Gujarati NewsNationalSupreme court order epfo private employees get higher pension under employee pension scheme
હવે વધશે ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓનું પેન્શન, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
કેરળ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં ફરીથી પેન્શનની ગણતરીનો આધાર નિવૃતી પહેલાના એક વર્ષનું કર્યુ અને 5 વર્ષની અવધીને રદ કરી. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ મોટા નિર્ણયથી ખાનગી ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને મોટો ફાયદો થઈ શકે છે. કોર્ટે ખાનગી ક્ષેત્રોમાં કર્મચારીઓને મળતા પેન્શનને પગારના આધાર પર આપવાનો આદેશ કર્યો છે. જેમાં નિવૃત કર્મચારીઓને વધારીને પેન્શન […]
કેરળ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં ફરીથી પેન્શનની ગણતરીનો આધાર નિવૃતી પહેલાના એક વર્ષનું કર્યુ અને 5 વર્ષની અવધીને રદ કરી.
સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ મોટા નિર્ણયથી ખાનગી ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને મોટો ફાયદો થઈ શકે છે. કોર્ટે ખાનગી ક્ષેત્રોમાં કર્મચારીઓને મળતા પેન્શનને પગારના આધાર પર આપવાનો આદેશ કર્યો છે. જેમાં નિવૃત કર્મચારીઓને વધારીને પેન્શન આપવામાં આવશે. હજુ સુધી EPFO દ્વારા મહત્તમ રૂપિયા15 હજાર પગાર સુધીના આધારે પેન્શન આપવામાં આવે.
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
હાલની વ્યવસ્થામાં કર્મચારી પેન્શન યોજના(EPS) મુજબ વર્ષ 1996 સુધી મહત્તમ રૂપિયા 6500ના પગારના આધાર પર તેના 8.33 ટકા ભાગ પેન્શન તરીકે આપવામાં આવતો હતો. વર્ષ 1996માં તેના પર સંશોધન કરવામાં આવ્યુ અને તેના પછી કર્મચારીઓને મહત્તમ રૂપિયા15 હજારના 8.33 ટકા ભાગને પેન્શનના રૂપમાં આપવામા આવે.
પરંતુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ પેન્શનની ગણતરી પુરા પગાર(બેસિક+ડીએ+બોનસ)ના આધારે કરવામાં આવશે. પેન્સનની ગણતરી (કર્મચારી દ્વારા નોકરીમાં કરેલા કુલ વર્ષ+2)/70xઅંતીમ પગારના આધારે થશે. આ મુજબ જો કોઈ કર્મચારીનો પગાર મહિનાનો રૂપિયા 50 હજાર છે, તો તેને હવે દર મહિને લગભગ રૂપિયા 25 હજાર પેન્શન તરીકે મળશે. જ્યારે આખી વ્યવસ્થા મુજબ આ પેન્શન ફક્ત રૂપિયા 5,180 થતી હતી.
કેરળ હાઈકોર્ટે લીધો મહત્વનો નિર્ણય
વર્ષ 2014માં EPFO દ્વારા કરવામાં આવેલા સંશોધન પછી કર્મચારીઓના પેન્શનની ગણતરી રૂપિયા 6500ની જગ્યાએ રૂપિયા 15 હજાર પ્રમાણે કરવાની મંજુરી આપી હતી, પરંતુ તેમાં તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યુ કે, પેન્શનની ગણતરી પાછળના 5 વર્ષની મહત્તમ પગારના આધારે થશે.
જ્યારે આ પહેલા આ ગણતરી નિવૃતીના એક વર્ષના આધાર પર થતી હતી. ત્યારબાદ આ બાબત કેરળ હાઈકોર્ટ સુધી પહોંચી, જ્યાંથી કેરળ હાઈકોર્ટે તેના નિર્ણયમાં ફરીથી પેન્શનની ગણતરીના આધારે નિવૃતીના એક વર્ષને બનાવ્યું અને 5 વર્ષની અવધીને દુર કરી.
આ પછી તમામ બાબત સુપ્રીમ કોર્ટમાં પહોંચી, જ્યાં ઓક્ટોબર 2016માં લીધેલા પોતાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે કર્મચારીઓના પુરા પગારના આધારે પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. થોડા દિવસ પહેલા EPFOએ કેરળ હાઈકોર્ટના નિર્ણયને મંજુર કર્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે EPFOની અરજીને રદ કરતા ખાનગી કર્મચારીઓની કેટલાય ઘણા વધારે પેન્શનનો રસ્તો સાફ કરી દીધો છે.