સિરમના CEO AdarPoonawalaએ કહ્યું, દેશના પ્રત્યેક નાગરિક સુધી વેક્સિન પહોંચાડાશે, એટલેજ છે ઓછી કિંમત

|

Jan 12, 2021 | 5:17 PM

સિરમ ઇન્સ્ટિટ્યૂટ (Serum Institute)ના CEO AdarPoonawalaએ કહ્યું કે આવનાર સમયમાં પ્રાઇવેટ માર્કેટમાં કોવિશિલ્ડ વેક્સિન (Covishield Vaccine)ની કિંમત રૂ.1000 રહેશે.

સિરમના CEO AdarPoonawalaએ કહ્યું, દેશના પ્રત્યેક નાગરિક સુધી વેક્સિન પહોંચાડાશે, એટલેજ છે ઓછી કિંમત
ફાઇલ ફોટો : સિરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલા

Follow us on

સિરમના CEO AdarPoonawalaએ કહ્યું કે દેશ અને વડાપ્રધાન મોદીને સપોર્ટ કરવા માટે અમે પડતર કિંમતમાં જ કોવિશિલ્ડ વેક્સિન ઉપલબ્ધ કરાવી છે. અમે દેશના પ્રત્યેક નાગરિક સુધી વેક્સિન પહોંચાડવા માંગીએ છીએ માટે ઓછી કિંમતે વેક્સિન લાવ્યાં છીએ. તેમણે કહ્યું આવનાર સમયમાં પ્રાઇવેટ માર્કેટમાં કોવિશિલ્ડ વેક્સિન (Covishield Vaccine)ની કિંમત રૂ.1000 રહેશે અમે અન્ય દેશોને પણ વેક્સિન આપીશું, જેના માટે 70-80 મિલિયન ડોઝ દર મહિને બનાવી શકીએ છીએ.

અમારા માટે ઐતિહાસિક અવસર : અદાર પૂનાવાલા
સિરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે અમારા માટે આ યાએક ઐતિહાસિક અવસર છે કે અમારા કારખાનાઓમાંથી દેશમાં અલગ અલગ ભાગોમાં વેક્સિન પહોંચડવામાં આવી રહી છે . એમણે કહ્યું 2021નું વર્ષ અમારા માટે પડકાર સમાન છે. આ પડકારમાં કેમ પાર ઊતરવું એ જોવાનું છે. અમે વડાપ્રધાન મોદી (PM MODI)ના આગ્રહથી પહેલા 10 કરોડ ડોઝની કિંમત રૂ.200 નક્કી કરવામાં આવી છે. અમે સામાન્ય માણસો, ગરીબ અને આર્થિક અશક્ત લોકો, આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વોરિયર્સ સુધી વેક્સિન પહોંચાડવા માંગીએ છીએ. આ કારણે જ અમે વેક્સિનની કિંમત ઓછી રાખી છે. એમણે એમ પણ કહ્યું કે ઘણા દેશોએ ભારત સરકાર અને વડાપ્રધાન મોદીને વેક્સિન પૂરી પાડવા માટે પત્રો લખ્યાં છે. અમે આફ્રિકા, દક્ષિણ અમેરિકાને વેક્સિન પૂરી પાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.

દેશના અલાલગ-અલગ ભાગોમાં વેક્સિન પહોચડવામાં આવી રહી છે
સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી ત્રણ ટ્રકોમાં કોવિશિલ્ડ વેક્સિન આજે સવારે પૂણે એરપોર્ટ પહોંચી. પૂણે એરપોર્ટથી દેશભરમાં વેક્સિન મોકલવામાં આવી રહી છે. ત્રણ ટ્રકોમાં લવામા આવેલી વેક્સિન 8 વિમાન દ્વારા દેશના જુદા જુદા 13 સ્થળોએ મોકલવામાં આવી.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

કોવિશિલ્ડની પ્રાથમિક કિંમત રૂ.200 નક્કી કરાઇ
ભારત સરકારે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને કોવિશિલ્ડ વેક્સિન (Covishield Vaccine)નો ઓર્ડર આપ્યો છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું કે કોવિશિલ્ડની પ્રાથમિક કિંમત રૂ.200 નક્કી કરાઇ છે.

1 કરોડ 10 લાખ ડોઝ સપ્લાય કરશે સિરમ
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા – DCGIએ બે કોરોના વેકીસન સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ વેક્સિન (Covishield Vaccine) અને ભારત બાયોટેકની કોવેક્સિન (Covaxin)ને ઇમરજસની ઉપયોગની મંજૂરી આપી છે. આમાંથી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા શરૂઆતમાં કોવિશિલ્ડ વેક્સિનના 1 કરોડ 10 લાખ ડોઝ સપ્લાય કરશે.

 

 

Published On - 5:16 pm, Tue, 12 January 21

Next Article