આજથી બેન્ક, ATM, PF સહિતના ઘણા નિયમોમાં થયા ફેરફાર, જાણો તમારા પર શું થશે તેની અસર

|

Sep 26, 2020 | 4:10 PM

દેશમાં કોરોના વાઈરસનો કહેર છે. ત્યારે આજથી ઘણા બધા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડવાની છે. જેમાં એટીએમ અને મિનિમમ એકાઉન્ટ બેલેન્સના નિયમમાં પણ ફેરફાર થયા છે. જાણો હવે શું-શું ફેરફાર કરવામાં આવ્યા છે. 1. ATMથી પૈસા ઉપાડવાને લઈ બદલાયો નિયમ માર્ચમાં લોકડાઉન લાગૂ થયું હતું તો નાણાપ્રધાન […]

આજથી બેન્ક, ATM, PF સહિતના ઘણા નિયમોમાં થયા ફેરફાર, જાણો તમારા પર શું થશે તેની અસર

Follow us on

દેશમાં કોરોના વાઈરસનો કહેર છે. ત્યારે આજથી ઘણા બધા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડવાની છે. જેમાં એટીએમ અને મિનિમમ એકાઉન્ટ બેલેન્સના નિયમમાં પણ ફેરફાર થયા છે. જાણો હવે શું-શું ફેરફાર કરવામાં આવ્યા છે.

1. ATMથી પૈસા ઉપાડવાને લઈ બદલાયો નિયમ

માર્ચમાં લોકડાઉન લાગૂ થયું હતું તો નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે આગામી 3 મહિના સુધી કોઈ પણ બેન્કના ATMથી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. આ 3 મહિનાનો સમય 30 જૂને ખત્મ થઈ ગયો અને આજથી જૂનો નિયમ લાગૂ કરી દેવામાં આવ્યો છે. સ્ટેટ બેન્કની વેબસાઈટ મુજબ મેટ્રો શહેરમાં ATMથી 8 વખત રોકડ ઉપાડવાની અનુમતિ છે. તેમાં તમે 5 વખત SBIના ATM અને 3 વખત બીજી બેન્કના ATMથી પૈસા ઉપાડી શકો છો. જો તમે એક મહિનામાં 8થી વધારે વખત રોકડ ઉપાડો છો તો દરેક ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા અને GST ચૂક્વવો પડી શકે છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

2. મિનિમમ બેલેન્સથી જોડાયેલા નિયમમાં ફેરફાર

નાણાપ્રધાને કહ્યું હતું કે કોઈને પણ 30 જૂન સુધી મિનિમમ બેલેન્સ રાખવાની જરૂરિયાત નથી. આ મુદત પણ હવે ખત્મ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે મોટાભાગની બેન્ક પોતાના ગ્રાહકોને તેમના ખાતામાં મિનિમમ બેલેન્સ રખાવે છે અને એવું ના કરવા પર ગ્રાહકોને પેનલ્ટી આપવી પડે છે, એટલે હવે 1 જૂલાઈથી ફરીથી જૂની વ્યવસ્થા લાગૂ થઈ ગઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3. મ્યૂચ્યુલ ફંડ પર લાગશે સ્ટેમ્પ ડ્યૂટી

1 જુલાઈથી કોઈ મ્યૂચ્યુલ ફંડ ખરીદવા પર તમારે તેની પર સ્ટેમ્પ ડ્યુટી આપવી પડશે. જો SIP અને STP પ્લાન ખરીદો છો તો પણ તમારે સ્ટેમ્પ ડ્યુટી ચૂક્વવી પડશે. આ ડ્યુટી દરેક પ્રકારના મ્યૂચ્યુલ ફંડ પર આપવી પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. PFના પૈસા ઉપાડવાના નિયમમાં ફેરફાર

કોરોના વાઈરસ લોકડાઉનમાં નાણાપ્રધાને PFના પૈસા ઉપાડવાની પરવાનગી આપી હતી. તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી. નાણાપ્રધાને કહ્યું હતું કે કુલ જમા રકમના 75 ટકા અથવા બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાના 3 ગણા, બંનેમાંથી જે ઓછું હોય તે ઉપાડી શકાતું હતું પણ 1 જુલાઈથી તેની સુવિધા બંધ કરી દેવામાં આવી છે.

 

5. અટલ પેન્શન યોજનાથી જોડાયેલા નિયમમાં ફેરફાર

અટલ પેન્શન યોજના માટે મંથલી ઓટો ડેબિટ શરૂ થઈ ગયું છે. ઓટો ડેબિટની પ્રક્રિયાને 30 જૂન સુધી રોકવામાં આવી હતી. સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઈઝથી જોડાયેલા જુના વિવાદોનો ઉકેલ લાવવા માટે જાહેર કરેલી સબકા વિશ્વાસ યોજનાની છેલ્લી તારીખ પણ 30 જૂન જ રાખવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:43 am, Wed, 1 July 20

Next Article