AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crises: અજિત ડોભાલને મળશે રશિયાના NSA નિકોલે પેત્રુશેવ, અફઘાનિસ્તાન મુદ્દે થશે ચર્ચા

રશિયાની સુરક્ષા પરિષદના મહાસચિવ નિકોલે પેત્રુશેવ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના આમંત્રણ પર ભારતની મુલાકાતે છે.

Afghanistan Crises: અજિત ડોભાલને મળશે રશિયાના NSA નિકોલે પેત્રુશેવ, અફઘાનિસ્તાન મુદ્દે થશે ચર્ચા
Ajit Doval - Nicole Petrushev
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 9:22 AM
Share

Afghanistan Crises: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અફઘાનિસ્તાન પર પરામર્શ માટે કાયમી દ્વિપક્ષીય ચેનલ બનાવવા માટે સંમત થયાના બે સપ્તાહ બાદ ઉચ્ચ સ્તરીય ચર્ચા માટે રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલે પેત્રુશેવ ભારત પ્રવાસે છે.

તેમના સમકક્ષ અજીત ડોભાલ (Ajit Doval) ઉપરાંત, પેત્રુશેવ વિદેશ મંત્રી એસ જયશંકર અને પ્રધાનમંત્રીને મળવાની અપેક્ષા છે. અગાઉ એપ્રિલમાં રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ દિલ્હીની મુલાકાતે આવ્યા હતા, પરંતુ વડાપ્રધાનને મળ્યા નહોતા.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ બુધવારે નવી દિલ્હીમાં તેમના રશિયન સમકક્ષ જનરલ નિકોલે પેત્રુશેવને (Nikolay Petrushev) મળશે. આ દરમિયાન બંને અધિકારીઓ અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા કરશે. રશિયાની સુરક્ષા પરિષદના મહાસચિવ નિકોલે પેત્રુશેવ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના આમંત્રણ પર ભારતની મુલાકાતે છે.

સાઉથ બ્લોકની મુલાકાતને મોસ્કો તરફથી સંકેત તરીકે જોવામાં આવે છે, જે તાલિબાનના સત્તામાં આવ્યા બાદ અને અમેરિકાએ અસ્તવ્યસ્ત બહાર નીકળ્યા બાદ અફઘાનિસ્તાનની પરિસ્થિતિમાં મુખ્ય ખેલાડી તરીકે ઉભરી છે.

ભારત-રશિયા બે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ સમિટમાં પણ ભાગ લેશે આ ઉપરાંત, ભારત અને રશિયા આગામી 10 દિવસમાં બે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે. બ્રિક્સ (BRICS- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO), જ્યાં અફઘાનિસ્તાન સંવાદમાં પ્રભુત્વ ધરાવે તેવી અપેક્ષા છે. 9 સપ્ટેમ્બરે મોદી બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન કરશે, જેમાં પુતિન ભાગ લે તેવી અપેક્ષા છે. આ પછી 16-17 સપ્ટેમ્બરે એસસીઓ સમિટ થશે, જ્યારે મોદી ફરી એક વખત રશિયન નેતાને મળવાની ધારણા છે.

શી જિનપિંગ પણ સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે તાલિબાનને મદદ કરવામાં પાકિસ્તાનની સક્રિય ભૂમિકાને કારણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બંને સમિટમાં હાજરી આપે તેવી શક્યતા છે, કારણ કે તેમનો દેશ અફઘાનિસ્તાનમાં પણ મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યો છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન એનએસએ સંબંધિત ચર્ચાઓ 24 ઓગસ્ટના રોજ મોદી અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીતનું અનુસરણ છે. બંને નેતાઓએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે બંને વ્યૂહાત્મક ભાગીદારોએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. ઉપરાંત, તેમના વરિષ્ઠ અધિકારીઓને અફઘાનિસ્તાન પર સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Vijaya Diagnostic IPO Allotment : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ અને ક્યારે થશે લિસ્ટિંગ ?

આ પણ વાંચો: Rajkot : રામેશ્વર સહકારી મંડળીના સંચાલકોની મિલકતો ટાંચમાં લેવાના ગૃહ વિભાગના આદેશ બાદ કાર્યવાહી શરૂ

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">