રાફેલની કિંમત લગભગ 1,638 કરોડ આવે છે.

HALનું હવાઈ ઈલેક્ટ્રોનિક સિસ્ટમના સપ્લાય માટે બીઈએલ સાથે જોડાણ

આ પહેલા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે (HAL) એલસીએ તેજસ એમકે 1એ ફાઈટર વિમાનના હવાઈ ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમના ઉત્પાદન અને પુરવઠા માટે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. (BEL)ની સાથે રૂ. 2,400 કરોડના કરાર કર્યા. બીઈએલએ ગયા અઠવાડિયે એક નિવેદનમાં કહ્યું કે 2023થી 2028 સુધી 5 વર્ષના કરારમાં ડિજિટલ ફ્લાઈટ કંટ્રોલ કોમ્યુટર, એર ડેટા કોમ્યુટરનો સપ્લાય સામેલ છે.

 

તે સિવાય આ કરાર હેઠળ બીઈએલ દ્વારા રડાર ચેતવણી રિસિવરથી સંબંધિત એલઆરયુથી સંબંધિત મહત્વપૂર્ણ એવિયોનિક લાઈન રિપ્લેસેબલ યૂનિટસ અને હેડ અપ ડિસ્પ્લેનો પણ સપ્લાય કરવામાં આવશે. HAL મુજબ આ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે, જે કંપનીને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વધારવા માટે કોઈ પણ ભારતીય કંપનીને આપ્યો છે.

 

આ પણ વાંચો: GUJARAT : કોરોનાના નવા 70 કેસ, વડોદરામાં ઓમિક્રોન, પેપરલીક તેમજ અન્ય અગત્યના સમાચાર વાંચો એક ક્લિકમાં

 

 

આ પણ વાંચો: સાંસદ વરુણ ગાંધીનું મોટું નિવેદનઃ ખાનગીકરણના નામે બધું વેચાઈ રહ્યું છે, કરોડો લોકોને બરબાદ કરવાનું ષડયંત્ર

Next Article