RT-PCR Test: શું ભરોસાપાત્ર નથી આ ટેસ્ટ? જાણો વિશેષજ્ઞો પાસેથી કે, નેગેટીવ રીપોર્ટ બાદ પણ કેમ સંક્રમિત થાય છે લોકો

|

Apr 20, 2021 | 3:48 PM

RT-PCR Test: કોરોના વાયરસનાં સતત વધી રહેલા કેસને લઈને લોકોમાં ચિંતા ફરી વળી છે. આવા સમયમાં સૌથી જરૂરી હોય છે કે કોરોનાનાં લક્ષણ દેખાતા તરત જ ટેસ્ટ કરાવી લઈને પોતાની સાથે બીજા લોકોને પણ સુરક્ષિત કરી શકાય. પરંતુ શું કોરોનાની તપાસનાં પરિણામો પર શું ભરોસો મુકી શકાય તેમ છે?

RT-PCR Test: શું ભરોસાપાત્ર નથી આ ટેસ્ટ? જાણો વિશેષજ્ઞો પાસેથી કે, નેગેટીવ રીપોર્ટ બાદ પણ કેમ સંક્રમિત થાય છે લોકો
RT-PCR Test શું ભરોસાપાત્ર નથી? શું કહે છે તજજ્ઞો

Follow us on

RT-PCR Test: કોરોના વાયરસ (Corona Virus)નાં સતત વધી રહેલા કેસને લઈને લોકોમાં ચિંતા ફરી વળી છે. આવા સમયમાં સૌથી જરૂરી હોય છે કે કોરોનાનાં લક્ષણ દેખાતા તરત જ RT-PCR Test કરાવી લઈને પોતાની સાથે બીજા લોકોને પણ સુરક્ષિત કરી શકાય. પરંતુ શું કોરોનાની તપાસનાં પરિણામો પર શું ભરોસો મુકી શકાય તેમ છે? આ સવાલ એટલા માટે ઉભો થઈ રહ્યો છે કેમકે છેલ્લા કેટલાય સમયથી બુમ ઉઠી રહી છે વ્યક્તિ નેગેટીવ હોવા છતાં પણ સંક્રમિતનાં લક્ષણ તેમાં જોવા મળે છે.

એટલું જ નહી તપાસનાં આધારે ડોક્ટર સંક્રમણ હોવાની વાતને પણ માને છે. તો અગર તમારો RT-PCR Test નેગેટીવ છે અને તો પણ તમે પોઝીટીવ હોવ તો ? બસ આ જ અંગે જાણીએ તજજ્ઞો પાસેથી તે શું કહી રહ્યા છે. ડોક્ટરો આ ટેસ્ટને કોરોના સામે તપાસનું ગોલ્ડ સ્ટેન્ડર્ડ માને છે. જો કે ઘણાં કિસ્સામાં જોવા મળ્યું છે કે આ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ અન્ય તપાસ જેમ કે સીટી સ્કેન, છાતીનો એક્સરે જોવા પર વ્યક્તિ પોઝીટીવ હોય છે. સવાલ એવામાં એ થાય છે કે કોવિડનાં નવા વેરિએન્ટ શું આ ટેસ્ટને પણ માત આપી ગયા છે?

RT-PCR Test શું ભરોસાપાત્ર નથી? જાણો વિશેષજ્ઞો પાસેથી

શું કહે છે તજજ્ઞ?

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વિશેષ તબિબોનાં જણાવ્યા પ્રમાણે RT-PCR Test ઘણો ચોક્કસ માનવામાં આવે છે. ઘણીવાર સરખી રીતે સેમ્પલ નથી લેવામાં આવતું તો પણ રિપોર્ટ સાચો નથી આવતો. આ ટેસ્ટમાં નાક અને ગળામાં ઘણાં અંદર સુધીથી સ્લેબ લેવા માટેની સલાહ આપવામાં આવે છે. સ્લેબ લેવાનાં સમયમાં અગર તમે અસહજતા નથી અનુભવતા તો સંભવ છે કે સેમ્પલ યોગ્ય રીતે નથી લેવામાં આવ્યું.

રિપોર્ટ સાચા નહી આવવાનું કારણ 

રિપોર્ટ સાચા નહી આવવાનાં કારણોની વાત કરીએ તો તજજ્ઞોનું કહેવું છે કે ઘણીવાર જોવા મળ્યું છે કે લોકો સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા બાદ તરત રિપોર્ટ કરાવી લે છે. આ કારણને લઈને રિપોર્ટ સાચા નથી આવતા. સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા બાદ 5 દિવસ પછી રિપોર્ટ કરાવવામાં આવે અને ખાસ તો લક્ષણ દેખાય કે તરત રિપોર્ટ કરાવવામાં આવે તો સાચું રિઝલ્ટ મળી શકે છે.

 

વાયરલ લોડનું ઓછુ હોવું

તજજ્ઞો કહે છે કે RT-PCR ટેસ્ટમાં વાયરલ લોડ અગર વધારે નથી હોતો તો પણ તપાસ રિપોર્ટનેગેટીવ આવી શકે છે. આવા કેસમાં જોવા મળ્યું છે કે આજે ટેસ્ટ કરાવવા પર રિપોર્ટ નેગેટિવ આવી હશે પરંતુ કેટલાક દિવસો જતા જ ટેસ્ટ કરાવવામાં આવે તો સંક્રમણની ખબર પડી જાય છે.

સ્પેશ્યાલિસ્ટો એમ પણ માને છે કે નવો વેરિઅન્ટ ચિંતાનો વિષય છે. શક્ય છે કે વાયરસ મ્યૂટેશન RT-PCR Testને પણ ચકમો આરી દઈ શકે છે.

નોંધ- આ લેખ અને તેમાં આપવામાં આવેલી માહિતિ વાચકો માટે ખાસ ડોક્ટરો સાથે વાત કરીને મેળવવામાં આવી છે. ટેસ્ટને લઈને મતમતાંતર હોઈ શકે છે માટે પોતાના તબિબ સાથે પણ વાતચીત કરીને સલાહ લેવી આવશ્યક છે.

Next Article