CMની ખુરશી માટે સમ્રાટ ચૌધરી એકલા નથી દાવેદાર, આ 4 નામ પણ છે રેસમાં… જાણો નીતિશ બાદ કોણ બનશે બિહારના CM?

બિહારમાં સત્તા પરિવર્તનનો આધ્યાય લખાઈ ચુક્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે હવે રાજ્યસભા જવા માટે તૈયાર છે. આ અંગે ખુદ નીતિશ કુમારે જાહેરાત કરી છે. જે બાદ બિહારમાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી બનશે. પરંતુ સવાલ એ છે કે ભાજપના ક્યા નેતાના શિરે મુખ્યમંત્રીનો તાજ સજશે?

CMની ખુરશી માટે સમ્રાટ ચૌધરી એકલા નથી દાવેદાર, આ 4 નામ પણ છે રેસમાં... જાણો નીતિશ બાદ કોણ બનશે બિહારના CM?
| Updated on: Mar 05, 2026 | 3:39 PM

બિહારમાં હવે પાવર પરિવર્તન થવાનું નક્કી છે. નીતિશ કુમારના રાજ્યસભા ગયા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગી આસાન મનાઈ રહી છે. અટકળો એવી છે કે હવે ભાજપ તેના CM બનાવશે. પરંતુ સમ્રાટ ચૌધરી એકમાત્ર CM દાવેદારની રેસમાં નથી. અનેક નેતાઓ આ દોડમાં સામેલ છે

ભાજપ હંમેશા તેમના નિર્ણયોથી રાજકીય પંડીતોને ચોંકવાતી આવી છે. પરંતુ બિહારની વર્તમાન પરિસ્થિતિમાં અનેક મોટા નેતાઓના નામ CM પદની રેસમાં ચાલી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પટના પહોંચ્યા છે. ભાજપ અધ્યક્ષ નીતિન નબીન અને અમિત શાહ રાજ્યસભા નામાંકન ભરતી વખતે નીતિશ કુમારની સાથે જોવા મળી રહ્યા છે.

બિહારમાં NDA સરકારે છ મહિના પણ પૂર્ણ કર્યા નથી અને નીતિશ કુમારે હવે પટનાથી દિલ્હી જવાનો નિર્ણય લીધો છે, ત્યારે પાવર ટ્રાન્સફર થવાનુ પણ નક્કી છે. નીતિશ કુમાર પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે અને નાયબ મુખ્યમંત્રી કોને નિયુક્ત કરવામાં આવશે? આવા અનેક સવાલ લોકોના મનમાં થઈ રહ્યા છે.

સમ્રાટ ચૌધરી CMની રેસમાં મજબૂત દાવેદાર

NDAમાં ની અંદર સૌથી વધુ ચર્ચા એ વાત પર થઈ રહી છે કે જો મુખ્યમંત્રી પદ ભાજપ પાસે જાય છે તો પાર્ટી કોના પર દાવ લગાવશે. હાલમાં તો અનેક નામો પર મંથન ચાલી રહ્યુ છે પરંતુ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી આ રેસમાં સૌથી મજબુત દાવેદાર મનાઈ રહ્યા છે.

છેલ્લા બે વર્ષમાં, સમ્રાટ ચૌધરીને નીતિશ કુમાર સાથે સરકારમાં કામ કરવાનો અનુભવ મેળ્યો છે, જેના કારણે તેઓ વહીવટી અને રાજકીય બંને દ્રષ્ટિકોણથી આગળના દાવેદાર બન્યા છે. તેમને ભાજપમાં પણ એક મજબૂત નેતા માનવામાં આવે છે.

