Central Vista પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી, પ્રતિબંધ લગાવવાનો ઇન્કાર, 2:1 થી અપાયો ચૂકાદો

|

Jan 05, 2021 | 11:53 AM

સુપ્રીમ કોર્ટે આજે Central Vista પ્રોજેક્ટને  મંજૂરી આપી દીધી છે. તેમજ પ્રતિબંધ લગાવવાનો ઇન્કાર કર્યો  છે.  નવા સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાથે જોડાયેલી અરજીઑ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. આ  અરજી નવી સંસદને લઈને પર્યાવરણ મંજૂરી સહિત અનેક મુદ્દા ઉઠાવવામા આવ્યા હતા .સેન્ટ્રલ વિસ્ટા યોજનાની જાહેરાત સપ્ટેમ્બર 2019મા થઈ હતી. જેમાં સંસદની […]

Central Vista પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી, પ્રતિબંધ લગાવવાનો ઇન્કાર, 2:1 થી અપાયો ચૂકાદો

Follow us on

સુપ્રીમ કોર્ટે આજે Central Vista પ્રોજેક્ટને  મંજૂરી આપી દીધી છે. તેમજ પ્રતિબંધ લગાવવાનો ઇન્કાર કર્યો  છે.  નવા સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાથે જોડાયેલી અરજીઑ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. આ  અરજી નવી સંસદને લઈને પર્યાવરણ મંજૂરી સહિત અનેક મુદ્દા ઉઠાવવામા આવ્યા હતા .સેન્ટ્રલ વિસ્ટા યોજનાની જાહેરાત સપ્ટેમ્બર 2019મા થઈ હતી. જેમાં સંસદની નવી ઇમારત ત્રિકોણ આકારની રહેશે. જેમાં એક સાથે લોકસભા અને રાજયસભામાં 900 થી 1200 સાંસદ બેસી શકશે. જયારે કેન્દ્રીય સચિવાલયની નિર્માણ 2024માં પૂર્ણ કરવાનું  આયોજન છે.

જસ્ટિસ એએમ ખાનવીલકર, દિનેશ મહેશ્વરી અને સંજીવ ખન્નાની બેચ આ મુદ્દે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. બે વિરુધ્ધ એક મતે ચૂકાદો આપવામાં આવ્યો હતો. આનો ચુકાદો ગત વર્ષે પાંચ નવેમ્બરના રોજ અનામત રાખવામા આવ્યો હતો.

શું છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રાષ્ટ્રપતિ ભવન, હાલનું સંસદ ભવન , ઈન્ડિયા ગેટ અને રાષ્ટ્રીયઅભિલેખાગારની બિલ્ડિંગને તેમજ રાખવામા આવશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટના માસ્ટર પ્લાન મુજબ જૂના ગોળાકાર સંસદ ભવનની સામે ગાંધીજીની પ્રતિમા પાછળના ભાગમા નવું ત્રિકોણ આકારનું સંસદ ભવન બનશે, આ 13 એકર જમીન પર બનશે, આ જમીન પણ હાલ અમુક નિર્માણ અને પાર્કિગ છે. નવા સંસદ ભવનમા બંને લોકસભા અને રાજયસભા માટે એક એક ઇમારત હશે. પરંતુ સેન્ટ્રલ હૉલ નહિ બને. આ સમગ્ર પ્રોજેક્ટ 20 હજાર કરોડ રૂપિયાનો છે.

Published On - 11:46 am, Tue, 5 January 21

Next Article