Seema Haider: રૂમ નંબર 204 ખોલશે સીમા હૈદરના રાઝ, શું એ 7 દિવસનો કોયડો ઉકેલાશે?
નેપાળની વિનાયક હોટલના માલિક ગણેશે જણાવ્યું કે, સચિને એક રૂમ બુક કરાવ્યો હતો. સચિન એક દિવસ પહેલા નેપાળ પહોંચ્યો હતો અને બીજા દિવસે સીમા પહોંચી હતી. બંને હોટલમાં 7 દિવસ રોકાયા હતા. આ દરમિયાન બંને સાથે ફરતા હતા.
હાલમાં સીમા હૈદર (Seema Haider) સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. દરરોજ તેને લગતા નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. સીમા હૈદર તેના પ્રેમી સચિન પાસે બે દેશની સરહદ પાર કરીને ભારત પહોંચી હતી. આ લવસ્ટોરીની ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. TV9 ભારતવર્ષે જાસૂસી અને પ્રેમ વચ્ચે ફસાયેલી સીમા અને સચિનની લવ સ્ટોરી સાથે જોડાયેલો મોટો ખુલાસો કર્યો છે.
સીમા અને સચિને લગ્ન કરવાનો દાવો કર્યો હતો તે નેપાળનું પશુપતિનાથ મંદિર સંપૂર્ણપણે ફેક હોવાનું બહાર આવ્યું છે. TV9 ભારતવર્ષને નેપાળની તે વિનાયક હોટલ વિશે માહિતી મળી છે, જ્યાં સીમા અને સચિન પહેલીવાર રોકાયા હતા. આટલું જ નહીં, હોટલના રૂમ નંબર 204માં સચિને સીમાની માંગમાં સિંદૂર ભરીને લગ્ન કર્યા હતા.
બંને હોટલમાં 7 દિવસ રોકાયા હતા
નેપાળની વિનાયક હોટલના માલિક ગણેશે જણાવ્યું કે, સચિને એક રૂમ બુક કરાવ્યો હતો. સચિન એક દિવસ પહેલા નેપાળ પહોંચ્યો હતો અને બીજા દિવસે સીમા પહોંચી હતી. બંને હોટલમાં 7 દિવસ રોકાયા હતા. આ દરમિયાન બંને સાથે ફરતા હતા. બંને બહાર જતા ત્યારે સીમા જીન્સ અને ટી-શર્ટમાં જ રહેતી હતી. તેને જોઈને કોઈ કહી શક્યું નહીં કે તે 4 બાળકોની માતા છે.
પશુપતિનાથ મંદિરમાં લગ્નની વાત ખોટી
હોટલ માલિકે જણાવ્યું કે, સચિને સીમા સાથે હોટલના રૂમમાં જ લગ્ન કર્યા હતા. હોટલના રૂમમાં જ સચિને સીમાની માંગમાં સિંદૂર ભર્યું હતું. ગણેશે કહ્યું કે સીમાએ ભારતમાં ખોટું કહ્યું કે તેણે સચિન સાથે પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા છે.
સીમાની ભારત આવવાની રીત માનવ તસ્કરી જેવી
સીમા હૈદરને લઈને તપાસ એજન્સીઓએ મોટો ખુલાસો કર્યો છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે સીમા જે રીતે ભારત આવી તે માનવ તસ્કરી જેવું છે. જે રીતે તેને ભારતમાં દાખલ કરવામાં આવી છે, તેનાથી પાકિસ્તાની હેન્ડલર્સ પાસેથી ટ્રેનિંગ મળવાની શંકા વધુ ઘેરી બની રહી છે.
આ પણ વાંચો : સીમાની જેમ સરહદ પારથી આવી જુલી, પ્રેમીને લઈ ગઈ, બાંગ્લાદેશમાં કેવા છે યુવકના હાલ? પોલીસે જણાવી ઘટના
સરહદ પર નેપાળ થઈને ભારતમાં પ્રવેશવા માટે ત્રીજા વ્યક્તિની પણ મદદ લેવામાં આવી છે. સીમાને ભારત મોકલવા માટે સંપૂર્ણ ડ્રેસ અપ કરવામાં આવ્યું છે. સીમાની સાથે આવેલા 4 બાળકોને પણ તાલીમ આપવામાં આવી છે.