અનામત કેટેગરીના ઉમેદવારને સામાન્ય કેટેગરીના ઉમેદવાર જેટલા ગુણ તો તેને સામાન્ય કેટેગરીમાં જ ગણવામાં આવે: સુપ્રીમ કોર્ટ

|

Mar 07, 2021 | 7:21 PM

Supreme court: સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો કે જો કોઈ પછાત વર્ગનો  ઉમેદવાર સામાન્ય  ઉમેદવારોની જેટલા જ ગુણ મેળવે છે તો તેની પ્રવેશ પસંદગી સામાન્ય કેટેગરી હેઠળ રહેશે.

અનામત કેટેગરીના ઉમેદવારને સામાન્ય કેટેગરીના ઉમેદવાર જેટલા ગુણ તો તેને સામાન્ય કેટેગરીમાં જ ગણવામાં આવે: સુપ્રીમ કોર્ટ
Supreme Court

Follow us on

Supreme court: સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો કે જો કોઈ પછાત વર્ગનો  ઉમેદવાર સામાન્ય  ઉમેદવારોની જેટલા જ ગુણ મેળવે છે તો તેની પ્રવેશ પસંદગી સામાન્ય કેટેગરી હેઠળ રહેશે. જ્યારે અનામત વર્ગમાં તે વર્ગ માટે જરૂરી સંખ્યા મેળવતા પછાત વર્ગના ઉમેદવારો માટે રસ્તો ખુલ્લો રહેશે. ન્યાયમૂર્તિ કિશન કૌલની અધ્યક્ષતાવાળી સુપ્રીમની ખંડપીઠે તામિલનાડુ સરકાર સરકારી સેવકો (સેવાની શરતો) અધિનિયમ, 2016ના સેક્શન 27(f) અંગે ચુકાદો આપ્યો છે.

 

અરજદારનો આરોપ, આરક્ષણ  ધ્યાને ન લેવાયું 
કેસમાં અરજદારે પોસ્ટ ગ્રેજ્યુએટ આસિસ્ટન્ટ (Post Graduate Assistants) અને ફિઝીકલ એજ્યુકેશન ડાયરેક્ટર (Physical Education Directors)ની ગ્રેડ-1ની ભરતી અંગે અપીલ દાખલ કરી હતી. અરજદારે દાવો કર્યો હતો કે સંબંધિત ભરતીમાં  પ્રવેશની પ્રોવિઝનલ યાદીની તપાસ કરતા તેમણે જોયું કે મોસ્ટ બેકવર્ડ ક્લાસ (MBC) હેઠળ વર્ગીકૃત કરાયેલા કેટલાક ઉમેદવારોની પસંદગી કોઈપણ અનામતને ધ્યાનમાં લીધા વગર કરવામાં આવી હતી. સામાન્ય કેટેગરીમાં ખાલી જગ્યાઓ હેઠળ આ ઉમેદવારોની વિચારણા કરવામાં આવતી નહોતી, પરંતુ મોસ્ટ બેકવર્ડ ક્લાસ (MBC) અને ડીનોટિફાઈડ કમ્યુનિટી (DNC) ક્વોટા હેઠળ નિમણૂક કરવામાં આવી હતી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

તમિલનાડુ સરકારે આપ્યો આ જવાબ
તમિલનાડુ રાજ્યની દલીલ છે કે સેક્શન27ને મેરીટના આધારે પસંદગી સાથે કોઈ લેવા-દેવા નથી. સેક્શન27 ફક્ત તે તબક્કે આરક્ષણની સ્થિતિને લાગુ પડે છે. આરક્ષિત ખાલી જગ્યાઓ માટે “અલગ જૂથો” માટે બે યાદી બનાવવી જરૂરી છે, એટલે કે એક પ્રોવિઝનલ (કામચલાઉ)યાદી અને બીજી ફાઈનલ યાદી. દલીલ કરવામાં આવી હતી કે પસંદ કરેલા હોંશિયાર ઉમેદવારોને સૂચીના આ ભાગ સાથે કાઈ લાગતું વળગતું નથી. એટલે કે જે આરક્ષણ કેટેગરીના ઉમેદવારનું મેરીટ ઊંચું છે, તેને આ આરક્ષણની બંને યાદી સાથે કાઈ લાગતું વળગતું નથી.

 

સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટનું અવલોકન અને નિર્દેશ
સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે તામિલનાડુ સરકાર સરકારી સેવકો (સેવાની શરતો) અધિનિયમ, 2016ના સેક્શન 27(f)ફક્ત જણાવે છે કે જો આરક્ષણ હેઠળ આવતા સમુદાયના ઉમેદવારોની આવશ્યક સંખ્યા ઉપલબ્ધ ન હોય, તો વર્તમાન વર્ષમાં જે જગ્યાઓ માટે પસંદગી થઈ શકી નથી, તે જગ્યાઓનો બેકલોગ માની અન્ય ઉમેદવારોથી ભરવાની રહેશે. આ સાથે જ કોર્ટે કહ્યું કે અનામત કેટેગરી ઉમેદવારને સામાન્ય ઉમેદવાર જેટલા ગુણ હોય તો તેને સામાન્ય કેટેગરીમાં જ ગણવામાં આવે. 

 

આ પણ વાંચો: IPL 2021: ક્યા સ્થળે અને કઈ તારીખે, કોણ કોની સામે ટકરાશે, જાણો IPL ટુર્નામેન્ટનું પુરુ શિડ્યુલ

Next Article