વર્ષ 2019નું છેલ્લુ સૂર્યગ્રહણ થઈ ગયુ શરૂ, આ વાતનું રાખો ખાસ ધ્યાન

|

Dec 26, 2019 | 4:15 AM

આજે વર્ષ 2019નું છેલ્લું સૂર્યગ્રહણ શરૂ થઈ ચૂક્યુ છે. આ વર્ષનું ત્રીજુ અને છેલ્લું સૂર્યગ્રહણ હશે. આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 6 જાન્યુઆરીએ થયું હતું અને બીજુ સૂર્યગ્રહણ 2 જુલાઈના રોજ થયું હતું. ત્યારે આજનું સૂર્યગ્રહણ ઘણી રીતે ખાસ માનવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિક આ સૂર્યગ્રહણને ‘રિંગ ઓફ ફાયર’નું નામ આપી રહ્યા છે. આ ગ્રહણમાં માત્ર […]

વર્ષ 2019નું છેલ્લુ સૂર્યગ્રહણ થઈ ગયુ શરૂ, આ વાતનું રાખો ખાસ ધ્યાન

Follow us on

આજે વર્ષ 2019નું છેલ્લું સૂર્યગ્રહણ શરૂ થઈ ચૂક્યુ છે. આ વર્ષનું ત્રીજુ અને છેલ્લું સૂર્યગ્રહણ હશે. આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 6 જાન્યુઆરીએ થયું હતું અને બીજુ સૂર્યગ્રહણ 2 જુલાઈના રોજ થયું હતું. ત્યારે આજનું સૂર્યગ્રહણ ઘણી રીતે ખાસ માનવામાં આવી રહ્યું છે.

વૈજ્ઞાનિક આ સૂર્યગ્રહણને ‘રિંગ ઓફ ફાયર’નું નામ આપી રહ્યા છે. આ ગ્રહણમાં માત્ર સૂર્યનો મધ્ય ભાગ જ છાયડાંના ક્ષેત્રમાં આવે છે. જ્યારે સૂર્યની બહારનો ભાગ પ્રકાશિત રહે છે. આ વર્ષના ત્રીજા સૂર્યગ્રહણને વૈજ્ઞાનિકોએ વલયાકાર ગ્રહણ જણાવ્યું છે. વલયાકાર ગ્રહણમાં સૂર્ય પર પુરી રીતે ગ્રહણ લાગતું નથી.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

2019નું છેલ્લું સૂર્યગ્રહણ ભારત, સાઉદી અરબ, કતાર, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, સુમાત્રા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપુર અને ગુઆમમાં નજર આવશે. તે સિવાય એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના અન્ય ભાગમાં આંશિક ગ્રહણની જેમ જોવા મળશે.

સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે. તે કુલ 5 કલાક 36 મિનિટ સુધી રહેશે. જ્યારે ગ્રહણનો સૂતકકાળ 25 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યો છે. સૂતક લાગ્યા પછી કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવામાં આવતા નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય સમયમુજબ આંશિક સૂર્યગ્રહણ સવારે 8 વાગ્યે શરૂ થયું, જ્યારે વલયાકાર સૂર્યગ્રહણની અવસ્થા સવારે 9.06 વાગ્યે શરૂ થશે. સૂર્યગ્રહણની વલયાકાર અવસ્થા બપોરે 12 કલાક 29 મિનિટે પુરી થશે. જ્યારે ગ્રહણની આંશિક અવસ્થા બપોરે 1 કલાક 36 મિનિટે પુરી થશે.

ભારતના અલગ અલગ ભાગમાં સૂર્યગ્રહણની તસ્વીરો અલગ અલગ હશે. બેંગલુરૂમાં લગભગ 89.4 ટકા સૂર્ય ઢંકાયેલો જોવા મળશે. જ્યારે ચેન્નાઈમાં 84.6 ટકા સૂર્યનો ભાગ ઢંકાયેલો હશે. અમદાવાદમાં સૂર્યનો લગભગ 66 ટકા ભાગ ઢંકાયેલો રહેશે. જ્યારે દિલ્હીમાં 55.5 ટકા ભાગ નજર આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સૂર્યગ્રહણના સમયે આ વાતનું રાખો ખાસ ધ્યાન

માનવામાં આવે છે કે સૂર્યગ્રહણના સમયે સૂર્યના ઘણા હાનિકારક કિરણો નીકળે છે. તેથી લોકોને તે દરમિયાન ઘણી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. સૂર્ય ગ્રહણને ખુલ્લી આંખોએ જોવું યોગ્ય નથી માનવામાં આવતું. વૈજ્ઞાનિક પણ વિકિરણથી બચાવનારા ચશ્મા પહેરીને સૂર્યગ્રહણ દેખવાની સલાહ આપે છે. ઉલ્લેખનીય છે કે ઘણી વેબસાઈટો પર તમે આ સૂર્યગ્રહણને તમારા ફોન પર પણ જોઈ શકો છો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article