TamilNadu : એક જ દિવસમાં 164 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો, એક વ્યક્તિ દારૂબોટલની પૂજા કરતો જોવા મળ્યો

|

Jun 15, 2021 | 8:08 PM

TamilNadu : રાજય સરકારે મર્યાદિત સમય માટે 27 જિલ્લામાં દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય કર્યો છે. જેથી નશાના શોખીનો દારૂ ખીરદવા ઉમટી પડયા હતા. અને, એક જ દિવસમાં તામિલનાડુમાં અધધધ કિંમતનો દારૂ વેચાયો છે.

TamilNadu : એક જ દિવસમાં 164 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો, એક વ્યક્તિ દારૂબોટલની પૂજા કરતો જોવા મળ્યો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

TamilNadu : રાજય સરકારે મર્યાદિત સમય માટે 27 જિલ્લામાં દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય કર્યો છે. જેથી નશાના શોખીનો દારૂ ખીરદવા ઉમટી પડયા હતા. અને, એક જ દિવસમાં તામિલનાડુમાં અધધધ કિંમતનો દારૂ વેચાયો છે.

તામિલનાડુમાં દારૂની દુકાનો શરૂ થયાના બાદ માત્ર એક જ દિવસમાં 164 કરોડ રૂપિયાનો દારૂ વેચાઇ છે. આ દરમિયાન મદુરાઈમાં એક શખ્સ દારૂની શોપની બહાર દારૂની બોટલની પૂજા કરતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વ્યક્તિએ દુકાનના પગથિયા પર માટીનો દીવો પ્રગટાવ્યો અને બોટલ ખરીદ્યા બાદ તેમની પૂજા કરવાનું શરૂ કર્યું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તામિલનાડુ સરકારે રાજ્યવ્યાપી લોકડાઉન 29 જૂન સુધી વધાર્યું છે. જોકે, રાજ્ય સરકારે મર્યાદિત સમય માટે 27 જિલ્લામાં તમિલનાડુ રાજ્ય માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દારૂની દુકાનો શરૂ કરી છે. સરકારના આદેશ બાદ દુકાનો ખોલવામાં આવી છે. ત્યારે તમામ લોકો દારૂ ખરીદવા ત્યાં પહોંચ્યા હતા. આ લોકોમાંથી એક વ્યક્તિ શરાબની બોટલની પૂજા કરતો જોવા મળ્યો છે.જેને લઇને લોકોમાં ભારે અચરજ ફેલાયું છે.

દારૂને લગતા ઘણા વિડીયો લોકડાઉનમાં વાયરલ થયા હતા

દારૂની દુકાનમાં હાજર કેટલાક લોકોએ આખી ઘટના નોંધી હતી. વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોરોના નિવારણ માટે લોકડાઉન અને પ્રતિબંધો અમલમાં આવ્યા ત્યારથી, દેશભરમાં દારૂ સાથે જોડાયેલી અનેક વિચિત્ર ઘટનાઓ સામે આવી છે. એપ્રિલની શરૂઆતમાં, દિલ્હીમાં દારૂ ખરીદવા માટે આવેલી એક વૃદ્ધ મહિલા ચર્ચાનો વિષય બની હતી. તેણે દારૂ અંગે જે કહ્યું તે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગઈ.

તામિલનાડુની 5,338 દુકાનોમાંથી, સોમવારે 2,900 ફરી ખુલી. આ દરમિયાન, મદુરાઇ ક્ષેત્રમાં સૌથી વધુ 49.54 કરોડ રૂપિયામાં દારૂ વેચાયો, ત્યારબાદ ચેન્નાઇમાં 42.96 કરોડ રૂપિયા, સાલેમમાં 38.72 કરોડ અને ત્રિચિમાં 33.65 કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું છે.

Published On - 8:03 pm, Tue, 15 June 21

Next Article