દિલ્હીના પૂર્વ ધારાસભ્ય રામબીર શૌકીનને ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો કર્યો ઈન્કાર

|

Feb 14, 2022 | 3:43 PM

મળતી માહિતી મુજબ રામબીર શૌકીન ગેંગસ્ટર નીરજ બવાનાનો નજીકનો સાથી છે. કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યુ છે કે તે ગેંગસ્ટરનો કાકા લાગે છે અને કથિત રીતે તેની સાથે ગેરકાયદેસર કામ કરતો હતો.

દિલ્હીના પૂર્વ ધારાસભ્ય રામબીર શૌકીનને ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો કર્યો ઈન્કાર
Supreme Court (File Photo)

Follow us on

Delhi: દિલ્હીના પૂર્વ ધારાસભ્ય રામબીર શૌકીનની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. સોમવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે જેલ ઓથોરિટીને શૌકીનની (Rambir Shaukeen) સારવાર માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યુ છે. તમને જણાવી દઈએ કે, શૌકીને સારવાર માટે કોર્ટમાં જામીનની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં તેને ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) દ્વારા સૌ પ્રથમવાર કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. જોકે, બાદમાં ડિસેમ્બર 2020માં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રામબીર શૌકીન ગેંગસ્ટર નીરજ બવાનાનો નજીકનો સાથી છે. કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યુ છે કે તે ગેંગસ્ટરનો કાકા લાગે છે અને કથિત રીતે તેની સાથે ગેરકાયદેસર કામ કરતો હતો.

મુંડકા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા

તમને જણાવવુ રહ્યુ કે શૌકીન વર્ષ 2013માં દિલ્હી વિધાનસભાની મુંડકા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. બાદમાં બહાર આવ્યુ હતુ કે તે ચૂંટણી લડવા માટે ગુનેગાર ગેંગનો ઉપયોગ કરી રહ્યો છે. જેના દ્વારા તે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા વધારવા માંગતો હતો અને પૈસા સંબંધિત લાભ પણ મેળવવા માંગતો હતો.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

2015માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો

મીડિયા રિપોર્ટ્સમાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2015માં રામબીર શૌકીનને મકોકાના એક કેસમાં ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. આ માટે તેની 27 નવેમ્બર 2016ના રોજ ધરપકડ પણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 9 એમએમની પિસ્તોલ અને બે કારતૂસ મળી આવ્યા હતા. 8 માર્ચ 2017ના રોજ તેમની સામે ચાર્જશીટ (Charge Sheet) પણ દાખલ કરવામાં આવી હતી. જો કે, 26 સપ્ટેમ્બર, 2018ના રોજ તે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાંથી ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. બે વર્ષ સુધી ફરાર રહ્યા બાદ 2020માં તેની ધરપકડ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને, દેવેન્દ્ર ફડણવીસના બંગ્લાની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓનું આંદોલન

Published On - 3:42 pm, Mon, 14 February 22

Next Article