કોરોનાકાળનાં સંકટ વચ્ચે સરકારનો અર્થતંત્ર માટે બુસ્ટર ડોઝ, ઉદ્યોગોથી લઈ અર્થવ્યવસ્થા માટે “આત્મનિર્ભર ભારત 3″ની જાહેરાત

|

Nov 12, 2020 | 6:05 PM

કોરોનાં સંકટકાળ વચ્ચે પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવવા માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજ માટેનું એલાન કર્યું છે.  નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે માહિતિ આપતા જણાવ્યું કે અર્થવ્યવસ્થામાં સુધારાનાં સંકેત દેખાઈ રહ્યા છે. આ સાથે જ સરકારે આત્મનિર્ભર ભારત 3ની જાહેરાત કરી છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની શરૂઆત એટલા માટે કરવામાં આવી […]

કોરોનાકાળનાં સંકટ વચ્ચે સરકારનો અર્થતંત્ર માટે બુસ્ટર ડોઝ, ઉદ્યોગોથી લઈ અર્થવ્યવસ્થા માટે આત્મનિર્ભર ભારત 3ની જાહેરાત

Follow us on

કોરોનાં સંકટકાળ વચ્ચે પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવવા માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજ માટેનું એલાન કર્યું છે.  નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે માહિતિ આપતા જણાવ્યું કે અર્થવ્યવસ્થામાં સુધારાનાં સંકેત દેખાઈ રહ્યા છે. આ સાથે જ સરકારે આત્મનિર્ભર ભારત 3ની જાહેરાત કરી છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની શરૂઆત એટલા માટે કરવામાં આવી છે કે જેથી નવી રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી શકે.

તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત 3 હેઠળ 12 જેટલી જાહેરાત કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે આંકડાની અર્થવ્યવસ્થામાં સુધારાનાં સંકેત જેવા મળી રહ્યા છે. GST કલેક્શનનાં આંકડા પણ ઘણા સારા આવ્યા છે અને રિઝર્વ બેંકે પણ સંકેત આપ્યા છે કે ત્રીજા ક્વાર્ટરમાં જ અર્થવ્યવસ્થા સકારાત્મક GDP ગ્રોથ મેળવી શકે છે. રેલવેમાં માલ પરિવહનમાં 20%નો વધારો જોવા મળ્યો છે, બેન્ક દેવા વિતરણમાં 5%નો વધારો, શેરબજાર રિકોર્ડ સત્ર પર છે તો FPIમાં નેટ રોકાણ પણ સકારાત્મક રહ્યું છે. ફોરેન કરન્સી ભંડાર 650 અબજ ડોલરનાં રેકોર્ડ સ્તર પર પહોચી ગયોછે.

આત્મનિર્ભર ભારતનો ફાયદો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નાંણા પ્રધાનનાં જણાવ્યા મુજબ આત્મનિર્ભર ભારત 3 હેઠળ ઉઠાવવામાં આવેલા પગલાને લઈ મજુરોને ઘણો ફાયદો થયો છે. એજ રીતેખેડુતોને રાહત આપવાનો પ્રયાસ કરાયો હતો તેના પણ સારા પરિણામ મળી રહ્યા છે. આત્મનિર્ભર ભારત હેઠળની ECLGS સ્કીમ હેઠળ 61 લાખ લોકોએ લાભ ઉઠાવ્યો છે. આ સ્કીમ હેઠળ 1.52 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરાઈ ચુક્યું છે અને 2.05 લાખ કરોડ રૂપિયાનાં દેવાને મંજુરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ઈન્કમ ટેક્સ વિભાગે સક્રિયતા અને સ્પીડને દેખાડતા 1.32 લાખ કરોડ રૂપિયાનું રીફંડ આપી દીધુ છે.

કેમ આવી રહ્યું છે આ નવું પેકેજ

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ પેકેજને તૈયાર કરવા માટે ઉદ્યોગ, ચેમ્બર અને કોર્પોરેટ જગતની સલાહ લેવામાં આવી હતી. આ પેકેજને લઈને કોઈ ખાસ વિસ્તૃત જાણકારી તો નતી આપવામાં આવી પરંતુ જાણવામાં આવી રહ્યું છે કે તેનો હેતુ મુશ્કેલીમાં રહેલા ઉદ્યોગોને રાહત આપવા માટેનો છે કે જેના બળ પર રોજગારીનું વધારે સર્જન કરી શકાય. જણાવવું રહ્યું કે કોરોના વાયરસનાં સંક્રમણને રોકવા માટે ઉઠાવવામાં આવેલા લોકડાઉનથી દેશની અર્થવ્યવસ્થા ગંભીર રીતે અસર પામી હતી.

આ નાંણાકિય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક GDPમાં આશરે 24%નો ઘટાડો થયો હતો જેને લઈ અર્થવ્યવસ્થાને રાહત આપવા માટે સરકાર ઘણાં રાહત પેકેજની જાહેરાત પણ કરી ચુકી છે જો કે તેનાથી અર્થવ્યવસ્થામાં ખાસ કોઈ સુધારાનાં સંકેત નોહતા મળ્યા. જો કે હાલમાં અર્થવ્યવસ્થામાં સારા સંકેત સકારાત્મક રીતે મળી રહ્યા છે. નિષ્ણાંતો કહે છે કે આવા પરિણામો તહેવારોને લઈને તાત્કાલિક ઝડપ વધારનારા હોય છે, જો કે ટ્રાવેલ, સર્વિસ સેક્ટર જેવા ઘણાં સેક્ટરની સ્થિતિ ખરાબ છે.

2 લાખ કરોડનાં પેકેજની થઈ જાહેરાત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:41 pm, Thu, 12 November 20

Next Article