Russia-Ukraine Crisis: સ્વાસ્થ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માર્ગદર્શિકામાં કર્યો ફેરફાર, યુક્રેનથી આવતા ભારતીયોને છૂટ

|

Feb 28, 2022 | 5:07 PM

આરોગ્ય મંત્રાલયે ઇન્ટરનેશનલ ટ્રાવેલ એડવાઈઝરીમાં ફેરફાર કર્યા છે, જેમાં યુક્રેનમાંથી ભારત આવતા ભારતીયોને વિવિધ છૂટ આપવામાં આવી છે.

Russia-Ukraine Crisis: સ્વાસ્થ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માર્ગદર્શિકામાં કર્યો ફેરફાર, યુક્રેનથી આવતા ભારતીયોને છૂટ
Russia ukraine Crisis

Follow us on

Russia-Ukraine Crisis: આરોગ્ય મંત્રાલયે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી (Ukraine) બહાર કાઢવામાં આવેલા ભારતીયો માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry)  ઈન્ટરનેશનલ ટ્રાવેલ એડવાઈઝરીમાં ફેરફાર કર્યા છે, જે યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવતા ભારતીયોને વિવિધ છૂટ આપે છે. તેમને કોવિડ -19 સંબંધિત ઘણી છૂટ આપવામાં આવી છે.

ભારતીય નાગરિકોને ફરજિયાત નેગેટિવ RT-PCR ટેસ્ટ અને રસીકરણ પ્રમાણપત્રમાંથી (Vaccination Certificate) મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ એર-સુવિધા પોર્ટલ પર પ્રસ્થાન પહેલા દસ્તાવેજો અપલોડ કરવાની પણ જરૂર નથી.

યુક્રેનથી ભારત આવતા મુસાફરોને છૂટ

જો કોઈ મુસાફરોના આગમન પહેલાં RTPCR ટેસ્ટ રજૂ કરવામાં સક્ષમ ન હોય અથવા તેમનું COVID-19 રસીકરણ પૂર્ણ ન કર્યું હોય, તેઓ ભારતમાં તેમના આગમન પછી 14 દિવસ સુધી તેમના COVID-19 નમૂનાઓ સબમિટ કરી શકે છે. 28 ફેબ્રુઆરી સુધીમાં 1,156 ભારતીયો યુક્રેનથી ભારત આવ્યા છે, જેમાંથી એકપણ મુસાફરોને આઈસોલેશનમાં (Isolation) રાખવામાં આવ્યા નથી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

યુક્રેનમાં હજુ પણ હજારોની સંખ્યામાં ભારતીયો ફસાયેલા

ભારતે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં પહેલાથી જ 24 કલાકના કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે, જેથી કરીને ભારતીયોને આ દેશો સાથેની યુક્રેનની સરહદેથી બહાર કાઢી શકાય. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે લગભગ 13,000 ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને સરકાર તેમને વહેલામાં વહેલી તકે પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

યુક્રેને 24 ફેબ્રુઆરીએ દેશની એરસ્પેસ બંધ કરી હતી

યુક્રેનિયન સત્તાવાળાઓએ 24 ફેબ્રુઆરીની સવારે પેસેન્જર પ્લેનના સંચાલન માટે તેમના દેશની એરસ્પેસ બંધ કરી દીધી હતી, તેથી ભારતીયોને ઘરે લાવવા માટે આ ફ્લાઈટ્સ બુકારેસ્ટ અને બુડાપેસ્ટથી ચલાવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જે ભારતીય નાગરિકો યુક્રેન-રોમાનિયા અને યુક્રેન-હંગેરી સરહદે રોડ માર્ગે પહોંચ્યા હતા તેમને ભારત સરકારના અધિકારીઓની મદદથી અનુક્રમે બુકારેસ્ટ અને બુડાપેસ્ટ લઈ જવામાં આવ્યા હતા, જેથી તેઓને એર ઈન્ડિયાની (Air India) ફ્લાઈટમાં લઈ જઈ શકાય.

 

આ પણ વાંચો : ભારત સ્થિત યુક્રેનના રાજદૂતની યુદ્ધ અટકાવવા રશિયાને અપીલ, કહ્યું- યુદ્ધ નહી અટકે તો 70 લાખ શરણાર્થીઓ હશે

Next Article