Supreme Court: મહિલાને સાસરામાં કોઈ ઈજા પહોંચાડે તો તેના માટે પ્રાથમિક જવાબદાર પતિ રહેશે

|

Mar 09, 2021 | 4:55 PM

સુપ્રીમ કોર્ટ પહેલા આ કેસમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે મહિલા પર હુમલો કરવામાં આરોપી પતિને આગોતરા જામીન આપવાનો ઇનકાર પણ કર્યો હતો.

Supreme Court: મહિલાને સાસરામાં કોઈ ઈજા પહોંચાડે તો તેના માટે પ્રાથમિક જવાબદાર પતિ રહેશે
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Supreme Court: મહિલાને સાસરામાં કોઈ ઈજા પહોંચાડે તો તેના માટે પ્રાથમિક જવાબદાર પતિ રહેશે: સુપ્રીમ કોર્ટસોમવારે એ વ્યક્તિના આગોતરા જામીન અરજી નામંજૂર કરી, જેના પર આરોપ છે કે તે તેની પત્ની પર મારપીટ કરતો હતો. સુપ્રીમ કોર્ટે અરજીને નકારી કાઢતા કહ્યું હતું કે પત્નીને થતી કોઈપણ ઈજા માટે પતિ પોતે જ જવાબદાર રહેશે. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે, જો સાસરિયાના ઘરમાં મહિલા પર અન્ય કોઈ સગા દ્વારા હુમલો કરવામાં આવે તો પણ તેની પ્રાથમિક જવાબદારી તેના પતિની રહેશે.

શું હતો મામલો

જે મામલામાં સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું છે, તે પુરુષના આ ત્રીજા અને સ્ત્રીના બીજા લગ્ન છે. લગ્નના એક વર્ષ બાદ 2018 માં આ દંપતીને એક બાળકનો જન્મ થયો હતો. ગયા વર્ષે જૂનમાં પોતાના પર થયેલા કથિત હુમલા બાદ મહિલાએ તેના પતિ, સસરા અને સાસુ સામે લુધિયાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ છે કે તેના સાસરિયાઓ દહેજ માંગે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

CJI એ પૂછ્યું – તમે કેવા માણસ છો?

સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેની ખંડપીઠ સમક્ષ, મહિલાના પતિના વકીલ કુશાગ્ર મહાજન આગોતરા જામીન પર અડેલા રહ્યા. આ તરફ CJIની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું, ‘તમે કેવા માણસ છો? મહિલાએ આરોપ લગાવ્યો કે તમે તેનું ગળું દબાવીને હત્યા કરવા જઇ રહ્યા હતા. તેણીએ આરોપ લગાવ્યો કે તમે ગર્ભપાત કરાવવા મજબુર કરી. તમે કેવા માણસ છો કે તમે તમારી પત્નીને મારવા માટે ક્રિકેટ બેટનો ઉપયોગ કર્યો? ‘

બેટથી કરી મારપીટ

આના પર મહાજને કહ્યું કે મહિલાએ તેના પતિના પિતા પર આરોપ લગાવ્યો છે કે તેણે બેટનો ઉપયોગ કર્યો હતો. આ તરફ સીજેઆઈએ કહ્યું, ‘આ વાતથી કોઈ ફરક પડતો નથી કે તમે (પતિ) છો અથવા તમારા તેના પિતાએ કથિત રીતે તેને મારવા માટે બેટનો ઉપયોગ કર્યો. જ્યારે મહિલાના સાસરામાં મહિલાને ઈજા પહોંચી છે તો ત્યારે પ્રાથમિક જવાબદારી પતિની છે. આ બાદ ખંડપીઠે પતિની અરજી નામંજૂર કરી હતી. અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પણ તેના પતિને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.

Next Article