ભારત સરકાર દ્વારા મોડી રાત્રે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પદ્મશ્રી માટે ઘોષિત 34 નામો ઉપરાંત વિખ્યાત અભિનેત્રી બૈજયંતી માલા અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ સાથે સરકાર પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ નાઈક, પ્લેબેક સિંગર ઉષા ઉથુપ, પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ સીપી ઠાકુર અને સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ એમ ફાતિમા બીબીને પણ પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરશે. સરકારે 110 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
રાષ્ટ્રપતિએ બે ડબલ્સ સહિત 132 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે. મોડી રાત્રે જાહેર કરવામાં આવેલી યાદીમાં પાંચ પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણનો સમાવેશ થાય છે. આ સિવાય 110 પદ્મશ્રી પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. એવોર્ડ મેળવનારાઓમાં 30 મહિલાઓ છે. આ યાદીમાં આઠ વિદેશી, NRI, PIO, OCI કેટેગરીના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સાથે જ નવ મરણોત્તર પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. અગાઉ 23 જાન્યુઆરીએ સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કુરપરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું- દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાની આ સુવર્ણતક
Published On - 11:13 pm, Thu, 25 January 24