મુખ્યમંત્રી પદની રેસમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય

મુખ્ય પ્રધાન પદ માટે ભાજપમાં બીજું અગ્રણી નામ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયનું છે. રાય ઓબીસી યાદવ સમુદાયમાંથી આવે છે અને છેલ્લા છ વર્ષથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના જુનિયર મંત્રી તરીકે કામ કરી રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે જો ભાજપ 2029 ની લોકસભા ચૂંટણી માટે યાદવ સમુદાય, આરજેડીની સૌથી મોટી વોટ બેંકને મોટો સંદેશ આપવા માંગતી હોય, તો નિત્યાનંદ રાય એક વ્યૂહાત્મક પસંદગી હોઈ શકે છે.

બિહારની રાજનીતિમાં યાદવ વોટ બેંક પર પરંપરાગત રીતે લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવનો દબદબો 1990થી રહેલો છે. તેથી, જો ભાજપ યાદવ સમુદાયમાંથી મુખ્યમંત્રીની નિમણૂક કરે છે, તો તે આ મજબૂત વિપક્ષી વોટ બેંકમાં ભંગાણ પાડવાની રણનીતિ હોઈ શકે છે.

મુખ્યમંત્રી પદની રેસમાં દિલીપ જયસ્વાલ

સમ્રાટ ચૌધરી અને નિત્યાનંદ રાય પછી, પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને બિહાર સરકારમાં મંત્રી દિલીપ જયસ્વાલનું નામ પણ ચર્ચામાં છે. દિલીપ જયસ્વાલ EBC વૈશ્ય સમુદાયમાંથી આવે છે, અને જો ભાજપ OBC ઉમેદવારને બદલે EBC નેતા પર દાવ લગાવવા માગે છે તો દિલીપ જયસ્વાલ એક વ્યવહારુ વિકલ્પ હોઈ શકે છે.

દિલીપ જયસ્વાલ વૈશ્ય (કલવાર) સમુદાયમાંથી આવે છે અને સીમાંચલના કિશનગંજ ક્ષેત્રમાં તેમનો મજબૂત રાજકીય આધાર છે. પાર્ટીમાં તેમને સૌમ્ય અને સંતુલિત સ્વભાવના નેતા માનવામાં આવે છે. જ્યારે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સીમાંચલ પ્રવાસ દરમિયાન કિશનગંજની મુલાકાત લે છે, ત્યારે તેઓ ઘણીવાર દિલીપ જયસ્વાલની મેડિકલ કોલેજમાં રોકાય છે. તેનાથી તેમના કેન્દ્રીય નેતૃત્વ સાથે નિકટતાનું અનુમાન લગાવી શકાય છે.

સંજીવ ચૌરસિયાને પણ બનાવી શકે CM

ભાજપના મુખ્યમંત્રીની રેસમાં પટનાની દીઘા વિધાનસભા બેઠકથી પાંચ વાર ધારાસભ્ય રહેલા સંજીવ ચૌરસિયાનું નામ પણ સામે આવી રહ્યુ છે. સંજીવ ચૌરસિયા ઓબીસી સમાજમાંથી આવનારી તમોલી જાતિમાંથી આવે છે. તેમને પટના વિસ્તારમાં મજબુત સંગઠનાત્મક પકડ ધરાવતા નેતા મનાઈ રહ્યા છે.

સંજીવ ચોરસિયા લાંબા સમય સુધી ધારાસભ્ય રહેવાને કારણે પ્રશાસનિક અને રાજનીતિ અનુભવ હાસિલ કર્યો છે. સંજીવ ચૌરસિયાના પિતા ગંગા પ્રસાદ ભાજપના સંસ્થાપક સદસ્યોમાંથી એક રહ્યા છે. અને પૂર્વમાં સિક્કિમના ગવર્નર પણ રહી ચુક્યા છે.

 

શું અમેરિકાએ ઈઝરાયેલને બચાવવા જેમને સુરક્ષાની ખાતરી આપી હતી…એ જ ખાડી દેશોને આજે મરવા માટે છોડી દીધા?

 

Published On - 2:41 pm, Thu, 5 March 26

Follow Us
Loading...
Unable to load recommendations.