ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે ISRO, જાણો આપદા દરમિયાન કેવી રીતે થશે મદદરૂપ

|

Jul 17, 2021 | 6:03 PM

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 2 રોકેટ જીએસએલવી (GSLV) અને પીએસએલવી (PSLV) લોન્ચ કરાઈ શકે છે. જો કે, હજી સુધી તારીખોની જાહેરાત કરવામાં આવી નથી.

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે ISRO, જાણો આપદા દરમિયાન કેવી રીતે થશે મદદરૂપ
ISRO to launch two rockets in August and September

Follow us on

દેશની અંતરિક્ષ એજન્સી ઇસરો (ISRO) ટૂંક સમયમાં 2 રોકેટ લોંચ કરવાની તૈયારી કરી રહી છે. સતિશ ધવન સ્પેસ સેન્ટરની વેબસાઈટ અનુસાર 2 રોકેટ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. જીએસએલવી (GSLV) અને પીએસએલવી (PSLV). જો કે, હજી સુધી તારીખોની જાહેરાત કરવામાં આવી નથી.

GSLVને પૃથ્વીથી 36 હજાર કિલોમીટર દૂર જિઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકવામાં આવશે. આ રોકેટ પૃથ્વી નિરીક્ષણ સેટેલાઇટ જીઆઈએસએટી-1 (GISAT-1) સાથે લોન્ચ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે તેની ધરી પર પૃથ્વીના પરિભ્રમણના સમય સાથે સંકલન કરશે પરંતુ જ્યારે પૃથ્વી પરથી જોવામાં આવશે, ત્યારે તે સ્થિર દેખાશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આવા 3 ઉપગ્રહો સમગ્ર પૃથ્વીને મોટા પ્રમાણમાં આવરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, GSLV તાત્કાલિક મોનિટરિંગ દ્વારા કુદરતી આપત્તિઓ અને સંબંધિત ઘટનાઓની રીઅલ-ટાઈમ ઈમેજ પ્રદાન કરશે.

બીજી બાજુ, PSLV અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 4 સાથે લોંચ કરી શકાય છે. અગાઉ ISROએ PSLV-C51 દ્વારા 19 ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા હતા. આ ઉપગ્રહોમાં બ્રાઝિલનો એમેઝોનિયા-1 ઉપગ્રહ પણ શામેલ હતો. ભારતનો PSLV (સેટેલાઇટ લોંચ વાહન) c-51ને બ્રાઝિલના એમેઝોનીયા-1 અને અન્ય 18 ઉપગ્રહોને લઈને શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યા હતા. 637 કિલો વજન ધરાવતું એમેઝોનીયા-1 એ બ્રાઝિલનો પહેલો ઉપગ્રહ હતો જે ભારતથી લોંચ થયો હતો. તે રાષ્ટ્રીય અવકાશ સંશોધન સંસ્થાનો ઓપ્ટિકલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (Optical Earth Observation Satellite) છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

અગાઉ કહેવામાં આવી રહ્યું હતું કે, આ વર્ષના અંતમાં લોન્ચ કરવામાં આવેલા ઇસરોનું મિશન મોડું થવાની સંભાવના છે. કારણ કે કોરોનાની બીજી લહેરે સમયને પ્રભાવિત કર્યો છે. ગયા વર્ષે કોરોના મહામારીના પ્રથમ લહેર બાદ અવકાશ એજન્સીની એક સમિતિએ ફરીથી બાકી રહેલા તમામ મિશનની ફરીથી શરૂ કરવાને લઈ સમીક્ષા કરી હતી.

 

આ પણ વાંચો: Zareen Khanની માતાની તબિયત બગડી, અભિનેત્રીએ ચાહકોને કહ્યું- તેમના માટે પ્રાર્થના કરો

Next Article