રેડ દરમિયાન સરકારી અધિકારીના ઘરની પાઈપલાઈનમાંથી નોટોના બંડલ નીકળતા ACBની આંખો ફાટી ગઈ, જુઓ વિડીયો

કર્ણાટકના એન્ટી કરપ્શન બ્યુરોના કુલ 503 અધિકારીઓએ રાજ્યમાં 68 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. અપ્રમાણસર સંપત્તિના કેસમાં કર્ણાટક સરકારના 15 અધિકારીઓ સામે દરોડા પાડવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:05 PM

KARNATAK : અત્યાર સુધી તમે પાણીની પાઈપ લાઈનમાંથી પાણી નીકળતા તો બહું જોયું હશે, પરંતુ અમે જે બતાવવા જઈ રહ્યા છીએ તે નિહાળી તમે ચોંકી જશો. પ્રથમવાર પાણીની લાઈનમાંથી પાણી નહીં પરંતુ પૈસા નીકળી રહ્યા છે.ખરેખરે આ ઘટના કર્ણાટકની છે.કર્ણાટકના કુલબુર્ગીમાં એન્ટી કરપ્શનની ટીમે PWD વિભાગના એક એન્જિનિયરિંગના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ACBને પાણીની પાઇપ લાઈનમાંથી રૂપિયા મળ્યા.. ઘરના ડ્રેનજના પાઈપ તોડ્યા તો 500-500 રૂપિયાની નોટોના બંડલ નીકળ્યા.5-10 હજાર રૂપિયા નહીં પરંતુ 13 લાખ રૂપિયા નીકળ્યા.

ઘરમાંથી કુલ 54 લાખ રૂપિયા મળી આવ્યા.દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, ACBના અધિકારી પાઈપમાંથી રૂપિયા કાઢતા કાઢતા થાકી ગયા.500ની નોટના બંડલથી ડોલ ભરાઈ ગઈ અને નોટો નીકળતી રહી. સરકારી અધિકારીના ઘરમાંથી એટલા બધા નાણા નીકળ્યા કે લોકો હેરાન થઈ ગયા.

ACBના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપી સરકારી અધિકારીઓ પર રાજ્યવ્યાપી કાર્યવાહીના ભાગ રૂપે, કાલબુર્ગી જિલ્લામાં PWD એન્જિનિયરના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ રહેઠાણની પાઇપલાઇનમાં રોકડ સંતાડવામાં આવી હતી. પાઈપલાઈનમાંથી પૈસા કાઢવા માટે પ્લમ્બરને બોલાવવામાં આવ્યો, પાઈપલાઈનને તોડવામાં આવી અને તેની અંદર સંતાડવામાં આવેલા નોટોના બંડલ બહાર કાઢવામાં આવ્યાં.

કર્ણાટકના એન્ટી કરપ્શન બ્યુરોના કુલ 503 અધિકારીઓએ રાજ્યમાં 68 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. અપ્રમાણસર સંપત્તિના કેસમાં કર્ણાટક સરકારના 15 અધિકારીઓ સામે દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ડ્રગ્સ બાદ હવે અમદાવાદમાં ટ્રામાડોલનો 189 કિલોનો જથ્થો ઝડપાયો, જાણો શું છે આ ટ્રામાડોલ?

આ પણ વાંચો : સુરતમાં ચોંકાવનારી ઘટના : મૃત માતાના વાળ પકડીને રડી રહ્યું હતું એક મહિનાનું બાળક

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">