દિલ્હીના રસ્તાઓ જળમગ્ન થતા ટ્રાફિક જામની ભયંકર સ્થિતિ સર્જાઈ, ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યુ

|

Sep 24, 2022 | 9:53 AM

દિલ્હી (Delhi) એનસીઆરમાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત છે. પહેલા દિવસથી જ દિલ્હીના રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. તો બીજા દિવસે શુક્રવારે થયેલા મુશળધાર વરસાદને કારણે દિલ્હીના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

દિલ્હીના રસ્તાઓ જળમગ્ન થતા ટ્રાફિક જામની ભયંકર સ્થિતિ સર્જાઈ, ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યુ
દિલ્હીમાં ભારે વરસાદ બાદ ટ્રાફિક જામની સમસ્યા

Follow us on

દેશની રાજધાની દિલ્હી (Delhi) સતત ત્રીજા દિવસે જળમગ્ન જોવા મળી રહી છે. દિલ્હીમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા તો છે જ સાથે ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થઈને રોડ પર પડી ગયા છે તો બીજી તરફ રસ્તાઓ પર મસ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે અકસ્માતનું (Accident) જોખમ વધી ગયું છે. દિલ્હીની પરિસ્થિતિ જોઈને દિલ્હી પોલીસની ટ્રાફિક વિંગે એલર્ટ જાહેર કર્યુ છે અને દિલ્હીના રહેવાસીઓને તેમના ઘરની બહાર સાવધાનીપૂર્વક બહાર નીકળવાની સલાહ આપી છે. દિલ્હી પોલીસે (Delhi Police) સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરેલા એલર્ટમાં જણાવ્યું છે કે દિલ્હીના કયા વિસ્તારોમાં જવામાં જોખમ છે. કારણ કે હવામાન વિભાગે શનિવાર માટે પણ યલો એલર્ટ જાહેર કર્યું હતુ. આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. તમામ રસ્તાઓ પરથી પૂરતા પ્રમાણમાં ડ્રેનેજ ન હોવાના કારણે આ ભય વધુ વધી ગયો છે.

દિલ્હી એનસીઆરમાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત છે. પહેલા દિવસથી જ દિલ્હીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા તો બીજા દિવસે શુક્રવારે થયેલા મુશળધાર વરસાદને કારણે દિલ્હીના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે જ્યાં વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લોકોને રસ્તાઓ પર ભારે જામનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર હવામાન વિભાગે શનિવાર માટે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. જેથી લોકોની સુવિધા માટે પોલીસ દ્વારા ટ્રાફિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે પોલીસને દિલ્હીના ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડવાની માહિતી મળી હતી. હજુ સુધી નાગરિક એજન્સીઓએ આ વૃક્ષો હટાવ્યા નથી. આવી સ્થિતિમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કંટ્રોલ રૂમમાં સતત ફરિયાદો

દિલ્હી પોલીસે ટ્વીટ કર્યું કે શાંતિવનના હનુમાન સેતુથી હનુમાન મંદિર કેરેજવે, મહારાણી બાગ, તૈમુર નગર મોર, લિબાસપુર અંડરપાસ, સીડીઆર ચોક, મહેરૌલીથી ગુરુગ્રામ, અંધેરિયા મોરથી વસંત કુંજ તરફ, નિઝામુદ્દીન બ્રિજની નીચે, સિંઘુ બોર્ડર પર પેટ્રોલની નજીક પાણી ભરાયેલુ જોવા મળી રહ્યુ છે. પોલીસે લોકોને આ માર્ગોથી દૂર રહેવાની સલાહ આપી છે. કંટ્રોલ રૂમમાં ટ્રાફિક જામ અને વૃક્ષો પડવાની ફરિયાદો મળી રહી છે. બીજી તરફ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ પાણી ભરાઈ જવાની 12 ફરિયાદો અને વૃક્ષો પડવાની 16 ફરિયાદો મળી છે. આ ફરિયાદો સોનિયા વિહાર, પુષ્ટા રોડ, બિજવાસન ફ્લાયઓવર, ઉત્તમ નગર સિગ્નલ, વસંત કુંજ ચર્ચની નજીક અને વસંત કુંજ ફોર્ટિસ હોસ્પિટલ, રાજધાની પાર્કથી નાંગલોઈ, પિતામપુરા, મોડલ ટાઉન એક્સટેન્શન વગેરે વિસ્તારોમાંથી મળી છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

લોકોએ સોશિયલ મીડિયા પર સમસ્યા જણાવી

ટ્રાફિક જામમાં ફસાયેલા તમામ મુસાફરોએ માત્ર કંટ્રોલ રૂમ જ નહીં, સોશિયલ મીડિયા પર પોતાની હાલાકી શેર કરી છે. લોકોએ કેટલા સમયથી આ ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે જણાવ્યું. કોઈએ નાંગલોઈમાં ટ્રાફિક જામની જાણ કરી છે તો કોઈએ પૂર્વ દિલ્હીના ઘણા વિસ્તારોમાં જામની વાત કરી છે. કેટલાકે પોલીસને વસંત કુંજથી ટ્રાફિકને નિયંત્રિત કરવા વિનંતી કરી છે તો કેટલાકે બાટલા હાઉસથી ઓખલા સુધી ભારે ટ્રાફિકની સમસ્યા જણાવી છે. તેવી જ રીતે મહિપાલપુર અને પ્રીત વિહારમાં પણ પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની ફરિયાદો ઉઠી છે.

પાણી ભરાવાને કારણે રામલીલાનો રંગ ફિક્કો પડી શકે

શનિવારથી દિલ્હી એનસીઆરમાં ઘણી જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવ્યુ છે. જો કે ગાઝિયાબાદ અને ગુરુગ્રામના વિવિધ રામલીલા પંડાલોમાં પાણી ભરાઈ જવાના અહેવાલ છે. આવી સ્થિતિમાં આયોજકોએ સંબંધિત નાગરિક એજન્સીઓ પાસેથી મદદ માટે અપીલ કરી છે. એવી આશંકા છે કે જો આ સ્થિતિ સાંજ સુધી ચાલુ રહેશે તો રામલીલા અટકાવવી પડી શકે છે. જો કે પરિસ્થિતિને જોતા, ઘણા આયોજકોએ સ્ટેજીંગ માટે વોટરપ્રૂફ પંડાલની વ્યવસ્થા કરી છે.

Next Article