Tajinder Singh Bagga: મોડી રાત્રે હાજર થયા બાદ તેજિન્દર પાલ સિંહ બગ્ગાને ઘરે મોકલી દેવાયા, કહ્યું- બીજેપી કાર્યકર કોઈથી ડરશે નહીં

|

May 07, 2022 | 6:47 AM

ઘરે પહોંચ્યા બાદ દિલ્હી (Delhi)બીજેપી પ્રવક્તા તજિન્દર પાલ સિંહ બગ્ગા(Tajinder Singh Bagga)એ કહ્યું કે જો અરવિંદ કેજરીવાલ સમજે છે કે ધમકીઓ અને એફઆઈઆર અમને ડરાવે છે, તો હું કહેવા માંગુ છું કે અમે આ લડાઈ લડતા રહીશું.

Tajinder Singh Bagga: મોડી રાત્રે હાજર થયા બાદ તેજિન્દર પાલ સિંહ બગ્ગાને ઘરે મોકલી દેવાયા, કહ્યું- બીજેપી કાર્યકર કોઈથી ડરશે નહીં
After appearing late at night, Tejinder Pal Singh Bagga was sent home

Follow us on

Tajinder Singh Bagga: દિલ્હી ભારતીય જનતા પાર્ટી(Bhartiya Janta Party)ના પ્રવક્તા તેજિન્દર પાલ સિંહ બગ્ગા(Tajinder Singh Bagga)ને મોડી રાત્રે મેજિસ્ટ્રેટના ઘરે હાજર કરાયા બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં બગ્ગાના ઘરે પરત ફરતા તેમના ઘરે ઉત્સવનો માહોલ છે. બગ્ગાના ઘરે દિલ્હી ભાજપ(Delhi BJP)ના પ્રદેશ અધ્યક્ષ સહિત અનેક નેતાઓ અને ભાજપના નેતાઓ હાજર છે. ઘરે પહોંચ્યા પછી બગ્ગાએ કહ્યું કે જો અરવિંદ કેજરીવાલ સમજે છે કે ધમકીઓ અને એફઆઈઆર અમને ડરાવે છે, તો હું કહેવા માંગુ છું કે અમે આ લડાઈ લડતા રહીશું ભલે તમે એક નહી 100 FIR કેમ નથી કરતા.

બગ્ગાએ વધુમાં કહ્યું કે જે લોકો માને છે કે તેઓ પોલીસની મદદથી કંઈ પણ કરી શકે છે, હું તેમને કહેવા માંગુ છું કે ભાજપના કાર્યકર કોઈથી ડરશે નહીં. મને સમર્થન કરવા બદલ હું હરિયાણા, દિલ્હી પોલીસ અને ભાજપના તમામ કાર્યકરોનો આભાર માનું છું. બગ્ગાએ કહ્યું કે અમે તે ધર્મમાંથી આવ્યા છીએ, જેમણે કાશ્મીરી પંડિતો માટે બલિદાન આપ્યું હતું. વધુમાં કહ્યું કે તમારી પોલીસ મને ધમકી આપે છે કે જેઓએ કાશ્મીર ફિલ્મ પર નિવેદન આપ્યું હતું તે નિવેદનને પાછુ ખેંચી લેસો તો અમે તમારા પર લાગેલા કેસને પાછો ખેંચી લેવા માટેનો વિચાર કરીશું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બીજેપી નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગાના ઘરે પહોંચ્યા

આ સત્યની જીત છે- તેજિન્દર સિંહ બગ્ગાના પિતા

બીજી તરફ, તેજિંદર સિંહ બગ્ગાના પિતા પીએસ બગ્ગાએ કહ્યું કે પોલીસ અધિકારીઓ તેજિંન્દર ખેંચવા લાગ્યા, તેઓએ તેને પાઘડી પહેરવા દીધી નહીં. આ આપણા ધાર્મિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે. અમે પંજાબી ભાઈઓને આની સામે અવાજ ઉઠાવવા કહ્યું છે. આખરે તેજિન્દર પાછો આવ્યો, એ સત્યની જીત છે.

દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે આ સત્યની જીત, લોકશાહીની જીત અને ન્યાયની જીત છે. ભાજપનો કાર્યકર ન્યાય માટે લડતો રહેશે. અમે કોઈનાથી ડરતા નથી. અન્યાય સામે રસ્તા પર ઉતરીશું. અગાઉ, આમ આદમી પાર્ટીએ શુક્રવારે દાવો કર્યો હતો કે તાજિન્દર પાલ સિંહ બગ્ગાને પંજાબ પોલીસે રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ અને હિંસા ભડકાવવાના પ્રયાસના આરોપમાં દિલ્હીથી ધરપકડ કરી છે. પક્ષે બદલો લેવાના ભાજપના આરોપને પણ ફગાવી દીધો. પંજાબમાં વિપક્ષે રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તે હરીફો પર બદલો લેવા માટે પોલીસનો દુરુપયોગ કરી રહી છે.

Next Article