Republic Day Parade: નૌ-સેનાની ઝાંખીમાં જોવા મળશે 1971ના યુદ્ધના સ્વર્ણિમ વિજયની ઝલક

|

Jan 24, 2021 | 8:13 AM

આ વર્ષે Republic Day Parade  નૌ- સેનાની ઝાંખી જોવા મળશે. જે વર્ષ 1971ના યુદ્ધના સ્વર્ણિમ વિજય પર આધારિત હશે. Republic Day Parade ની  ઝાંખીમાં પાકિસ્તાન પર વિજય પ્રાપ્ત કરવામાં ભારતીય નૌ સેનાની મહત્વની ભૂમિકાને પ્રદર્શિત કરવામાં આવશે.

Republic Day Parade: નૌ-સેનાની ઝાંખીમાં જોવા મળશે 1971ના યુદ્ધના સ્વર્ણિમ વિજયની ઝલક
File Photo

Follow us on

આ વર્ષે Republic Day Parade માં  નૌ- સેનાની ઝાંખી જોવા મળશે. જે વર્ષ 1971ના યુદ્ધના સ્વર્ણિમ વિજય પર આધારિત હશે. Republic Day Parade ની  ઝાંખીમાં પાકિસ્તાન પર વિજય પ્રાપ્ત કરવામાં ભારતીય નૌ સેનાની મહત્વની ભૂમિકાને પ્રદર્શિત કરવામાં આવશે. આ ઝાંખીમાં વર્ષ 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિમાન વાહન યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંતને પણ દેખાડવામાં આવશે. તેની સાથે જ દેખાડવામાં આવશે કે યુદ્ધ દરમ્યાન પૂર્વી પાકિસ્તાન પર વિક્રાંત થી નૌ-સેનાના એર ઓપરેશન ટ્રાઈડેન્ટ અને ઓપરેશન પાયધન કર્યું હતું.

નૌ સેનાની ઝાંખીમાં આઈએનએસ વિક્રાંતના એ તમામ યુદ્ધ જહાજને દેખાડવામાં આવ્યા છે જેમણે યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત નૌ સેનાના બહાદૂર સૈનિકોની તસ્વીર લગાવવામાં આવી છે. જેમણે વર્ષ 1971માં યુદ્ધ વીરતાના બીજા મોટા મેડલ મહાવીર ચક્રથી બિરદાવવમાં આવ્યા હતા.

માર્ચિગ પરેડ મહિલા કમાન્ડર પાસે

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

નૌ સેનાના માર્ચિંગ પરેડની કમાન લેફ્ટન્ટ કમાન્ડર લલિત કુમાર અને લેફ્ટન્ટ કમાન્ડર નીલમ કાંડપાલે રિહર્સલમાં સંભાળી હતી. ખાસ બાબત એ છે કે લેફ્ટન્ટ કમાન્ડર નીલમ કાંડપાલ નૌ સેનાના મુખ્ય મહિલા અધિકારીઓમાંથી એક છે જેમને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પરમેન્ટ કમિશન આપવામાં આવ્યું છે, જેમને હવે નૌ સેનામાં કમાન્ડ કરવા માટે નીમી શકાય છે.

 

 

Next Article