સોનિયા-પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પત્નીની સુરક્ષામાં તૈનાત થશે CRPFની VIP વિંગની મહિલા સુરક્ષાકર્મીઓ- સુત્ર

|

Dec 22, 2021 | 7:46 PM

અર્ધલશ્કરી દળ આ સમયે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમના બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમની પત્ની ગુરશરણ કૌર સહિત તે 75 હસ્તીઓને સુરક્ષા ઉપલબ્ધ કરાવે છે, જેમની પર સૌથી વધારે જોખમ છે.

સોનિયા-પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પત્નીની સુરક્ષામાં તૈનાત થશે CRPFની VIP વિંગની મહિલા સુરક્ષાકર્મીઓ- સુત્ર
Sonia Gandhi-Priyanka Gandhi

Follow us on

કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Former PM Manmohan singh)ની પત્ની ગુરશરણ કૌરની સુરક્ષા માટે CRPF વીઆઈપી વિંગની મહિલા સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવશે. સુત્રોએ આ વિશે જાણકારી આપી છે. તાજેત્તરમાં CRPFએ સરકાર પાસે માંગ કરી હતી કે VIPsની સુરક્ષાના વધતા કામને જોતા 1000 જવાનની નવી બટાલિયનને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવે.

 

આજનું રાશિફળ તારીખ 17-05-2024
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

અર્ધલશ્કરી દળ આ સમયે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમના બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમની પત્ની ગુરશરણ કૌર સહિત તે 75 હસ્તીઓને સુરક્ષા ઉપલબ્ધ કરાવે છે, જેમની પર સૌથી વધારે જોખમ છે.

 

CRPFએ કરી હતી વીઆઈપી લોકોની સુરક્ષા માટે વધુ એક બટાલિયન સામેલ કરવાની માંગ

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે દળે તેના VIP સુરક્ષા યુનિટમાં વધુ એક બટાલિયનને સામેલ કરવાની માંગ કરી છે. આ યુનિટ VIPને સશસ્ત્ર સુરક્ષા પૂરી પાડે છે. હાલમાં આ કામ માટે 5 બટાલિયન છે અને તેના એકમો દેશભરમાં સ્થિત છે, જે વીઆઈપીની ઘરેલુ યાત્રા દરમિયાન તેમની સાથે રહે છે. દરેક સીઆરપીએફ બટાલિયનમાં 1000થી વધુ કર્મચારી હોય છે અને VIP સુરક્ષા એકમો બેલિસ્ટિક સુરક્ષા બખ્તરો અને MP5 જેવી અત્યાધુનિક બંદૂકોથી સજ્જ છે.

 

અધિકારીઓએ જણાવ્યું હતું કે CRPF ઓપરેશનલ અને વહીવટી કાર્યો માટે ઉપયોગમાં લેવાતા ફોર વ્હીલર્સની મધ્યમ, હળવા અને મોટી શ્રેણીમાં વધુ બુલેટપ્રૂફ વાહનોને સામેલ કરવાની પ્રક્રિયામાં છે.

 

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ, 2022ના જંગમાં ભવ્ય જીતના લક્ષ્યાંક સાથે કામ કરતી સરકાર સામે શાખ બચાવવાનો પડકાર

 

આ પણ વાંચો: Omicron એ દેશમાં તબાહી મચાવી, માત્ર 5 દિવસમાં કેસ 100 થી 200ને પાર, આ રાજ્યોમાં સૌથી વધુ અસર

 

આ પણ વાંચો: ફિલ્મ 83નું ગીત ‘સખ્ત જાન’ રિલીઝ, ગીતમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતો જોવા મળ્યો રણવીર સિંહ

Next Article