AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટનું કડક વલણ, અનાથ બાળકોને ગેરકાયદેસર દત્તક લેનારા સામે કડક કાર્યવાહીના નિર્દેશો આપ્યાં

સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ નિર્દેશ આપ્યો છે કે કોવીડ-19 રોગચાળા દરમિયાન અનાથ થયેલા બાળકો (orphans children) ને ગેરકાયદેસર રીતે દત્તક લેનારા બિન-સરકારી સંગઠનો (NGO) અને વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટનું કડક વલણ, અનાથ બાળકોને ગેરકાયદેસર દત્તક લેનારા સામે કડક કાર્યવાહીના નિર્દેશો આપ્યાં
FILE PHOTO
| Updated on: Jun 08, 2021 | 6:22 PM
Share

કોરોના મહામારી (Corona epidemic) માં ઘણા પરિવારો અનાથ (orphans) થઈ ગયા છે. બાળકોને આની સૌથી મોટી અસર સહન કરવી પડશે, કારણ કે માતા-પિતાનો પડછાયો તેમના માથા પરથી ઉતરી ગયો છે. બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપાયેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ બાળકો અનાથ છે, જ્યારે ઉત્તરપ્રદેશ બીજા નંબર પર છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) અનાથ થયેલા બાળકો (orphans children)  ના રક્ષણ અંગે રાજ્ય સરકારોને મહત્વના નિર્દેશો આપ્યા છે.

ગેરકાયદેસર રીતે દત્તક લેનારા સામે કાર્યવાહી કરો સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે કોવીડ-19 રોગચાળા દરમિયાન અનાથ થયેલા બાળકો (orphans children) ને ગેરકાયદેસર રીતે દત્તક લેનારા બિન-સરકારી સંગઠનો (NGO) અને વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે તેઓ આવા બાળકોની શોધખોળ અને ઓળખ કરવાનું ચાલુ રાખે કે જેઓ અનાથ બની ગયા છે અથવા ગયા વર્ષે માર્ચ પછી COVID-19 ને કારણે તેમના માતાપિતા ગુમાવ્યા છે અને તેમના ડેટાને NCPCR વેબસાઇટ પર અપડેટ કરે છે.

દત્તક લેવા માટે CARA ની મધ્યસ્થતા જરૂરી સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ અનાથ થઇ ગયેલા અથવા તેમના માતા અથવા પિતા ગુમાવ્યા હોય તેવા (orphans children)  બાળકોની સંભાળ અને સુરક્ષા માટે ઘણા દિશાનિર્દેશો પણ આપ્યાં છે. કોર્ટે જણાવ્યું હતું કે અનાથ બાળકોને દત્તક લેવાનું આમંત્રણ કાયદાની વિરુદ્ધ છે, કારણ કે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA)ની મધ્યસ્થતા વિના કોઈને પણ દત્તક લેવાની મંજૂરી આપી શકાતી નથી.

અનાથ બાળકોને હકના તમામ લાભો મળે સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના  જસ્ટિસ એલ.એન.રાવ અને જસ્ટિસ અનિરુધ્ધ બોઝની ખંડપીઠે જણાવ્યું હતું કે કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ,2015 ની જોગવાઈઓ અને કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હાલની યોજનાઓનો વ્યાપક પ્રચાર કરવો જોઇએ, જેનાથી અસરગ્રસ્ત બાળકો (orphans children)  ને તેનો વધુમાં વધુ લાભ મળે.

સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ કહ્યું કે બાળ કલ્યાણ સમિતિ (CWC) સુનિશ્ચિત કરે કે અનાથ થયેલા બાળકોને તે તમામ નાણાકીય લાભ મળે કે જેના માટે તે હકદાર છે. તેમને કોઈ પણ પ્રકારના વિલંબ કર્યા વિના લાભ પૂરા પાડવામાં આવે અને જે લોકો ગેરકાયદેસર રીતે બાળકો દત્તક લેવામાં સામેલ છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો : બાળ આયોગે સુપ્રીમને આપ્યો રીપોર્ટ, કોરોના મહામારીમાં 3621 બાળકો થયા અનાથ

ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
g clip-path="url(#clip0_868_265)">