ઓફિસ ટાઈમ પછી બોસનો કોલ રિસીવ નહીં કરવાનો… લોકસભામાં રજૂ થયુ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025- જુઓ Video

લોકસભામાં એનસીપી સાંસદ સુપ્રીયા સુલેએ એક પ્રાઈવેટ મેંબર બિલ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 રજૂ કર્યુ. આ બિલમાં પ્રસ્તાવ છે કે કર્મચારીઓને ઓફિસના સમય પછી ઓફિશિયલ કોમ્યુનિકેશન સાંભળવા માટે મજબુર ન કરવામાં આવે.

ઓફિસ ટાઈમ પછી બોસનો કોલ રિસીવ નહીં કરવાનો... લોકસભામાં રજૂ થયુ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025- જુઓ Video
| Updated on: Dec 08, 2025 | 4:01 PM

NCP સાંસદ સુપ્રીયા સુલેએ લોકસભામાં ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025’ રજૂ કર્યુ. આ બિલનો ઉદ્દેશ્ય ભારતમાં વર્કર્સ અને એમ્પ્લોઈઝ માટે વર્ક લાઈફ બેલેન્સને પ્રોત્સાહન આપવાનો છે. શુક્રવારે એક પ્રાઈવેટ મેંમ્બર બિલ રજૂ કરવામાં આવ્યુ. આ બિલની ખાસ વાત એ હતી કે નીચલા ગૃહ અને ઉપલા ગૃહ બંન્મા આ મુદ્દા પર બિલ રજૂ કરી શકે ચે જેના વિશે એમને લાગે છે કે તેના પર સરકારી કાનુનની જરૂર છે.

રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલમાં શું છે?

બિલમાં પ્રાવધાન છે કે કોઈપણ નોન-કમ્પ્લાયંસ માટે એન્ટીટિઝ (કંપનીઓ અને સોસાયટી) પર તેમના એમ્પ્લોઈજની ટોટલ સેલરીનો 1 પરસેન્ટ દંડ લગાવવો જોઈએ, આ બિલ દરેક એમ્પલોઈને કામ સાથે જોડાયેલા ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનથી ડિસ્કનેક્ટ કરવાનો અધિકાર આપે છે. તેનો મતલબ એ છે કે કર્મચારી ઓફિસ ટાઈમ બાદ બોસના ફોન કે ઈમેલ થી મુક્ત રહેવાનો અધિકાર આપે છે. સામાન્ય શબ્દોમાં કર્મચારીઓને ઓફિસ ટાઈમ બાદ બોસના ફોન કે ઈમેલનો જવાબ દેવાથી કાયદાકીય રીતે ફ્રી થઈ જશે.

હેલ્ધી વર્ક લાઈફ બેલેન્સને પ્રોત્સાહન

સાંસદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યુ છે કે તેનો ઉદ્દેશ્ય આજના ડિજિટલ કલ્ચરથી થનારા બર્ન આઉટ ને ઓછો કરવાનો તેમજ ક્વોલિટી ઓફ લાઈફ અને હેલ્ધી વર્ક-લાઈફ બેલેન્સને પ્રોત્સાન આપવાનો છે. આ કાયદામાં દરેક કર્મચરારીને વર્કિંગ અવર્સ બાદ કામ સાથે જોડાયેલા કોલ અને ઈમેલને ના કહેવાનો અધિકાર આપવાનો પણ પ્રસ્તાવ છે. જેમા તમામ સંબંધિત મુદ્દાઓ માટેની જોગવાઈ સામેલ છે.

સુલએ પ્રાઈવેટ મેમ્બર બિલમાં તર્ક આપ્યો કે ડિજિટલ અને કોમ્યુનિકેશશન ટેક્નોલોજી કામમાં ફ્લેક્સિબિલીટી આપે છે. પરંતુ તે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચેની લાઈનને ધુંધળી કરવાનું પણ એક મોટુ જોખમ ઉભુ કરે છે.

રશિયા સાથે દાયકાઓ જુની દોસ્તી– UNSC માં વીટોથી લઈને ઓઈલ ડીલ સુધી ભારત માટે રશિયા કેમ વિશેષ?- વાંચો