SBIએ ગ્રાહકોને કર્યા સાવધાન, ભૂલથી પણ ન કરો આ એપનો ઉપયોગ, બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી

|

Jan 29, 2021 | 10:29 PM

દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને ચેતવ્યા છે કે અનધિકૃત પ્લેટફોર્મ કે એપ્લીકેશનની જાળમાં ન ફસાવો જે તરત જ લોન આપવાના દાવા કરે છે.

SBIએ ગ્રાહકોને કર્યા સાવધાન, ભૂલથી પણ ન કરો આ એપનો ઉપયોગ, બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી

Follow us on

દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને ચેતવ્યા છે કે અનધિકૃત પ્લેટફોર્મ કે એપ્લીકેશનની જાળમાં ન ફસાવો જે તરત જ લોન આપવાના દાવા કરે છે. SBIએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને પોતાના ગ્રાહકોને સેફટી ટીપ્સ જાહેર કરી છે અને ગ્રાહકોને સાવધાન રહેવા જણાવ્યું છે. SBIએ પોતના ટ્વીટર હેન્ડલ પર એક ટ્વીટ કરીને લખ્યું કે તરત જ લોન આપવાનો દાવો કરતી એપ્લીકેશનથી સાવધાન રહો. SBIએ કહ્યું કે એવી કોઈ એપ્લિકેશનનો ઉપયોગ ન કરો, જે SBIકે અન્ય બેંકના નામે દર્શાવવામાં આવી છે તેમજ એવી કોઈ લિંક પર ક્લિક ન કરો જે બેંક દ્વારા અધિકૃત નથી.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

SBIએ આપી સેફટી ટીપ્સ

SBI અવારનવાર પોતાના ટ્વીટર હેન્ડલ પર બેંકની સ્કીમોની સાથે જ મહત્વપૂર્ણ જાણકારીઓ આપે છે. આજકાલ લોકોને ફોનકોલ દ્વારા છેતરામણીના કેસો વધી રહ્યા છે, એવા સમયે SBI તરફથી પોતાના ગ્રાહકોને  સાવધાન કરવામાં આવ્યા છે. SBIએ પોતાના ગ્રાહકો માટે કેટલીક સેફટી ટીપ્સ જાહેર કરી છે જે આ મુજબ છે –

1) કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાથી બચો અને કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ અને ઉપયોગ કરતા પહેલા તેની વિશ્વસનીયતા અંગે તપાસ કરો.

2) જે સ્કીમ-ઓફર આપવામાં આવે છે એના નિયમો અને શરતો સારી રીતે વાંચી લો.

3) SBI બેંકના ગ્રાહકો તમામ નાણાકીય જરૂરિયાતો -સ્કીમ અને ઓફર સંબંધી જાણકરી માટે અને તેનો લાભ લેવા માટે https://bank.sbi for all your financial needs પર ક્લિક કરો.

 

RBIએ પણ આપી હતી ચેતવણી

ગત મહીને RBIએ પણ આવી એપ્લીકેશન અંગે દેશના લોકોને ચેતવણી આપી હતી જે તરત જ લોન આપવાના દાવા કરે છે. RBIએ કહ્યું હતું કે આવી લોનના વ્યાજદર ખુબ ઊંચા હોય છે, ઘણા છુપા ખર્ચાઓ હોય છે અને રીકવરીની રીત પણ સ્વીકારી ન શકાય એવી હોય છે. આવી એપ્લીકેશન તેના યુઝર્સના ડેટાનો પણ ઉપયોગ કરે છે.

 

આ પણ વાંચો: India Post Recruitment 2021: ભારતીય ટપાલ વિભાગમાં 3 હજારથી વધુ પોસ્ટ્ની ભરતી, વાંચો આ અહેવાલ

Next Article