shaheed diwas 2021 : જાણો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ કેવી રીતે બ્રિટિશ સરકારને હંફાવી હતી

|

Mar 23, 2021 | 10:40 AM

shaheed diwas 2021 :  ભગતસિંહ , સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ મહાન ક્રાંતિકારીઓને 23 માર્ચ 1931એ પંજાબના હુસૈનીવાલામાં ફાંસી આપવામાં આવી હતી. તેમણે બ્રિટિશ સામ્રાજ્ય વિરુધ્ધ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને કેટલાય યુવાનોને ક્રાંતિકારી પથ પર ચાલવા માટે પ્રેરણા આપી હતી

shaheed diwas 2021 : જાણો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ કેવી રીતે બ્રિટિશ સરકારને હંફાવી હતી
શહીદ દિવસ

Follow us on

shaheed diwas 2021 :  ભગતસિંહ , સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ મહાન ક્રાંતિકારીઓને 23 માર્ચ 1931એ પંજાબના હુસૈનીવાલામાં ફાંસી આપવામાં આવી હતી. તેમણે બ્રિટિશ સામ્રાજ્ય વિરુધ્ધ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને કેટલાય યુવાનોને ક્રાંતિકારી પથ પર ચાલવા માટે પ્રેરણા આપી હતી. આ વીર ક્રાંતિકારીઓની યાદમાં દર વર્ષે 23 માર્ચ બલિદાન અથવા સર્વોદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો આવો જાણીએ ભારતના આ વીર સપૂત ભગતસિંહ , રાજગુરુ અને સુખદેવ વિશે.

 

23 વર્ષની ઉંમરમાં ફાંસી પહેલા કોઇ હસ્યું હોય તો તે હતા ભગતસિંહ 27 સપ્ટેમ્બર 1907એ પંજાબના બંગા ગામમાં જારણવાળામાં (અત્યારે પાકિસ્તાનમાં) જન્મેલા ભગતસિંહ એક સ્વતંત્ર સેનાની પરિવારમાં મોટા થયા હતા. અજીત સિંહ અને તેના પિતા મહાન સ્વતંત્ર સેનાની હતા.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

 

ગદર આંદોલને તેમના મગજ પર એક ઉંડી છાપ છોડી હતી. 19 વર્ષની નાની ઉંમરમાં ફાંસી પર ચઢનારા કરતાર સિંહ સરાભા, ભગત સિંહના હીરો બની ગયા હતા. 13 એપ્રિલ 1919માં જલિયાવાલા બાગમાં થયેલા નરસંહારમાં ભગત સિંહને અમૃતસર જવા માટે પ્રેરિત કર્યા હતા. તેઓ બીએની પરીક્ષાની તૈયારી કરી રહયા હતા. જ્યારે તેમના માત-પિતાએ તેમના લગ્ન કરાવી આપવાનું વિચાર્યુ . ભગત સિંહએ બિલકુલ ના પાડી દીધી અને માતા-પિતાને કહ્યું કે જો મારા લગ્ન ગુલામ ભારતમાં થવાના છે તો મારી દુલ્હન મારી મૃત્યુ હશે.

 

શિવરામ હરિ રાજગુરુનો જન્મ 1908માં પુણા જિલ્લાના ખેડા ગામમાં થયો હતો. 6 વર્ષની ઉંમરમાં પિતાનું મૃત્યુ થયા બાદ બહુ નાની ઉંમરમાં વારાણસીમાં અધ્યન અને સંસ્કૃત શીખવા આવ્યા હતા. વારાણસીમાં અધ્યયન દરમિયાન રાજગુરુનો સંપર્ક કેટલાય ક્રાંતિકારીઓ સાથે થયો હતો.  ભારતને અંગ્રેજોથી આઝાદ કરાવવા માટે ક્રાંતિકારીઓ સાથે હાથ મેળવવાની ઇચ્છા પેદા થઇ. બ્રિટિશ સામ્રાજ્યના દિલ અને દિમાગમાં ડર પેદા કરવાના હેતુથી તેઓ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન આર્મીમાં સામેલ થયા

 

19 ડિસેમ્બર 1928માં રાજગરુએ ભગત સિંહ સાથે મળીને સાંડર્સને ગોળી મારી હતી. ત્યારે 28 સપ્ટેમ્બર 1929એ રાજગુએ એક ગવર્નરને પણ મારવાની કોશિશ કરી હતી. તેના પછીના દિવસે પૂણાથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. રાજગુરુ પર લાહોર ષડયંત્રમાં સામેલ થવાનો કેસ પણ ચલાવવામાં આવ્યો હતો.

 

15 મે 1907ના રોજ સુખદેવ થાપરે ક્રુર અત્યાચારને જોયા હતા. જે શાહી બ્રિટિશ રાજે ભારતની જનતા પર કર્યા હતા. આ જ દ્રશ્યોએ તેમને ક્રાંતિકારી સાથે મળવા માટે મજબૂર કર્યા હતા. હિંદુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્યના રુપમાં સુખદેવ  થાપરે  પંજાબ અને ઉત્તર ભારના અન્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી સભાઓનું આયોજન કર્યુ હતુતેમણે લાહોરની નેશનલ કોલેજમાં યુવાઓને ભારતના ગૌરવશાળી ભૂતકાળ વિશે શિક્ષિત કર્યા હતા.

 

 

તેમણે પ્રસિધ્ધ ક્રાંતિકારીઓ સાથે લાહોરમાં નૌૌજવાન ભારત સભાની શરુઆત કરી હતી. આ સંગઠન મુખ્યત્વે યુવાઓને સ્વતંત્રતા સંગ્રામ માટે તૈયાર કરતુ હતુંઆમ તો એમણે કેટલીય ક્રાંતિકારી ગતિવિધિઓમાં ભાગ લીધો હતો. પરંતુ લાહોર ષડયંત્ર મામલામાં તેમના સાહસી હમલા માટે હંમેશા તેમને યાદ કરવામાં આવે છે અને યાદ કરવામાં આવશે.

Next Article