SC સીટીંગ જજ જસ્ટિસ MR શાહને હિમાચલમાં આવ્યો હાર્ટ એટેક, સારવાર માટે એરએમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાયા દિલ્હી

|

Jun 16, 2022 | 4:54 PM

સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ જસ્ટિસ એમ.આર. શાહને (Justice M.R. Shah) હિમાચલમાં હાર્ટ એટેક આવ્યો છે. દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તેવા અહેવાલ છે.

SC સીટીંગ જજ જસ્ટિસ MR શાહને હિમાચલમાં આવ્યો હાર્ટ એટેક, સારવાર માટે એરએમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાયા દિલ્હી
Justice M.R. Shah

Follow us on

સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ જસ્ટિસ એમ.આર. શાહને (Justice M.R. Shah) હિમાચલમાં હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ તેમને હિમાચલ પ્રદેશથી (Himachal Pradesh) દિલ્હી એરલિફ્ટ દ્વારા લઈ જવાયા. તેમને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તેવા અહેવાલ છે. સુપ્રીમ કોર્ટ આ બાબતે ગૃહ મંત્રાલયના સતત સંપર્કમાં છે. જસ્ટિસ એમ.આર.શાહે 19 જુલાઈ, 1982ના રોજ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ, ક્રિમિનલ, બંધારણીય, ટેક્સેશન, લેબર, સર્વિસ અને કંપની બાબતોમાં પ્રેક્ટિસ પણ કરી હતી. સાથે જ જમીન, બંધારણીય, શિક્ષણમાં વિશેષતા પણ મેળવી હતી.

સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને બીજેપીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પણ ટ્વીટ કરીને માહિતી આપી: “માનનીય જસ્ટિસ એમઆર શાહ જજ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હિમાચલ પ્રદેશમાં હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેને દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમની જલ્દી સ્વસ્થ માટે ભગવાનને પ્રાર્થના.”

જસ્ટિસ એમ.આર. શાહને 7 માર્ચ 2004ના રોજ ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. 22 જૂન 2005ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને 12 ઓગસ્ટ 2018ના રોજ પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2 નવેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટમાં તેમની નિમણૂક કરવામાં આવી હતી. 64 વર્ષના જસ્ટિસ એમ.આર. શાહે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી છે, અને પછી SC ન્યાયાધીશ તરીકેનો ચાર્જ લેતા પહેલા પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. શાહ 15 મે 2023ના રોજ નિવૃત્ત થવાના છે.

સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા ટાંકવામાં આવેલા સૂત્રોએ જણાવ્યું કે CJI એનવી રમના તેમને સારવાર માટે દિલ્હી લાવવા માટે જસ્ટિસ એમ આર શાહ અને એમએચએના સંપર્કમાં છે.

 

Published On - 3:49 pm, Thu, 16 June 22

Next Article