દીદીને તેના જ ગઢમાં પડકારી બંગાળની જીતના સૌથી મોટા નાયક બનનારા શુભેન્દુ અધિકારી કોની પાસેથી શીખ્યા રાજનીતિની ABCD? – વાંચો

રામાયણના કાળથી ચાલ્યુ આવે છે કે રાજનીતિમાં કોઈ વિભીષણના કારણે રાવણે સત્તા ગુમાવવી પડી છે. મહારાષ્ટ્રમાં શિવસેનામાંથી બળવો કરનારા એકનાથ શિંદે હોય કે અસમમાં કોંગ્રેસમાંથી આવેલા હિમંતા બિસ્વા સરમા અને હવે બંગાળમાં મમતા બેનર્જી સાથે TMC માંથી છેડો ફાડીને ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારી હોય. કહેવાય છે કે કોઈ મજબુત મજબુત કિલ્લાને તોડવા માટે બહારના શત્રુ કરતા અંદરનો હિતશત્રુ વધુ જોખમી હોય છે. અને ભાજપે મમતાની સત્તાનો કિલ્લો ધ્વસ્ત કર્યો તેમા સૌથી મોટો રોલ શુભેન્દુ અધિકારીનો રહ્યો છે.  મમતા સરકારમાં કેબિનેટ મંત્રી સુદ્ધા રહેલા, સૌથી વધુ વિભાગો જેમની પાસે હતા એ શુભેન્દુનો આખરે મમતાથી મોહભંગ શા માટે થયો. તેની પાછળ કયા કારણો રહ્યા હતા. વાંચો વિગતવાર..

દીદીને તેના જ ગઢમાં પડકારી બંગાળની જીતના સૌથી મોટા નાયક બનનારા શુભેન્દુ અધિકારી કોની પાસેથી શીખ્યા રાજનીતિની ABCD? - વાંચો
| Updated on: May 15, 2026 | 4:33 PM

એક સમય હતો જ્યારે શુભેન્દુ અધિકારી મમતા બેનર્જીના સૌથી વધુ વિશ્વાસુ માણસ હતા. મમતા બેનર્જી તેમના પર સૌથી વધુ ભરોસો કરતા હતા. એ જ શુભેન્દુ અધિકારીએ માત્ર 64 મહિનામાં મમતા બેનર્જી પાસેથી પશ્ચિમ બંગાળનું સિંહાસન આંચકી લીધુ.  ગુરુ શિષ્યની લડાઈમાં ગુરુ પર ભારે પડ્યો શિષ્ય એક સમયે મમતાના શિષ્ય ગણાતા આ ગુરુ શિષ્યની લડાઈમાં આખરે જીત શિષ્યની થઈ. શિષ્ય ગુરુ પર ભારે પડી ગયો. શુભેન્દુએ મમતા બેનર્જીનો 15 વર્ષ જૂનો કિલ્લો ધ્વસ્ત કરવામાં BJP ને ઘણી મદદ કરી. BJP માટે ભલે પશ્ચિમ બંગાળ ઘણુ મહત્વપૂર્ણ રહ્યુ હોય પરંતુ તેની પાસે એવો કોઈ નેતા ન હતો જે  મમતાને સીધી ટક્કર આપી શકે. જે મમતા બેનર્જીને તેના જ ગઢમાં પડકારી શકે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો સપોર્ટ તો પુરો હતો પરંતુ જ્યાં સુધી રાજ્યનો કોઈ સ્થાનિક નેતા જ સીધો મમતાના ગઢમાં જઈને તેને પડકારે નહીં ત્યાં સુધી બંગાળ જીતવુ BJP માટે ઘણુ મુશ્કેલ હતુ. આજ કારણ છે કે ભાજપને શુભેન્દુના રૂપમાં એ નેતા મળ્યો. શુભેન્દુ...

Published On - 8:23 pm, Thu, 7 May 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us