Heart Attack બાદ Azam Khan દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ, ડોક્ટરોએ કરી સર્જરી

|

Sep 14, 2022 | 1:53 PM

ડૉક્ટરોએ Heart Attack આઝમ ખાન પર એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરી હતી અને હૃદયમાં સ્ટેન્ટ લગાવ્યો હતો.હાલ સારાવાર હેઠળ છે.

Heart Attack બાદ Azam Khan દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ, ડોક્ટરોએ કરી સર્જરી
Azam Khan

Follow us on

સમાજવાદી પાર્ટીના રામપુરના ધારાસભ્ય આઝમ ખાન (Azam Khan Heart Attack) ની તબિયત અચાનક લથડી છે. હૃદયરોગનો હુમલો આવતાં તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ (Sir Ganga Ram Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ મંગળવારે આઝમ ખાન પર એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરી હતી અને હૃદયમાં સ્ટેન્ટ લગાવ્યો હતો. આઝમ ખાનના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા તેને અચાનક પરસેવો વળી ગયો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.

હાર્ટ એટેક આવ્યા બાદ તેમને રામપુરથી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેનું ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે બે દિવસ પહેલા આઝમ ખાનને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ ચેકઅપ પર જાણવા મળ્યું કે તેના હૃદયની નસમાં બ્લોકેજ છે. આ પછી ડોક્ટરોએ તેમને એન્જિયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી. મંગળવારે સર ગંગારામ હોસ્પિટલના કુશળ ડૉક્ટરોની ટીમે એન્જિયોપ્લાસ્ટી કરીને આઝમ ખાનના હૃદયમાં સ્ટેન્ટ બેસાડવામાં આવ્યુ હતું . અત્યારે આઝમ ખાન ડોક્ટરોની દેખરેખ હેઠળ ICU વોર્ડમાં દાખલ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આઝમ ખાનના નજીકના મિત્રોનું કહેવું છે કે ઓપરેશન સફળ રહ્યું છે. આઝમ ખાનની તબિયત સારી છે, પરંતુ ડોકટરોએ તેમને હવે તેમની દેખરેખ હેઠળ આઈસીયુમાં રાખ્યા છે. એક-બે દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આઝમ ખાનની સંભાળ લેવા માટે તેમના પુત્ર અને સપાના ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ તેમની સાથે હોસ્પિટલમાં હાજર છે. જ્યારે આઝમ ખાનની પત્ની પૂર્વ સાંસદ ડૉ.તાજીન ફાતિમા અને મોટો પુત્ર અદીબ આઝમ પણ તેમની સંભાળ લેવા માટે દિલ્હીમાં હાજર છે.

Next Article