‘ પૂર્વ લદ્દાખમાં LAC પર પરિસ્થિતિ ખૂબ જ નાજુક’, વિદેશ મંત્રી જયશંકરે કહ્યું- ચીન સાથેના સંબંધો અત્યારે સામાન્ય ન હોઈ શકે

Devankashi rana

|

Updated on: Mar 19, 2023 | 1:09 PM

પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ ખૂબ જ નાજુક છે. કેટલાક વિસ્તારોમાં ભારતીય અને ચીનના સૈનિકો નજીક નજીકમાં તહેનાત હોવાને કારણે સ્થિતિ ઘણી ખતરનાક બની છે.

' પૂર્વ લદ્દાખમાં LAC પર પરિસ્થિતિ ખૂબ જ નાજુક', વિદેશ મંત્રી જયશંકરે કહ્યું- ચીન સાથેના સંબંધો અત્યારે સામાન્ય ન હોઈ શકે
LAC

વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો હાલમાં સૌથી પડકારજનક છે. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ ખૂબ જ નાજુક છે. કેટલાક વિસ્તારોમાં ભારતીય અને ચીની સૈનિકોની નજીક તૈનાત કર્યા હોવાને કારણે સ્થિતિ ઘણી ખતરનાક બની છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ કહ્યું કે ચીને અગાઉના કરારોનું ઉલ્લંઘન કર્યું છે. તમે (ચીન) સમજૂતીઓનું ઉલ્લંઘન કરીને બધું જ સામાન્ય છે એવું બતાવી શકતા નથી.

તેઓએ કહ્યું હતુ કે અમે સ્પષ્ટ કર્યું છે કે અમે કરારોના ઉલ્લંઘનને સહન નહીં કરીએ. અમે ચીનીઓને સ્પષ્ટ કરી દીધું છે કે અમે શાંતિ ભંગને સ્વીકારતા નથી. જયશંકરે કહ્યું કે અમે ચીન સાથેના સંબંધોને પડકારજનક ગણાવીએ છીએ કારણ કે 1988થી જ્યારે રાજીવ ગાંધી ત્યાં ગયા ત્યારે વર્ષ 2020 સુધી અમારી વચ્ચે સમજૂતી હતી કે સરહદ પર શાંતિ જળવાઈ રહેશે. સરહદ પર વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ‘પ્રોટોકોલ’ બનાવવામાં આવ્યા હતા. ચીને 2020માં કરારોનું ઉલ્લંઘન કર્યું હતું, જેના પરિણામો ગાલવાન વેલી અને અન્ય વિસ્તારોમાં જોવા મળ્યા હતા. અમે અમારા સૈનિકો તૈનાત કર્યા છે, અમે અમારી જમીન પર ઊભા છીએ.

સમસ્યાઓનું સમાધાન જરુરી- જયશંકર’

જયશંકરે કહ્યું કે હું અને ચીનના તત્કાલીન વિદેશ મંત્રી વાંગ યી સપ્ટેમ્બર 2020માં આ મુદ્દાને કેવી રીતે ઉકેલવા તે અંગે સૈદ્ધાંતિક રીતે સહમત થયા હતા. ચીને જે સમજૂતી થઈ હતી તેને તે પૂર્ણ કરવી પડશે. જ્યાં સુધી આ સમસ્યાઓનું સમાધાન નહીં થાય ત્યાં સુધી બંને પાડોશી દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નહીં થઈ શકે. પૂર્વી લદ્દાખમાં કેટલીક જગ્યાએ ભારત અને ચીનના સૈનિકો લગભગ ત્રણ વર્ષથી આમને-સામને છે. જો કે, બંને પક્ષોએ વ્યાપક રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટો બાદ કેટલાક વિસ્તારોમાંથી ચીને પોતાના સૈનિકોને પાછાબોલાવ એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં આપણે આ વિશે ચર્ચા કરી રહ્યા છીએ.

ચીન સાથે સંબંધો ખૂબ જ પડકારજનક અને અસામાન્ય

જયશંકરે કહ્યું, હું કહીશ કે ચીન સાથેના આપણા સંબંધોમાં આ ખૂબ જ પડકારજનક અને અસામાન્ય છે. હું આ એટલા માટે કહું છું કારણ કે 1988 થી, જ્યારે રાજીવ ગાંધી ત્યાં ગયા હતા, 2020 સુધી, સમજણ હતી કે સરહદ પર શાંતિ જળવાઈ રહેશે. વિદેશ મંત્રીએ સરહદ પર મોટી સંખ્યામાં સૈન્ય દળોને નહીં લાવવા અંગે બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખૂબ જ ચોક્કસ સમજણ અને ‘પ્રોટોકોલ’ પણ બનાવવામાં આવ્યા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati