Agustawestland Scam: આરોપી મિશેલનો ભાગવાનો ખતરો, SCએ રદ કરી અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપીની જામીન અરજી

|

Feb 07, 2023 | 6:15 PM

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેના આધાર પર જામીનની માંગ કરવામાં આવી છે, તેનો સ્વીકાર કરવામાં આવી શકતો નથી. બેન્ચને આરોપી કિશ્ચયન મિશેલના વકીલે કહ્યું 2 ડિસેમ્બર 2018એ તેનું પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો.

Agustawestland Scam: આરોપી મિશેલનો ભાગવાનો ખતરો, SCએ રદ કરી અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપીની જામીન અરજી
Supreme Court
Image Credit source: File Image

Follow us on

સુપ્રીમ કોર્ટે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં આરોપી કિશ્ચિયન મિશેલ જેમ્સની જામીન અરજીને રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે આરોપીને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવાની છુટ આપી છે. CJI ડીવાય ચંદ્રચૂડની બેન્ચે આરોપી મિશેલ જેમ્સની જામીન અરજી રદ કરતા આરોપીને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરવાની છુટ આપી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેના આધાર પર જામીનની માંગ કરવામાં આવી છે, તેનો સ્વીકાર કરવામાં આવી શકતો નથી. બેન્ચને આરોપી કિશ્ચયન મિશેલના વકીલે કહ્યું 2 ડિસેમ્બર 2018એ તેનું પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદથી તે જેલમાં છે. IPC કલમ 405, 420 અને POCAની કલમ 8ના ગુન્હા માટે પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. મિશેલના વકીલે કહ્યું કે કલમ 8 હેઠળ વધારેમાં વધારે 5 વર્ષની સજા છે. મારા અસીલ ભારતમાં 4 વર્ષ 2 મહિનાથી જેલમાં છે. ત્યારે UAEમાં 120 દિવસ જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ 8માં 2014 અને 2018માં સુધારો થયો હતો. અમારે જોવાનું છે કે તમને કયું લાગુ પડશે.

આ પણ વાંચો: રેપ અને મર્ડર કેસમાં સજા કાપી રહેલા રામ રહીમે મ્યુઝિક વીડિયો સોંગ લોન્ચ કર્યું, વિપક્ષે કહ્યુ- આ કેવા પ્રકારની સજા છે?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આરોપીના વકીલે શું કહ્યું?

આરોપી મિશેલના વકીલે કહ્યું કે ગુન્હો 2014 પહેલા થયો. આ પહેલા FIR દાખલ કરવામાં આવી. ત્યારે સુધારા પહેલાની જોગવાઈ લાગુ થશે. 2013થી કેસમાં તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી તપાસ પુરી થઈ નથી. મિશેલ 4 વર્ષ કરતા વધારે સમયથી જેલમાં પસાર કરી ચૂક્યો છે.

સુપ્રીમ કોર્ટે પુછ્યુ કે શા માટે બે વિશેષ રજા અરજીઓ દાખલ કરવામાં આવી છે? આરોપી મિશેલના વકીલે જણાવ્યું કે એક અરજી ED અને બીજી CBI કેસ મામલે દાખલ કરવામાં આવી છે. વકીલે આગળ કહ્યું કે IPCની કલમ 420 મિશેલ પર લાગુ થતી નથી, કારણ કે મિશેલે કોઈની સાથે છેતરપિંડી કરી નથી.

તપાસ એજન્સીઓએ શું કહ્યું?

આરોપી મિશેલના વકીલે કહ્યું કે કેસમાં પ્રત્યાર્પણ કરેલા બીજા આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીને પુછ્યુ કે મિશેલની જામીનનું શું થશે? 4 વર્ષથી વધારે સમયથી જેલમાં છે. તમે કેટલા દિવસ તેને જેલમાં રાખશો, તમારે કોઈ સમય બતાવવો પડશે.

તપાસ એજન્સીઓ તરફથી હાજર થયેલા વકીલે કહ્યું કે હાઈકોર્ટ જામીનને રદ કરી ચૂક્યુ છે. જ્યારે તપાસ પુરી થઈ જશે. ત્યારબાદ અમને કોઈ વાંધો નથી. કેસમાં 322 સાક્ષી છે, જેમની પણ તપાસ કરવાની છે.

CJI ચંદ્રચૂડે મિશેલના વકીલને પુછ્યુ કે મિશેલનો ભાગી જોવાનો ખતરો છે. તેને લઈ તમે કેવી રીતે આશ્વસ્ત કરશો કે મિશેલ ભાગશે નહીં. જવાબમાં આરોપી મિશેલના વકીલે કહ્યું કે સીબીઆઈના અધિકારીઓએ 3 વખત દુબઈ આવીને પુછપરછ કરી છે. મિશેલે તપાસમાં હંમેશા સહયોગ કર્યો છે. સીબીઆઈએ કબૂલાતનું નિવેદન આપવા જણાવ્યું હતું જેનો મિશેલે વિરોધ કર્યો હતો.

Next Article