‘શિલ્પા શેટ્ટી’એ તો હાથ અધ્ધર કરી દીધા ! હાઇ કોર્ટે તેના દાવા પર કહ્યું, સંબંધ ન હોય તો પતિ રાજ કુન્દ્રા પાસેથી…

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પર ₹60 કરોડની છેતરપિંડીના આરોપ બાદ કોર્ટે તેમને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. જો કે, શિલ્પાએ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો અને એવી વાત કહી દીધી કે, જેના વિશે કોઈએ કલ્પના પણ કરી નહોતી.

શિલ્પા શેટ્ટીએ તો હાથ અધ્ધર કરી દીધા ! હાઇ કોર્ટે તેના દાવા પર કહ્યું, સંબંધ ન હોય તો પતિ રાજ કુન્દ્રા પાસેથી...
| Updated on: Oct 14, 2025 | 9:01 PM

શિલ્પા શેટ્ટીની મુશ્કેલી ₹60 કરોડના છેતરપિંડીના કેસમાં વધી રહી છે. બોમ્બે હાઈકોર્ટે આ મામલે તેમને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. આ કેસમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સામે આરોપ લાગેલ છે. એવો આરોપ છે કે, બંનેએ તેમની કંપની ‘બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા બિઝનેસમેન દીપક કોઠારી પાસેથી આશરે ₹60 કરોડનું ઇન્વેસ્ટ અને લોન લીધી હતી.

સુનાવણી દરમિયાન શિલ્પાએ શું કહ્યું?

દીપક કોઠારીનો દાવો છે કે, રાજ અને શિલ્પાએ તેમને કંપનીમાં રોકાણ કરવા માટે સમજાવ્યા હતા પરંતુ બાદમાં તેમણે પૈસાનો ઉપયોગ કંપની માટે નહીં પરંતુ તેમની અંગત જરૂરિયાતો માટે કર્યો હતો. એવામાં સુનાવણી દરમિયાન શિલ્પાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેનો તેના પતિ રાજ કુન્દ્રાની કંપની સાથે કોઈ સંબંધ નથી. જો કે, કોર્ટે રાજ કુન્દ્રાને આ મામલે સોગંદનામું (Affidavit) રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

શિલ્પાએ કોર્ટમાં વિનંતી કરી

આ કેસમાં શિલ્પા અને રાજ સામે ઇકોનોમી ઓફેન્સ વિંગ (EOW) દ્વારા લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. જો કે, સુનાવણી દરમિયાન શિલ્પાએ કોર્ટને આ નોટિસ રદ કરવા વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, જો તે વિદેશ જવા માંગતી હોય, તો તેણે પહેલા સરકારી સાક્ષી (Government Witness) બનવું પડશે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, જો તે કંપની સાથે કોઈ સંબંધ ન હોવાનો દાવો કરે છે, તો તેણે તેના પતિ રાજ કુન્દ્રા પાસેથી આ વાતની પુષ્ટિ કરવા માટે સોગંદનામું મેળવવું જોઈએ.

શિલ્પાએ પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો

કોર્ટે અભિનેત્રીને 16 ઓક્ટોબર સુધીમાં લેખિત સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સિવાય કોર્ટે પાછલી સુનાવણીમાં ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, છેતરપિંડીના કેસમાં ₹60 કરોડ (આશરે $600 મિલિયન)નો સમાવેશ થાય છે અને તેણે પહેલા રકમ ચૂકવવી જોઈએ. નોંધનીય છે કે, શિલ્પાએ પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો છે. અભિનેત્રીએ કહ્યું છે કે, તે રાજની કંપનીમાં માત્ર એક નામાંકિત ડિરેક્ટર છે.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો