એસ જયશંકર સાથે મુલાકાત બાદ રશિયાના વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- યુક્રેન સાથેની વાતચીતમાં ભારત કરી શકે છે મધ્યસ્થી

|

Apr 01, 2022 | 7:19 PM

જયશંકરે કહ્યું કે આજે અમારી બેઠક આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલી તંગ પરિસ્થિતિમાં યોજાઈ રહી છે અને ભારત હંમેશા વાતચીત અને કૂટનીતિ દ્વારા મતભેદો કે વિવાદોને ઉકેલવાના પક્ષમાં રહ્યું છે.

એસ જયશંકર સાથે મુલાકાત બાદ રશિયાના વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- યુક્રેન સાથેની વાતચીતમાં ભારત કરી શકે છે મધ્યસ્થી
Sergei Lavrov - S Jaishankar

Follow us on

યુક્રેન પર ચાલી રહેલા રશિયન હુમલા (Russia Ukraine War) વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ (Sergey Lavrov) ભારતની મુલાકાતે છે. લાવરોવે કહ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે અત્યાર સુધી જેટલી પણ શાંતિ વાટાઘાટોમાં કોઈ ઉકેલ આવ્યો નથી. આવી સ્થિતિમાં ભારત મોસ્કો અને કિવ વચ્ચે મધ્યસ્થી કરી શકે છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથેની તેમની મુલાકાત દરમિયાન, ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતે તેના એજન્ડાને વિસ્તારતી વખતે સહયોગમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો છે.

જયશંકરે કહ્યું કે આજે અમારી બેઠક આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલી તંગ પરિસ્થિતિમાં યોજાઈ રહી છે અને ભારત હંમેશા વાતચીત અને કૂટનીતિ દ્વારા મતભેદો કે વિવાદોને ઉકેલવાના પક્ષમાં રહ્યું છે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે કહ્યું કે ભૂતકાળમાં ઘણા મુશ્કેલ પ્રસંગોએ પણ બંને દેશો વચ્ચેના સંબંધો શાશ્વત રહ્યા છે. અમે સંતુલિત વિશ્વમાં રસ ધરાવીએ છીએ જે તેને ટકાઉ બનાવે છે.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જયશંકર સાથેની વાતચીત દરમિયાન વર્તમાન પરિસ્થિતિમાં ભારતના સ્ટેન્ડની પ્રશંસા કરી હતી. જયશંકર અને લાવરોવ વચ્ચેની બેઠક અમેરિકાએ ચેતવણી આપી હતી કે રશિયા વિરુદ્ધ અમેરિકી પ્રતિબંધોમાં અવરોધ સર્જનારા દેશોને પરિણામ ભોગવવા પડશે. ભારત અને રશિયા વચ્ચેની ઉચ્ચસ્તરીય બેઠક એવા સંકેતોની પૃષ્ઠભૂમિમાં થઈ હતી કે ભારત દ્વારા રશિયા પાસેથી મોટા ડિસ્કાઉન્ટમાં તેલ ખરીદવાની શક્યતાઓ અને દ્વિપક્ષીય વેપાર માટે રૂપિયા-રુબલ વિનિમય વ્યવસ્થા સામે આવી છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

અમેરિકાએ રશિયાને સમર્થન આપતા દેશોને ધમકી આપી છે

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ગુરુવારે બે દિવસની સત્તાવાર મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓ ચીનનો પ્રવાસ પૂરો કરીને ભારત આવ્યા છે. ગયા મહિને રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ આ તેમની પ્રથમ મુલાકાત છે. રશિયાના વિદેશ મંત્રી લાવરોવ ભારત આવ્યા તેના થોડાક કલાકો પહેલા જ અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA) દલીપ સિંહે ચેતવણી આપી હતી કે રશિયા વિરુદ્ધ અમેરિકી પ્રતિબંધોમાં અવરોધ સર્જનારા દેશોને પરિણામ ભોગવવા પડશે.

આ પણ વાંચો : UP: સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથ પહેલીવાર અયોધ્યા પહોંચ્યા, શ્રી રામ લલ્લાની પૂજા કરી

આ પણ વાંચો : Rajasthan: રાજસ્થાનમાં આજથી 50 યુનિટ વીજળી મફત, સરકારી હોસ્પિટલોમાં CT સ્કેન, MRI જેવા મોંઘા ટેસ્ટ મફત થશે

Next Article