દેશના અનેક રાજ્યોમાં નવા વર્ષે તબક્કાવાર પુન: શરુ કરાશે શાળા-કોલેજ

|

Dec 28, 2020 | 5:09 PM

કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉન દરમિયાન દેશમાં શાળા-કોલેજો બંધ હતી. પરંતુ હવે તબક્કાવાર ધોરણે દેશના અનેક રાજ્યો શાળા પુન: શરુ કરી રહ્યા છે. બિહાર : અનેક સરકારી શાળાઓ તેમજ કોચિંગ સેન્ટર બિહારમાં 4 જાન્યુઆરી 2021થી પુન: શરુ કરવામાં આવશે. સિનિયરના ક્લાસીસ 4 જાન્યુઆરીથી ખોલવામાં આવશે. અને તે પરિસ્થિતીને 15 દિવસ રિવ્યુ કર્યા બાદ જુનિયર વિધાર્થીઓના ક્લાસ […]

દેશના અનેક રાજ્યોમાં નવા વર્ષે તબક્કાવાર પુન: શરુ કરાશે શાળા-કોલેજ

Follow us on

કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉન દરમિયાન દેશમાં શાળા-કોલેજો બંધ હતી. પરંતુ હવે તબક્કાવાર ધોરણે દેશના અનેક રાજ્યો શાળા પુન: શરુ કરી રહ્યા છે.

બિહાર : અનેક સરકારી શાળાઓ તેમજ કોચિંગ સેન્ટર બિહારમાં 4 જાન્યુઆરી 2021થી પુન: શરુ કરવામાં આવશે. સિનિયરના ક્લાસીસ 4 જાન્યુઆરીથી ખોલવામાં આવશે. અને તે પરિસ્થિતીને 15 દિવસ રિવ્યુ કર્યા બાદ જુનિયર વિધાર્થીઓના ક્લાસ શરુ કરવામાં આવશે.

પુડુચેરી :  પુડ્ડુચેરીમાં પણ 4જાન્યુઆરીથી શાળાઓ પુન:શરુ થઇ શકે છે. શરુઆતમાં શાળાઓ અડધા દિવસની હશે. શાળાનો સમય 10થી1નો રહેશે. અને સંપૂર્ણપણે આખો દિવસ શાળાઓ 18 જાન્યુઆરીથી શરુ થશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કર્ણાટક : કર્ણાટક સરકારે શાળાઓ પુન: શરુ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે શાળાઓ 1લી જાન્યુઆરીથી શરુ થશે. જો કે જે વિધાર્થીઓ શાળાએ આવવા ઇચ્છે છે તેમણે લેખિતમાં વાલીની મંજૂરી લેવી પડશે.

અસમ :  અસમ સરકારે પ્રાથમિક સ્તરથી યુનિવર્સિટી લેવલ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓેને પુન: શરુ કરવા માટેનો નિર્ણય લીધો છે. પહેલી જાન્યુઆરીથી અસમમાં શાળાઓ ખુલશે

પુણે : પુણે મ્યુનિસિપલ કોર્પેોરેશન દ્વારા જાન્યુઆરી 4 થી પુણેમાં શાળાઓ પુન :શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધોરણ 9થી12ના વિધાર્થીઓ માટે 4 જાન્યુઆરીથી શાળાઓ પુન: શરુ કરવામાં આવશે.કોવિડ-19ની માર્ગદર્શિકા પ્રમાણે શાળાઓ ખોલવામાં આવશે.

ગુજરાત : ગુજરાત સરકાર દ્વારા શાળા-કોલેજ શરુ કરવાને લઇ હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા કહેવામાં આવ્યું છે કે શાળા -કોલેજો ખોલવામાં આવશે. પરુંતુ તે અંગે રિવ્યુ બેઠક મળશે અને ત્યારબાદ શાળા-કોલેજ ફરી શરુ કરવાને લઇ નિર્ણય લેવામાં આવશે.

દિલ્લી : દિલ્લી સરકારનો શાળાઓ ખોલવા અંગે હજી વિચારી રહી નથી. દિલ્લી સરકારનું કહેવું છે કે જુલાઇ 2021 પહેલા શાળાઓ દિલ્લીમાં ખોલી શકાય તેમ નથી

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ , સિક્કિમ , ઉત્તરપ્રદેશ ,પંજાબ હરિયાણા રાજસ્થાને ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ માટે શાળાઓ ફરી શરુ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષાઓને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

Next Article