લોકડાઉન દરમિયાન રદ કરાવેલી ફ્લાઈટની ટિકિટના નાંણા તાત્કાલિક ચૂકવવા સુપ્રિમનો આદેશ

|

Oct 01, 2020 | 1:54 PM

સુપ્રિમ કોર્ટે લોકડાઉનના સમય દરમિયાન, રદ કરાવેલ ફ્લાઈટની ટિકિટનુ રિફંડ, તાત્કાલિક ચૂકવવા માટે એરલાઈન્સને, આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, જો લોકડાઉન દરમિયાન મુસાફરી માટે, ફ્લાઈટની ટિકિટ હોય તો, તેના નાણા એરલાઈન્સે પરત કરવા જોઈએ. અને જો લોકડાઉન બાદ મુસાફરીની ટિકિટ કેન્સલ કરાવી હોય તો, તેના નાણા ત્રણ સપ્તાહમાં ચૂકવવા આદેશ કર્યો છે. […]

લોકડાઉન દરમિયાન રદ કરાવેલી ફ્લાઈટની ટિકિટના નાંણા તાત્કાલિક ચૂકવવા સુપ્રિમનો આદેશ

Follow us on

સુપ્રિમ કોર્ટે લોકડાઉનના સમય દરમિયાન, રદ કરાવેલ ફ્લાઈટની ટિકિટનુ રિફંડ, તાત્કાલિક ચૂકવવા માટે એરલાઈન્સને, આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, જો લોકડાઉન દરમિયાન મુસાફરી માટે, ફ્લાઈટની ટિકિટ હોય તો, તેના નાણા એરલાઈન્સે પરત કરવા જોઈએ. અને જો લોકડાઉન બાદ મુસાફરીની ટિકિટ કેન્સલ કરાવી હોય તો, તેના નાણા ત્રણ સપ્તાહમાં ચૂકવવા આદેશ કર્યો છે. આ ચુકાદાના પગલે, ગુજરાત સહીત દેશના અન્ય પ્રદેશના હજ્જારો મુસાફરોને રાહત મળશે.

સુપ્રિમ કોર્ટે ડાયરેકટર જનરલ ઓફ સિવીલ એવીએશન DGCA દ્વારા ક્રેડીટ સેલ દ્વારા એરલાઈન્સ દ્વારા લોકડાઉન દરમિયાન રદ કરાવેલ ટિકિટનુ રીફંડ ચૂકવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જો ટિકિટ એજન્ટે વેચી હોય તો એર ટિકિટ માટે રિફંડ શેલ પણ એજન્ટના માધ્યમથી જ આપવુ.

લોકડાઉન દરમિયાન એટલે કે 25 માર્ચથી 24 મે 2020 સુધીના સમયગાળામાં ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ઉડ્ડયન રદ કરી દેવામાં આવ્યું હતું. આ સમયગાળા માટે ટિકિટ બુક કરાવેલ હોય અને તેને રદ કરાવ્યા બાદ મુસાફરોએ રિફંડ માંગ્યું હતું. પરંતુ એરલાઈન્સ દ્વારા નાણાં ચૂકવવાના બદલે, મુસાફરોને ક્રેડીટ શેલ આપવા લાગ્યા હતા. એટલે કે ખરીદેલી ટિકિટની કિંમત જેટલી જ રકમની ટિકીટ તેઓ, કોઈ પણ પ્રકારે નાણા ચૂકવ્યા વિના બુક કરાવી શકશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

કોર્ટે આની સામે આદેશ આપતા કહ્યું કે, એરલાઈન્સે, કેન્સલ કરાવેલ ટિકિટના પૂરેપૂરા નાણાં પરત કરવા પડશે. તેમાં કોઈ કેન્સેલેશન ચાર્જ નહી વસૂલી શકાય. ટિકીટ કેન્સલ કર્યાના ત્રણ સપ્તાહમાં નાણા આપવા. જો કોઈ એજન્ટ દ્વારા લોકડાઉન સમયગાળામાં ટિકિટ બુક કરાવી હોય તો તેવા કિસ્સામાં તાત્કાલિક રિફંડ આપવું.

સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ એન વી રમનાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેસની સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યુ કે, લોકડાઉન બાદ હવાઈ મુસાફરી માટે બુક કરાવેલ ટિકિટ રદ કરાવવાના નાણા પરત ના કરવા એ એરલાઈન્સની મનમાની બહાબર છે. એપ્રિલ 2020માં સુપ્રિમ કોર્ટ સમક્ષ કેન્સલ કરાવેલ એર ટિકિટના રિફંડ મુદ્દે પિટીશન દાખલ કરાઈ હતી. જેના અનુસંધાને, સુપ્રિમકોર્ટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પણ નોટીસ પાઠવીને જવાબ માગ્યો હતો.

 

આ પણ વાંચોઃહાઇરાઇઝ બિલ્ડિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમોએ દર છ મહિને ફાયર સેફટી NOC મેળવવું પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article