ચંદીગઢ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલની એક વિદ્યાર્થીનીએ 60 છોકરીઓનો નહાતી વખતનો વીડિયો ઉતારી કર્યો વાયરલ, 8એ આપઘાતનો કર્યો પ્રયાસ

ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ પીસીઆર વાહન પણ ઉથલાવી નાખ્યા હતા અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મામલો ગંભીર અને મોટો હોવાથી પોલીસ પ્રશાસન પણ હાલ કંઈ બોલી રહ્યું નથી.

ચંદીગઢ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલની એક વિદ્યાર્થીનીએ 60 છોકરીઓનો નહાતી વખતનો વીડિયો ઉતારી કર્યો વાયરલ, 8એ આપઘાતનો કર્યો પ્રયાસ
Chandigarh University student protest
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 7:23 AM

પંજાબના મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સિટીની (Chandigarh University) ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીએ 60 વિદ્યાર્થિનીઓને નહાતી વખતે વીડિયો બનાવીને એક યુવકને મોકલી દીધો હતો. યુવકે આ વીડિયો વાયરલ કર્યા હતા. પરિણામે આઠ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં મોડી રાત્રે 2.30 વાગ્યે ભારે હોબાળો થયો હતો. ગર્લ્સ હોસ્ટેલમાં (Girls Hostel) એક વિદ્યાર્થીનીએ 60 વિદ્યાર્થીનીઓનો નહાતી વખતે વીડિયો બનાવીને યુવકને મોકલી દીધો હતો. યુવકે આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલાની જાણ થતાં જ હોસ્ટેલમાં રહેતી આઠ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર હોબાળા દરમિયાન એવી વિગતો સામે આવી છે કે, વિદ્યાર્થિની લાંબા સમયથી અન્ય વિદ્યાર્થિનીઓને નહાતી હોવાનો વીડિયો બનાવી રહી હતી અને તેને શિમલાના એક યુવકને મોકલી રહી હતી. યુવકે આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર મુક્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીઓએ ઈન્ટરનેટ મીડિયા પર તેનો વીડિયો જોયો ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ હતી.

ઈન્ટરનેટ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આઠ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીઓને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તે જ સમયે, ચંદીગઢ યુનિવર્સિટી મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ પર મામલો દબાવવા માટે દબાણ કરી રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓએ આ અંગે કોલેજ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ કોલેજ મેનેજમેન્ટે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ શનિવારે મોડી રાત્રે ચંદીગઢ યુનિવર્સિટીને ઘેરી લીધી અને ‘વી ફોર જસ્ટિસ’ના નારા લગાવવા લાગ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો બનાવનાર યુવતીને હોસ્ટેલના એક રૂમમાં બંધ રાખવામાં આવી છે, જેથી તેના પર હુમલો ન થાય.

હોબાળો એટલો વધી ગયો કે સિક્યોરિટી ગાર્ડે ચંદીગઢ યુનિવર્સિટીનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો, જ્યારે પોલીસ ફોર્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ પીસીઆર વાહન પણ ઉથલાવી નાખ્યા હતા અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મામલો ગંભીર અને મોટો હોવાથી પોલીસ પ્રશાસન પણ હાલ કંઈ બોલી રહ્યું નથી.

વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓએ આ બાબતે મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ મેનેજમેન્ટે આ મામલે મૌન સેવ્યું હતું. તેણે આ બાબતે કોઈને પણ કંઈપણ જણાવવાનો ઈન્કાર કર્યો હતો. ગઈકાલે રાત્રે વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચંદીગઢ યુનિવર્સિટી મેનેજમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">