Same Sex Marriage: સમલૈંગિક લગ્નને 34 દેશોએ આપી છે માન્યતા, તો ક્યાંક છે મૃત્યુદંડ સુધીની સજા, જાણો વિવિધ દેશમાં શું છે કાનુન?

|

Oct 17, 2023 | 12:30 PM

Same Sex Marriage : સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ આજે એટલે કે મંગળવારે પોતાનો નિર્ણય આપે તેવી શક્યતા છે .અરજીકર્તાઓએ સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વના 34 દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી છે. તેમાંથી 10 દેશોમાં કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો છે. એવા 23 દેશો છે જ્યાં સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા છે.

Same Sex Marriage: સમલૈંગિક લગ્નને 34 દેશોએ આપી છે માન્યતા, તો ક્યાંક છે મૃત્યુદંડ સુધીની સજા, જાણો વિવિધ દેશમાં શું છે કાનુન?
Same Sex Marriage

Follow us on

સેમ સેક્સના મેરેજની તરફેણ કરનારાઓ માટે આજનો દિવસ ખાસ છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ આજે એટલે કે મંગળવારે પોતાનો નિર્ણય આપે તેવી શક્યતા છે. અરજીકર્તાઓએ સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વના 34 દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી છે. તેમાંથી 10 દેશોમાં કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો છે. એવા 23 દેશો છે જ્યાં સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા છે.

સુપ્રીમ કોર્ટે 11 મેના રોજ સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા માટેની અરજી પર સુનાવણી પૂર્ણ કરી હતી અને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટેના પાંચ જજોની બંધારણીય બેંચ કરશે કે સમલૈંગિક લગ્ન માન્ય રાખવા કે નહીં. પાંચ જજોની બેચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એસકે કૌલ, એસઆર ભટ્ટ, હિમા કોહલી અને પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.

‘સમલૈંગિક લગ્ન દેશની સંસ્કૃતિ વિરુદ્ધ છે’

જો કે કેન્દ્ર સરકારની દલીલ છે કે આ અંગે કોઈ કાયદો બનાવવો એ સરકારનો વિષય છે. સરકારનું કહેવું છે કે આ માત્ર દેશની સાંસ્કૃતિક અને નૈતિક પરંપરાઓ વિરુદ્ધ નથી, પરંતુ તેને માન્યતા આપતા પહેલા 28 કાયદાઓની 160 જોગવાઈઓ બદલવી પડશે અને વ્યક્તિગત કાયદામાં પણ છેડછાડ કરવી પડશે.

આજનું રાશિફળ તારીખ : 26-06-2024
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ

’22 દેશોમાં કાયદેસર રીતે સ્વીકૃત’

તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટની બંધારણીય સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણી માંથી બહાર કાઢી કાનુની માન્યતા આપી હીત. સમલૈંગિકો હજુ પણ લગ્ન માટે કાનૂની દાવા કરી શકતા નથી. IPCની કલમ 377 હેઠળ સમલૈંગિક સંબંધોને અપરાધ માનવામાં આવતો હતો. તે જ સમયે, જો આપણે વિશ્વ પર નજર કરીએ તો, 33 એવા દેશો છે જ્યાં ગે લગ્નને માન્યતા આપવામાં આવી છે. તેમાંથી લગભગ 10 દેશોની અદાલતોએ સમલૈંગિક લગ્નને માન્યતા આપી છે. આ સિવાય 22 દેશો એવા છે જ્યાં કાયદા બનાવવામાં આવ્યા છે અને તેને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા અને તાઈવાને કોર્ટના આદેશથી તેને કાયદેસર ગણાવ્યું છે.

‘વિશ્વના 64 દેશોમાં જ્યાં સમલૈંગિકતા અપરાધ’

2001 માં, નેધરલેન્ડ્સ ગે લગ્નને કાયદેસર બનાવનાર પ્રથમ હતું. જ્યારે તાઈવાન એશિયાનો પ્રથમ દેશ હતો. કેટલાક એવા મોટા દેશો છે જ્યાં સમલૈંગિક લગ્ન સ્વીકારવામાં આવતા નથી. તેમની સંખ્યા લગભગ 64 છે. અહીં સમલૈંગિક સંબંધને અપરાધ માનવામાં આવે છે અને સજા તરીકે મૃત્યુદંડ પણ સામેલ છે. મલેશિયામાં સમલૈંગિકતા ગેરકાયદેસર છે. ગયા વર્ષે, સિંગાપોરે પ્રતિબંધો સમાપ્ત કર્યા. જો કે, ત્યાં લગ્ન મંજૂર નથી. એક રિપોર્ટ અનુસાર, જાપાન સહિત સાત મોટી અર્થવ્યવસ્થાના દેશો પણ સમલૈંગિક લગ્નને કાયદેસરની મંજૂરી આપતા નથી.

‘ક્યા દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા છે?’

વિશ્વના 34 દેશોમાં જ્યાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી છે તેમાં ક્યુબા, એન્ડોરા, સ્લોવેનિયા, ચિલી, સ્વિટ્ઝર્લેન્ડ, કોસ્ટા રિકા, ઑસ્ટ્રિયા, ઑસ્ટ્રેલિયા, તાઇવાન, એક્વાડોર, બેલ્જિયમ, બ્રિટન, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આઇસલેન્ડ, આયર્લેન્ડનો સમાવેશ થાય છે. , લક્ઝમબર્ગ, માલ્ટા, નોર્વે, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, કોલંબિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના, કેનેડા, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઉરુગ્વે. વિશ્વની 17 ટકા વસ્તી આ દેશોમાં રહે છે. ત્રણ દેશો, એન્ડોરા, ક્યુબા અને સ્લોવેનિયાએ ગયા વર્ષે જ તેને કાયદેસર મંજુરી મળી છે.

‘ક્યા 23 દેશોમાં કાનૂની માન્યતા?’

ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, કોલંબિયા, કોસ્ટા રિકા, એક્વાડોર, મેક્સિકો, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, તાઇવાન, અમેરિકાના નામ પણ સામેલ છે.

‘ક્યા દેશોમાં સમલૈંગિક લગ્ન ગેરકાયદે છે?’

પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, કતાર, મોરિટાનિયા, ઈરાન, સોમાલિયા અને ઉત્તરી નાઈજીરીયાના કેટલાક ભાગો સમલૈંગિક લગ્નને લઈને ખૂબ જ કડક છે. શરિયા અદાલતોમાં મૃત્યુદંડની પણ જોગવાઈ છે. આફ્રિકન દેશ યુગાન્ડામાં સમલૈંગિકતામાં દોષી સાબિત થવા પર આજીવન કેદ અને મૃત્યુદંડની સજાની જોગવાઈ છે. અન્ય 30 આફ્રિકન દેશોમાં પણ સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ છે. 71 દેશો એવા છે જ્યાં જેલની સજાની જોગવાઈ છે.

‘ભારતમાં 53 ટકા લોકો સમર્થનમાં છે?’

સર્વેમાં ભારતના લોકોના સમર્થનનો દાવો પણ કરવામાં આવ્યો છે. પ્યુ રિસર્ચ સેન્ટરના ‘સ્પ્રિંગ 2023 ગ્લોબલ એટિટ્યુડ સર્વે’માં જાણવા મળ્યું છે કે સર્વેમાં સામેલ લગભગ 53% ભારતીયો ગે લગ્નને કાયદેસર બનાવવાની તરફેણમાં છે. ભારતમાં આ લોકોનું કહેવું છે કે ભારત ગે કપલ્સ માટે વધુ સારી જગ્યા બની ગયું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article