Romantic Destinations: રોમેન્ટિક વેકેશન માટે પૉપ્યુલર છે ભારતના આ શહેરો, એક વખત અચુક મુલાકાત લો

|

Jun 04, 2021 | 6:21 PM

Romantic Destinations :જો તમે તમારા પાર્ટનરની સાથે એક યાદગાર પ્રવાસ પર જવા માંગો છો. તો એક રોમેન્ટિક વેકેશન (Romantic vacation)નો પ્લાન કરી પ્રવાસને યાદગાર બનાવી શકો છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ વેકેશન માટેના પૉપ્યુલર સ્થળો

Romantic Destinations: રોમેન્ટિક વેકેશન માટે પૉપ્યુલર છે ભારતના આ શહેરો, એક વખત અચુક મુલાકાત લો
These cities of India are popular for romantic vacation

Follow us on

Romantic Destinations :જો તમે તમારા પાર્ટનરની સાથે એક યાદગાર પ્રવાસ પર જવા માંગો છો તો એક રોમેન્ટિક વેકેશન (Romantic vacation)નો પ્લાન કરી પ્રવાસને યાદગાર બનાવી શકો છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ વેકેશન માટેના પૉપ્યુલર સ્થળો.

દરેક વ્યક્તિને પોતાની લાઈફમાં  એવી ઈચ્છા હોય છે કે, તે પોતાના પાર્ટનરની સાથે કોઈ એવા રોમેન્ટિક સ્થળ પર જાય જે હંમેશા યાદગાર બનીને રહી જાય. વરસાદી માહોલમાં કેટલાક લોકો હિલસ્ટેશન (Hill station) પર તો કેટલાક લોકો રોમેન્ટિક વેકેશન (Romantic vacation) પર જવાનું પસંદ કરે છે. જેના માટે ભારતમાં કેટલાક રોમેન્ટિક સ્થળો (Romantic places)છે.

આ સ્થળો પર જઈ રોમેન્ટિક વેકેશન(Romantic vacation)યાદગાર બનાવી શકો છો. હાલમાં કોરોના મહામારીને લઈ પર્યટકોની સંખ્યામાં ધટાડો થયો છે, જો કે કેટલાક લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરી વેકેશન પર જાય છે. જો તમે પણ રોમેન્ટિક વેકેશન (Romantic vacation) પર જવા માંગો છે તો આ સ્થળો પર જઈ શકો છો.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

વાલપરાઈ,તમિલનાડુ

તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં વાલપરાઈ આવેલું છે.કોઈમ્બતુર  શહરથી  વાલપરાઈ  અંદાજે 100 કિમી દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી 3500 ફીટ ઉંચાઈ પર આવેલું છે. આ હિલ સ્ટેશન તમિલનાડુના સૌથી ખુબસુરત હિલ સ્ટેશન(Hill station) માંથી એક છે.આ હિલ સ્ટેશન રોમેન્ટિક વેકેશન (Romantic vacation) માટે પ્રસિદ્ધ છે. વરસાદી માહોલમાં મોટી સંખ્યામાં લવ બર્ડસ  અહિના જંગલોમાં આવે છે. જો તમે પણ તમારી લવ લાઈફમાં વધુ મીઠાશ લાવવા માંગો છો તો એક વખત વાલપરાઈનો પ્રવાસ જરુર કરો.

કૂર્ગ, કર્ણાટક

કૂર્ગ (Kodagu )ને કૉફીનું શહેર પણ કહેવામાં આવે છે. આ દક્ષિણ ભારતના ખુબસુરત શહેરોમાનું એક છે.કૂર્ગ કર્ણાટકના દક્ષિણ પશ્ચિમ ભાગમાં એક પહાડ પર આવેલો જિલ્લો છે.કૂર્ગને ભારતનું સ્કૉલેન્ડ પણ કહેવામાં આવે છે. તેમજ કર્ણાટકનું કાશ્મીર તરીકે પણ જાણીતું છે. ખાસ કરીને કપલ્સ માટે આ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. જ્યારે તમે રોમેન્ટિક વેકેશન (Romantic vacation) પર જાવ છો તો કૂર્ગની મુલાકાત અચુક લેવી જોઈએ. જાણકારોનું માનીએ તો કૂર્ગ (Kodagu )રોમેન્ટિક વેકેશન (Romantic vacation)માટે દુનિયાભરમાં સૌથી શાનદાર સ્થળ છે.

 

ડુઆર્સ,પશ્ચિમ બંગાળ

ઉત્તર અને પૂર્વ ભારતમાં ડુઆર્સ પરફેક્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન (Romantic Destination) છે. હિમાલયના ખોળામાં વસેલું આ શહેર તેમની ખૂબસુરતી માટે પ્રસિદ્ધ છે. મોટી સંખ્યામાં પર્યટક ડુઆર્સ (Dooars) એડવેન્ટર ટ્રિપ માટે પણ આવે છે. રોમેન્ટિક વેકેશન (Romantic vacation)ને યાદગાર બનાવવા માટે ડુઆર્સની મુલાકાત અચુક લો.

કૌસાની,ઉત્તરાખંડ

ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં કસૌની (Kausani) ગામ આવેલું છે. આ ગામ અલ્મોડ જિલ્લાથી અંદાજે 53 કિલોમીટર દુર છે. અહિથી નંદા દેવી પર્વતનો નજારો જોઈ શકાય છે. મોટી સંખ્યામાં પર્યટકો કસૌની આવે છે. આ સિવાય ઉત્તરાખંડમાં અનેક રોમાન્ટિક સ્થળો (Romantic places)આવેલા છે.

Published On - 6:19 pm, Fri, 4 June 21

Next Article