Republic Day Parade: યુપી શ્રેષ્ઠ રાજ્યની ઝાંખીમા જીત્યું, મહારાષ્ટ્ર લોકપ્રિય પસંદગી શ્રેણીમાં જીત્યું

|

Feb 04, 2022 | 3:07 PM

ઉત્તર પ્રદેશની ઝાંખીને શ્રેષ્ઠ રાજ્યની ઝાંખી તરીકે જાહેર કરવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્રની ઝાંખીએ લોકપ્રિય પસંદગીની શ્રેણી જીતી છે.

Republic Day Parade: યુપી શ્રેષ્ઠ રાજ્યની ઝાંખીમા જીત્યું, મહારાષ્ટ્ર લોકપ્રિય પસંદગી શ્રેણીમાં જીત્યું
Republic Day Parade: UP wins over Best State Overview (File)

Follow us on

Republic Day Parade: પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ઉત્તર પ્રદેશની ઝાંખીને શ્રેષ્ઠ રાજ્યની ઝાંખી તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્રની ઝાંખીએ લોકપ્રિય પસંદગીની શ્રેણી જીતી છે. આ સિવાય CISFને સર્વશ્રેષ્ઠ માર્ચિંગ ટીમ તરીકે પસંદ કરવામાં આવી છે. રક્ષા મંત્રાલયે શુક્રવારે આ અંગે માહિતી આપી હતી.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારતીય નૌકાદળને સેવાઓમાં શ્રેષ્ઠ માર્ચિંગ ફોર્સ તરીકે પસંદ કરવામાં આવી છે. આ સાથે જ ભારતીય વાયુસેનાએ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં જીત મેળવી છે. શિક્ષણ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

તમને જણાવી દઈએ કે, દેશના 73માં ગણતંત્ર દિવસ પર આયોજિત પરેડ દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી માટે 75 વિમાનોનો ભવ્ય ‘ફ્લાયપાસ્ટ’ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતું. પરેડ દરમિયાન, રાજપથ પર દેશની સૈન્ય શક્તિ અને જીવંત સાંસ્કૃતિક વારસો ગૌરવપૂર્ણ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જો કે, કોવિડ-19ની વૈશ્વિક મહામારીને કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણી આટલા મોટા પાયે આયોજિત કરવામાં આવી ન હતી જેટલી સામાન્ય વર્ષોમાં કરવામાં આવતી હતી.

ભારતીય સેનાએ ગણતંત્ર દિવસની પરેડમાં સેન્ચુરિયન ટેન્ક, PT-76 ટેન્ક, 75/24 પેક હોવિત્ઝર અને OT-62 ટોપાઝ આર્મર્ડ વ્હીકલ જેવા મુખ્ય શસ્ત્રો અને સાધનો પ્રદર્શિત કર્યા, જેણે 1971ના ભારત-પાક યુદ્ધમાં પાકિસ્તાનને હરાવવામાં મદદ કરી હતી.

1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામેની જીતની ઉજવણી કરવા માટે ભારતે 2021માં સુવર્ણ વિજય વર્ષની ઉજવણી કરી હતી. આ યુદ્ધ પછી બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. સૈનિકો એક PT-76 ટેન્ક, એક સેન્ચ્યુરિયન ટેન્ક, બે MBT અર્જુન Mk-I ટેન્ક, એક OT-62 ટોપાઝ બખ્તરબંધ વાહન, એક BMP-I પાયદળ લડાયક વાહન અને બે BMP-II પાયદળ લડાયક વાહનો પણ લાવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપીને ઉજવણીની શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર વર્ષ 1971 અને તે પહેલા અને પછીના યુદ્ધો સહિત તમામ યુદ્ધોના તમામ ભારતીય શહીદોના નામ અંકિત કરવામાં આવ્યા છે.

Next Article